________________
૧૯૦
જિલધર્મ વિકાસ
વર્તમાન સમાચાર પૂજ્યપાદ આચાર્યવિર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ રાયકેટમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા સાનંદ કરાવી . વ. પ્રતિપદાએ વિહાર કરી હલવારા કાખાકા પડાવ-ભોવાલ આદિ થઈ વૈ, વ. છઠ્ઠીએ લુધીયાના પધાર્યા. શ્રીસંઘે સમારેહથી પ્રવેશ કરાવ્યું. આચાર્યશ્રીજીના સદુપદેશથી શ્રી આત્માનંદ જૈનસ્કુલને સારી મદદ મળી. અત્રેથી વિહાર કરી લાડુવાલ, ફલેર–ગુરાયાં-ફગવાડા ખરજાપુર, રોહાણા, તનલી, હીરાપુર થઈને જેઠ સુદિ ચૂથ સોમવારે હુશીયારપુર પધાર્યા. શ્રીસંઘે ધામધૂમથી સમારેહ પૂર્વક પ્રવેશ કરાવ્યું. - જેઠ સુદિ અષ્ટમીએ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમદ્રિજ્યાનંદસુરીશ્વર (આત્મારામ)જી મહારાજની જયંતી આચાર્યજીની અધ્યક્ષતામાં સમારેહપૂર્વક ઉજવવામાં આવી. નવયુવાનેએ પ્રભાતફેરી કરી. - આચાર્યશ્રીજી-પંન્યાસ સમુદ્રવિજયજી, પંડિત હંસરાજજી શાસ્ત્રીનાં સ્વર્ગવાસી ગુરૂદેવના વિષયમાં મનહર રહસ્ય ભાષણે થયાં અને ગુરૂસ્તુતિના આકર્ષક ગાયને થયાં. આચાર્ય મહારાજ કલ્યાણસુરિનું રાંદેરમાં થયેલ સ્વાગત
રાંદેરના જૈન સંઘની ઈચ્છા આ વર્ષે કેઈ આચાર્ય મહારાજને રદેરમાં માસું કરાવવાની હતી. સંઘની સંમતિથી કાપડિયા બાબુલાલ હીરાચંદ તથા જૈન પાઠશાળાના શિક્ષક ભાઈશ્રી ગોરધનભાઈ અમદાવાદ આચાર્ય મહારાજ વિજય કલ્યાણસૂરીજીને વિનંતી કરવા ગયા હતા તેમની વિનંતીને માન આપી આચાર્ય મહારાજે રાંદેર ચેમાસું કરવાનું સ્વીકાર્યું. અમદાવાદથી વિહાર કરતાં કરતાં મહારાજશ્રી માતર પધાર્યા. ત્યાં શેઠશ્રી ભીખાભાઈ ધરમચંદ, ચીમનલાલ પ્રેમચંદ, હીરાચંદ ગુલાબચંદ તથા મદનલાલ છગનલાલ ફરીવાર એમને વિનંતી કરવા ગયા હતા. બાદ આચાર્ય મહારાજ વિકલ્યાણસૂરીજી આદિ ઠાણું ૧૦ સુરત પધાર્યા. તેમને રાંદેરમાં પ્રવેશ કરાવવાનું મુહૂર્ત જેઠ સુદ ૧૩નું રાખવામાં આવ્યું.
જેઠ સુદ ૧૩ ને દિવસે આચાર્ય મહારાજ રાંદેરમાં પ્રવેશ કરશે એ સમાચારથી આખા ગામમાં આનંદ પ્રસરી ગયે. આચાર્ય મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીમાં બધા ભાઈઓ રોકાયા. વરઘોડામાં ૨૦ સાંબેલા સેંધાયા. નાના બાળકથી માંડીને તે વૃદ્ધ સુધી દરેકના મુખ ઉપર આનંદની લાગણી હતી. રાંદેર માટે એ અપૂર્વ પ્રસંગ હતો. વૃદ્ધોનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન કેઈપણ આચાર્ય મહારાજે શહેરમાં ચોમાસું કર્યું નથી. આથી જૈન ભાઈઓને ઉત્સાહ સમાતો ન હતો. આચાર્ય મહારાજનું ભવ્ય સ્વાગત કરવું એવી દરેકે દરેકની તમન્ના હતી. દરેક જૈન ભાઈઓએ રાજી ખુશીથી પિતાની દુકાને બંધ રાખી.