________________
પવિત્ર સસ્કૃતિ.
૧૮૯
ચેાગમ દૃષ્ટિ ફેતા મને તિમિરના ભાસ થાય છે. દિશાએ મલીન જણાય છે. દિવસ હાય કે રાત પણ મને તે બન્ને સમયે કેવળ નિસ્તેજ જીવન–કથાનું દિગ્દર્શન થાય છે. અને ત્યાં જ હું જાણી લઉં છું કે- આપણી પવિત્રતા ખસી રહી છે. તે જ કરાલ કૃત આપણું દિવ્ય સાંસ્કૃતિક ચક્ર ગતિમાં મ પડી રહ્યું છે. તેના એક એક અગરૂપે પવિત્ર તત્ત્વા પ્લાન થઇ કેવળરૂપ મટી સ્કુલ આકાર ધારણ કરવા માંડ્યા છે. દરેક તત્ત્વની પારલૌકિક માન્યતાને આજની સમયાધીન સ ંસ્કૃતિ આજના વિજ્ઞાનવાદમાં પરિવર્તિત કરી રહી છે.
હશે આપણે એટલું જ શીખવાનું છેકે જો આપણે આપણા તત્ત્વપર જીવવું હોય, અને અન્ય પાસે કશું પણ માગવાની ઇચ્છા ન કરવી હાય તા આજે જ આપણી પૂર્વકાલિન પવિત્રતાના દરેક અંગને તત્ત્વ પુષ્ટ રાખવા આપણે, અન્યનું શીખવેલું બધુંય સારૂં-ખાટુ જ્ઞાન ભૂલી જવાની જરૂર છે. અરે ! આપણે તે પાશ્ચાત્ય વિચારાથી તદ્ન અજ્ઞાત બની જવાની ખાસ આવશ્યકતા છે. તે સિવાય આપણું જીવન કઈ રીતે પવિત્ર રહી ટકી શકશે (?) તે એક મહાન્ પ્રશ્ન છે.
આપણી સસ્કૃતિએ આપણને જીવાડવા માટે. અનેક નરવીશને પેઢાં કરેલ. પણ આજના માનવ–સમાજમાં દૃષ્ટિ ફેંકતાં, તેને તમામ વીરાની ષ્ટિમાં અનેક રંગી સંસ્કૃતિનું દર્શન થતાં તે તેવા મિશ્ર વિચારાના માનવાની છાયાથી પણ દૂર હૅઠી રહી છે. અને તેના તમામ આધાત–પ્રત્યાઘાત આપણે પવિત્ર પ્રજા તરીકે જીવવા ચાહનારને જ સહન કરવાના છે.
જ્યારે આપણું હૃદય કેવળ એક સંસ્કૃતિની જંખના કરી રહ્યું હશે, ત્યારે જરૂર આપણુને તે એકાકાર રૂપ પવિત્ર સસ્કૃતિના પવિત્ર તત્ત્વાની સંપૂર્ણ ઝાંખી થશે. તે સિવાય આપણી આશા ફળીભૂત થઈ શકે તેમ છે જ નહિ. કારણ કે પવિત્ર વિચારો વડે જન્મતા પવિત્ર વાતાવરણમાંથી પવિત્રતમ ચૈતન્યની તેજભરી છબીઓ પ્રગટી શકે. બાકી જો આપણે વાદળના વૃન્દ્રમાં ચંદ્ર દર્શનનું જ્ઞાન રાખીએ, તેા તે કેવળ બત્તીના ગાળા જેવા ફીક્કો અને અસહાય જણાય.
તે જ પીવા ઇચ્છનારે અમર તેજોમૃતની જ ઝંખના કરવી જોઈએ. તેમ ભવ્ય સંસ્કૃતિની વારસદાર તરીકે આપણે પણ, તે સંસ્કૃતિની ઉચ્ચતમ પવિત્ર સુગધની સ્પૃહા રાખી, તેવું જ વર્તન રાખવું જોઇએ, તે સિવાય, તે પવિત્ર સંસ્કૃતિ-ગ ંગા કાઇની થઈ નથી અને થાવાનીચે નથી
પવિત્રતા અને પ્રેમમાંથી જ પ્રગટે છે. અને તેમાં જ સમાઇ જાય છે.