________________
જનધર્મ વિકાસ. -
અહંત દર્શન અને ઈશ્વર. લેખક-મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી (જામનગર)
(ગતાંક પૃષ્ઠ ૩૮૯ થી અનુસંધાન.) દ્રવ્ય સંગ્રહકાર આ વિષયમાં વધારે પ્રકાશ પાડે છે. •
निश्चयेना शरीरोऽपि व्यवहारेणं सप्तधातु रहित दिवाकर सहस्त्र मासुर प्ररमौदारिक शरीरीत्वात् शुभ देहस्थः
તેમના શરીર જ નિશ્ચય નયની અપેક્ષાએ અશરીરી કહેવાશે. અને વ્યવહારની અપેક્ષાએ તેમને દેહ અત્યંત પવિત્ર, સપ્તધાતુ રહિત-હજારે સૂર્યની કાંતી જે ઉજજવળ છે. તેમને ભૂખ, તૃષા, ભય, રાગ, દ્વેષ, મેહં, ચિતા, જરા, રેગ, ખેદ, મૃત્યુ, સ્વેદ, મદ, અરતિ, વિસ્મયન, જન્મ, નિદ્રા, વિષાદ આ દેષ પૈકી કઈ પણ તેનામાં નથી.
આવા તીર્થકરે પ્રત્યેક કપે કલપે, સત્યધર્મ પ્રકાશવા પ્રકટ થાય છે. અને તેઓ માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતાઓ શુભ સ્વપ્નો જ જુએ છે.
આ તીર્થકર તેજ અહંત દર્શનમાં ઈશ્વર છે. અને તેઓ ગર્ભમાં આવે, જન્મ ધારણ કરે, દિક્ષા ગ્રહણ કરે તથા કેવળજ્ઞાન પ્રાપ્ત સમયે અને મેક્ષ એ પાંચ કલ્યાણક વખતે ઈંદ્રાદિ દેવે તેમનાં વંદન, પૂજન માટે આવે છે. અને મહોત્સવ કરે છે. આ પ્રકારના પાંચ મહોત્સ વડે પંચ મહાલ્યાણરૂપ પૂજા થવાથી તે જ ઈશ્વર અહંત નામથી પણ પ્રસિદ્ધ છે અને જેનું દર્શન તે અતદર્શન અથવા જૈનદર્શન કહેવાય છે. | તીર્થકમાં અપાયાપગમાતિશય-તીર્થકરેને કઈ પણ પ્રકારનો કલેશ મુંઝવી શકતું નથી. જ્ઞાનાતિશય-સંસારની સકલ ક્રિયાને પિતે જાણી શકે છે. પૂજાતિશય-ત્રણ જગતના જીવ, મનુષ્ય, તિર્યંચ અને દેવે તેમને પૂજે છે. વચનાતિશય–તેમને ઉપદેશ સૌને રૂચે છે. તેમજ સહ સમજવા ઉપરાંત સૌનું કલ્યાણ કરનારો તેમને ઉપદેશ છે.
અતદર્શને માનેલ ઈશ્વરને જન્મથી જ મતિ, કૃત અને અવધિજ્ઞાન હોય છે. તેમનાં વિશેષ અતિશય માટે જૈન ગ્રંથોમાં વર્ણન આપેલ છે, તેમાથી જાણી લેવું. આ પ્રકારે અર્હત્ દર્શન દ્રષ્ટિએ જેને ઈશ્વર માનવામાં આવ્યા છે તે અરિહંત ભગવાન છે, તેથી તેમને અહૂિંતા એ પદથી તેમને નમસ્કાર કરાય છે. આ તિર્થંકર ભગવાનમાં ત્રણ જ્ઞાન હોય છે. તેમનું શરીર અપૂર્વ કાંતીમય હોય છે. પુષ્પની અંદરથી જેમ સુગંધ પ્રસરે છે તેમ તેમના શરીરમાંથી સુગંધ પ્રસરે છે. તેમનો શ્વાસ એ મધુર સૌરભનું સ્થાન છે. તેમનાં શરીરના રક્ત અને માંસ કેવળ વિશુદ્ધ તેમજ શ્વેત હોય છે. તેમને કેવળજ્ઞાન પામ્યા બાદ