________________
અધ્યાત્મવિચાર એક્તિક.
પડતા નથી, એતે જીની જીભ ઉપર જ ચડી જાય છે. (૪) લખાણ, વિચાર અને વર્તન સાથે આપણે મેળ ન હોવાથી જી ઉપર ઊંડી ધર્મની અસર પાડી શકાતી નથી જ. (૫) વિકરાળ કાળ ધસપસતે પસાર થતું જાય છે. જડ પદાર્થોની આકર્ષણ શક્તિ પ્રબળ વેગે ફેલાતી જાય છે. અનાદિકાળના સંસ્કારથી અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ સમજાતું નથી. એટલે જીવ દુખાગારમાં ડુબતું જ જાય છે, દુઃખના પ્રત્યક્ષ સાધનને સુખના સાધનો માને છે. સુખના પ્રત્યક્ષ સાધનને દુઃખ માને છે. આથી સારેય સંસાર દુઃખથી જ લીપ્ત બને છે. આમાંથી છુટવા માટે આત્માની અનંત શક્તિ અને સુખના સ્વાદને અનુભવ રસ ચખાવવાની જરૂર છે. એક વાર સુખના સ્વાદનો રસ ચખાઈ જશે તો પછી તેના અંગેની કરવી પડતી ક્રિયા જીવો કર્યા જ કરશે. જ્યાં સુધી આ અનુભવ તત્વને જીવ એાળખે નહી, ચાખે નહી, ત્યાં સુધી ગમે તેવી અને ગમે તેટલી ક્રિયા કરે પણ સાધુતા પ્રગટશે નહી. મુક્તિનો માર્ગ મળશે નહીં. જગત્ જેને સંસાર માને છે અને છેડે છે તે ખરે સંસાર નથી જ એટલે માન્યતામાં જ્યાં ભેદ હોય ત્યાં ધ્યેયને પહોંચી શી રીતે શકાય? જીવ વિચારવા મંડી જાય તો સરળતાપૂર્વક સન્માર્ગને ઉકેલ આવે. પરંતુ પકડેલુ પુછડું મુકવા જેટલી તીવ્ર ઈચ્છા ન હોય ત્યાં મુક્તિના સાધનો પણ ઝેરરૂપે પરિણુમાવી સ્વયે નાશને નોતરે છે.
આપણે સૌ મિથ્યાત્વમાં બુડ બુડ ભરેલા છીએ તેમાં એક ધારી સત્ય સલાહ મળવી ભારે મુશ્કેલ છે. આપણે અક્ષરદેહ આપણી વાણી બીજાને ઉન્નતિ ક્રમમાં લઈ જવા જેટલી બળવાન હોય તેમ સ્વીકારતાં મન અચકાય છે. આપણું જ્ઞાન અને વર્તન કયાંઈ પાછળ છે. ત્યાં કેઈને ચઢાવવા પુરતું મદદગાર થાય એમ માની શકાતું નથી. છતાં કોઈ પૂર્વપુન્યના યોગે એમ થવું શક્ય હોય તે યથાયોગ્ય છે. અનંતકાળને, અનંતભવને, અનંતપર્યાયન જ્યારે વિચાર ઉદ્ભવે છે ત્યારે ખરેખર સંસાર કેવળ ભવની ભ્રમણતા કરાવનાર સિવાય કશું પણ સુખ દુઃખ આપી શકતો નથી. ભવની ભ્રમણા મહા દુઃખનું મૂળ છે. દેહ પ્રાપ્ત થયા કે સંસારની માયા, વિચારણા કરવાની શક્તિ અને શકયતા ઉત્પન થાય છે અને કયા કારણે તેને દૂર કરી શકાય તેને જ વિચાર માત્ર એજ કર્તવ્ય છે. આપણી અવળી માન્યતા અથવા પુણ્ય કર્તવ્ય તરફની મમતા આપણને સેવાના ક્ષેત્ર તરફ દોરી જાય છે. ખરેખરૂં તે આ કાળમાં જન્મેલા, આ વાતાવરણ વચ્ચે ઉછરેલા આપણને કંઈપણ કરવાને અધીકાર નથી. આપણી કઈ લાયકાત ફાટી જાય છે. આપણું કયા તિર્થંકર મહારાજે સર્વભૌમ સત્તા અગર પદવી આપી છે કે આપણે તેમની આજ્ઞાનુસાર જગત કલ્યાણનો રાહ સૂચવી શકીએ. હજી આપણે જ જ્યાં અંધારે ગોથા ખાતા હોઈએ ત્યાં બીજાને બહાર કાઢવાની ધૃષ્ટતા શી રીતે કરી શકીએ. આપણે તે દેહ પ્રાપ્ત ન થાય તેવા અને અક્ષરદેહમાં જ્ઞાનપર્યાય રૂપ વળગી રહેલ આત્માને તેનાથી કેમ દૂર ખેંચી શકાય તેની જ વિચારણ, તેની જ તાળાવેલી અને તેની જ ધ્યાના તલ્લીનતા પાછળ જીવન બચવું જોઈએ. (અપૂર્ણ)