________________
અભક્ષ્ય કંદમૂળ સ્વરૂપ “અભક્ષ્ય કંદમૂળ સ્વરૂપ”
લેખક-મુનિ રામવિજયજી (ખંભાત) જૈન શાસ્ત્રકાર ભગવંતોએ કંદમૂળને ત્યાગ કરવા બતાવ્યું છે. તેવુંજ અન્ય દર્શનકારોએ પણ પુરાણ” વિગેરે ગ્રન્થોમાં કંદમૂળનું ભક્ષણ ત્યાગ કરવું કહ્યું છે. તેમાં જૈન શાસ્ત્રકાર પ્રતિપાદન કરે છે કે –
"साहारणपत्तेया, वणस्सइ जीवादुहा सुए भणिया.
जेसिमणंताणं तणु, एगा साहारणा तेऊ ॥१॥ વનસ્પતિ જીના બે ભેદ છે. એક સાધારણ વનસ્પતિ અને બીજો પ્રત્યેક વનસ્પતિ, તેમાં એક શરીરને વિષે એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે અને એક શરીરમાં અનંત જીવો હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે. વળી સર્વ જાતિના કંદમૂળ વિગેરે સાધારણ વનસ્પતિની જાતિ છે અને સેયના અગ્ર ભાગથી પણ અતિસૂક્ષ્મતર એવા અલ્પ ભાગ જેટલા એક શરીરમાં અનંતા જેવો છે. તેનું દૃષ્ટાંત બતાવે છે. એક લાખ કે વધારે ઔષધી ભેગી કરી તેનું ચૂર્ણ બનાવીને, કપડાથી તેને ચાળી નાખ્યા પછી પાણી નાખીને તેને ઘૂંટી ઘૂંટીને પ્રવાહી બનાવ્યા, પછી સેયના અગ્રભાગને તે પ્રવાહીની બનેલી ઔષધીમાં બળીએ તે તેથી એક અતિ બારીક અગ્ર ભાગ ઉપર લાખ ઔષધીના અંશ આવે છે એ વાત જેમ શ્રદ્ધા ગમ્ય તેમજ બુદ્ધિ ગમ્ય સત્ય જણાય છે, એવા દ્રષ્ટાંતથી જ્ઞાની પરમ કૃપાળુ ભગવાને કેવલજ્ઞાનના બળથી એક બારીક શરીરમાં અનંતા જ જોયા છે. વળી એક રતીભાર સારામાં સારે રંગ લઈ પાણીના એક ઘડામાં ના હોય તે બધું પાણી આછા રંગવાળું દેખાય તે પાણીમાં બારીક સાયને અગ્ર ભાગ બળીએ તો તે અગ્રભાગ ઉપર રંગને બારીક ભાગ આવે છે. એ પણ શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિગમ્ય તેમજ યુક્તિ ગમ્યથી સાચું જ મનાય છે. એવા દૃષ્ટાંતથી સમજતાં કંદમૂળને એક અતિ બારીક ભાગ જેટલું તે જીવોનું ઔદારીક શરીર છે અને અનંતા છે ઓષધીના દૃષ્ટાંતથી સમજાય એવા છે. જીભના સ્વાદમાં લુબ્ધ બની જીવો કંદમૂળનું ભક્ષણ કરે છે. અને અભક્ષ્ય ભક્ષણથી અવિવેક સેવી ઘણું પાપ બાંધે છે. તે ઉપર અન્ય દર્શનકાર, જનેત્તર ધર્મના વિદ્વાન રૂષીઓ પણ પદ્મપુરાણના પ્રભાસ ખંડમાં લખે છે તેથી પણ કંદમુળ અભક્ષ્ય છે એમ સાબીતી નિઃશંસયપણે થાય છે. તે ક્ષેક નીચે પ્રમાણે કહેલ છે.
चत्वारो नरकं द्वारा ॥ प्रथमं रात्रि भोजनम् ॥
परस्त्री गमनमं चैव ॥ संघानानंतकायिके ॥ . .. નરકમાં જવાના ચાર દરવાજા છે. (૧) પ્રથમ રાત્રી જન (૨) બીજા