________________
સિદ્ધચકની તાત્વિક ભાવના.
૩૪૩
૪. ચામરો. ૫. સિંહાસન. ૬. ભામંડલ આ ત્રણ પ્રાતિહાર્યો પૈકી-૪ થા પ્રાતિહાર્યનું સ્વરૂપ-દેવકૃત ૧૯ અતિ માંના બીજા અતિશયના વર્ણનમાં અને પાંચમાં પ્રતિહાર્યનું સ્વરૂપ-દેવકૃત ૧૯ અતિ માંના ત્રીજા અતિશયના વર્ણનમાં કહ્યું છે. અને છઠ્ઠા ભામંડલનું સ્વરૂપ-ઘાતિકર્મને ક્ષયથી થયેલા ૧૧ અતિમાંના ત્રીજા અતિશયના વર્ણનમાં જોઈ લેવું. ૭ દેવ દુંદુભિ=અરિહંત પ્રભુના વિહારના ટાઈમમાં અને સ્થિતિના ટાઈમમાં આકાશમાં નિરન્તર અદશ્ય રીતે દેવ દુંદુભિના નાદ થાય છે, દેવે આકાશમાં આવા ઘણાયે વાજિંત્રો વગાડે છે, તે શબ્દ જગતના જીવોને એમ સાવચેત કરે છે કે-હે ભવ્યજને ? તમે પ્રમાદને છોડી આ પ્રભુને સેવ કારણ આ પ્રભુ સાર્થવાહ સમાન છે. ૮ છત્રો આનું સ્વરૂપ–દેવકૃત ૧૯ અતિમાંના ચોથા અતિશયના વર્ણનમાં જણાવ્યું છે. એ પ્રમાણે ૮મહાપ્રતિહાર્યોનું સ્વરૂપ જણાવી હવે ૪મૂલ અતિશયોનું સ્વરૂપ જણાવીએ છીએ. ૧. અપાયાપગમાતિશય. ૨. જ્ઞાનાતિશય. ૩. પૂજાતિશય. ૪. વચનાતિશય. આ અતિશને આજ ક્રમે ગોઠવવાનું કારણ એ છે કે જે વીતરાગ હોય તે જ સર્વજ્ઞ હોઈ શકે માટે પહેલે અપાયાપગમાતિશય કીધું છે. અને જે યથાર્થ સર્વજ્ઞ હય, તેની જ ઈન્દ્રાદિ દેવ તથા બીજા પણ ભવ્ય -વિશિષ્ટ પૂજા કરે છે. માટે બીજે જ્ઞાનાતિશય કીધે-અને સમવસરણદિને રચવા રૂપ વિશિષ્ટ પૂજા થયા પછી ધમ દેશના શરૂ થાય. માટે ત્રીજે પૂજાતિશય કહ્યો અને છેવટે ચેથે વચનાતિશય કહ્યો. એમ શ્રી પંચસૂત્રની ટીકામાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ જણાવ્યું છે–તેમાં ૧. અપાયાપગમાતિશય-અપાય એટલે (ભાવપાપની અપેક્ષાએ) રાગાદિના બંધનને લઈને થતા અનર્થો અથવા (દ્રવ્ય અપાયની અપેક્ષાએ મરકી, તાવ વિગેરે ઉપદ્રવ તેઓને નાશ કરવા રૂપ જે અતિશય, તે અપાયાપગમાતિશય કહેવાય. તેના બે ભેદ ૧. સ્વાશ્રયિ–અપાયાપગમાતિશય. ૨. પરાશ્રયિ, અપાયાપગમાતિશય. સ્વાશ્રયિ અપાના બે ભેદ છે, દ્રવ્યથી અને ભાવથી. પ્રભુને જન્મથી માંડીને શારિરિક કેઈપણ રોગ ન હોય એ દ્રવ્યથી સ્વાઅપાઇ અને ભાવથી સ્વા. અપાર આ પ્રમાણે–શ્રી અરિહંત પ્રભુએ જે રાગાદિને નાશ કર્યો તે તેનાથી ઉત્પન્ન થતી પીડા પણ તેમને ભોગવવાની નથી. તેથી પ્રભુને ૧૮ દેશોથી રહિત કહ્યા છે. તેમાં જ્ઞાનાવરણીયના ક્ષયથી અજ્ઞાન ન હોય, દશનાવ, ક્ષયથી નિદ્રા પણ ન હોય, મોહના ક્ષયથી હાસ્યાદિ ૬ કામ, મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ એ ૧૧ ન હોય, અંતરાયના ક્ષયથી દાનાન્તરાયાંદિ પદે ન હોય, ૫ અંતરાય, ૧૧ હાસ્યાદિ ષટક, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ ૧૮ શ્રેષ, એ સ્વાશ્રયિ અપાયાપગમાતિશય કહેવાય. તથા ૨ પરાશ્રયિ અપાયાપગમાતિશય એટલે અરિહંત પ્રભુના એક જન પ્રમાણ સમવસરણની ભૂમિમાં અસંખ્ય