________________
૩૪૪
-
જૈનધર્મ વિકાસ,
દે, મનુષ્ય, અને તિર્યચે પિતાના જાતિ વૈરને, અને જન્માક્તરના વરને પણ ત્યાગ કરીને એકત્ર રહે છે, છતાં સંકડાશને લઈને જરા પણ પીડા થતી નથી. દેશના સાંભળવામાં એવા તો તેઓ લીન(એકતાન) થઈ જાય છે કે જેથી તેઓની ભૂખ અને તરશ પણ ઉડી જાય છે. તથા પ્રભુજીને પસાયથી છે એ દિશામાં મલી ૫૦૦ ગાઉની અંદર લડાઈ વગેરે ઉપદ્રવ નાશ પામે છે, એ પરાશ્રય અપાયા પગમાતિશય સમજ. ૨ જ્ઞાનાતિશય–અરિહંત પ્રભુને એવું એક અલૌકિક જ્ઞાન હોય છે, કે જેથી લેક અને અલકમાં રહેલા સર્વ દ્રવ્યાદિને સમકાલે જાણી શકાય. તેનું નામ કેવલજ્ઞાન. (એમ કેવલદર્શનથી સર્વ દ્રવ્યાદિને સમકાલે દેખે છે.) આ જ્ઞાનથી પ્રભુ સર્વજ્ઞ કહેવાય છે. માટેજ શકસ્તવમાં “સવ ” એમ કહેલ છે. આનું વિશેષ સ્વરૂપ જ્ઞાનપદમાં આગળ કહેવાશે.
પ્રશ્ન-જ્ઞાનાતિશયની માફક દર્શનાતિશય કેમ ન કીધો?
ઉત્તર-જ્ઞાનાતિશયનું ગ્રહણ કરવાથી દર્શનાતિશય ન કહીયે તે ચાલે કારણ કે દર્શન તે જ્ઞાનને એક ભેદજ છે.
પ્રશ્ન-દર્શનાતિશયના ગ્રહણથી જ્ઞાનાતિશય ન કહીયે તે ચાલે કે કેમ?
ઉત્તર-દર્શન એ સામાન્ય જ્ઞાન છે. જ્ઞાન તેના કરતાં વિશિષ્ટ હોવાથી વિશિષ્ટના ગ્રહણથી સામાન્યનું ગ્રહણ આવી જાય. જુએ રાજાને નમસ્કાર કર્યો પછી પ્રધાનાદિને નમસ્કાર ન કરીયે તે ચાલે, કારણ રાજા મુખ્ય છે. તથા આચાર્યની ભક્તિનું ફલ આખા ગચ્છની ભક્તિ કરવાથી થતા ફલ જેટલું કહ્યું છે. કારણ આચાર્યભગવંત મુખ્ય છે. તેવી રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શ. નમાં પણ કેવલજ્ઞાન મુખ્ય છે. બીજું અરિહંત પ્રભુને પહેલે સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ હોય છે. માટે દર્શનાતિશયના ગ્રહણથી જ્ઞાનાતિશયનું ગ્રહણ ન થઈ શકે. ૨. પૂજાતિશય ઇન્દ્રાદિ દેવ વિશિષ્ટ બાદ્ધિ અને ભોગ સામગ્રીવાલા છતાં પણ તે ઉપરના મમત્વને ત્યાગ કરી ૧૯ અતિશયો કરવા વગેરે પ્રકારથી પ્રભુ દેવની પૂજા કરે છે. અને પ્રભુ પુજાના સુખની આગળ દેવકનું સખ ઘાસ જેવું તુચ્છ માને છે. તથા ચકી-વાસુદેવાદિ પણ પ્રભુને પૂજે છે. માટે પ્રભ ત્રણે જગતના જીવને પૂજ્ય છે. ૪. વચનાતિશય-અરિહંત પ્રભુની પાંત્રીસ ગુણવાલી વાણું ત્રણે ગતિના છ ભિલૂના દષ્ટાંત કરી પોતપોતાની ભાષામાં સમજી શકે છે. આ ચારે અતિશનું સ્વરૂપ પહેલાં ૩૪ અતિશયેના વર્ણનના પ્રસંગે વિસ્તારથી કહેલું હોવાથી અહીં સંક્ષેપથી કહ્યું છે. પહેલાં જણાવેલા ૩૪ અતિશયોને અપયા પગમાતિયય વિગેરે ચાર અતિશયમાં સમાવેશ થતો હોવાથી તે ચારને શાસ્ત્રમાં મૂલતિશય એવા નામથી ઓળખાવેલ છે. ૪ મલ અતિશયમાં ૩૪ અતિશયેનો સમાવેશ આ પ્રમાણે સમજે. જન્મના ૪ અતિશયે, આઠ મહાપ્રતિહાર્યો, આગળ ચાલતું ધર્મચક્ર, ધર્મ ધ્વજ, સોનાના