SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર–કલ્પલતા. ૩૪૫ નવ કમલેની રચના, અનુકૂળ વાયુ વાય, જમણી બાજુ સુભ શકુનનું જવું, વૃક્ષો નમે તથા પુષ્પથી વધાવે, સમવસરણમાં ત્રણ ગઢ રચના, સુગંધિ જલની વૃષ્ટિ, પુષ્પોની વૃષ્ટિ, દેશનાના ટાઈમમાં પ્રભુના ત્રણ બિંબોની રચના, જઘન્યથી પણ ચતુર્નિકાંયના કોડ દે પ્રભુની સેવા કરે વગેરે અતિશયોનો સમાવેશ પૂજાતિશયમાં થઈ શકે છે. અરિહંત પ્રભુની જન સુધી વિસ્તાર ફેલાવા) વાણી તથા સર્વસંશયોને છેદનારી અને સર્વ ભાષાને અનુસારી વાણી હોય, આ અતિશય વચનાતિશયમાં સમાવેશ થાય છે. અનિષ્ટ-મરકીઆદિ ઉપદ્રને અભાવ વગેરે અતિશયેનો સમાવેશ અપાયાપગમાતિશયમાં થાય છે. એજ હેતુથી અરિહંતના બાર ગુણામાં ચાર મૂલ-અતિશય લીધા છે. (અપૂર્ણ.) શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રશ્નોત્તર કલ્પલતા. લેખક-આચાર્યશ્રી વિજયપધસૂરિજી. (ગતાંક પૃષ્ઠ ૩૧૨ થી અનુસંધાન.) ૧૧-પ્રશ્ન–નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામિના આદર્શ જીવનની બીના કયા કયા ગ્રંથોમાં જણાવી છે ? ઉત્તર–શ્રી કલ્પસૂત્રની ઉપર ઉપાધ્યાયજી ધર્મસાગરજી વિગેરે મહાપુરૂષોએ ટીકાઓ બનાવી છે. તેમાં સ્થવિરાવલી નામના આઠમાં વ્યાખ્યાનમાં તથા ઉ. ધર્મસાગરજી કૃત તપગચ્છપટ્ટાવેલી, પરિશિષ્ટ પર્વ, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિતામણિ, ઉપદેશપાસાદાદિ ગ્રંથમાં શ્રી ભદ્રબાહુ સ્વામીજીની બીના જણાવી છે. તે બધા ગ્રંથોના વાંચનનું રહસ્ય એ છે કે-શ્રી ભદ્રબાહુસ્વામીજી-પૂજ્ય શ્રી યશોભદ્રસૂરિજીના પહેલા પટ્ટધર શિષ્ય હતા. બીજા પટ્ટધર શ્રી સંભૂતિવિજય મહારાજના તે ગુરૂ ભાઈ થાય, તેમણે શ્રી સ્યુલિભદ્ર મહારાજને સ્વાર્થથી દશ પૂ અને છેલ્લા ચાર પૂર્વે સૂત્રથી ભણાવ્યા હતા. તથા શ્રી આવશ્યકાદિ દશ સૂત્રની ઉપર નિર્યુક્તિઓ, ઉપસર્ગોહરં સ્તોત્ર, સામુદ્રિક શાસ્ત્ર, ભદ્રબાહ સંહિતા તીર્થયાત્રા પ્રબંધ વગેરે ગ્રંથની રચના કરી છે. છ (૬) શ્રુતકેવલિના નામમાં તેમનું નામ ગયું છે. તેમના જન્મની બીના જાણમાં નથી. ૪૫ વર્ષની ઉંમરે શ્રીયશોભદ્રસૂરિજીની પાસે તેમણે દીક્ષા લીધી. ત્યાર બાદ ૧૭ મા વર્ષે યુગપ્રધાન થયા, ૧૪ વર્ષ સુધી યુગપ્રધાનપણે વિચરીને ઘણા જીવને પ્રતિબંધ કરીને સન્માર્ગના આરાધક બનાવીને શ્રી જેનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરીને સર્વાય૭૬ વર્ષનું પૂર્ણ થતાં વિશિષ્ટ દેવતાઈ છદ્ધિને પામ્યા. ૧૨-પ્રશ્ન–શ્રી આચારાંગ વિગેરે બાર અંગમાં બારમું દષ્ટિવાદ વિચ્છિન થયું છે. તેની હયાતી પ્રભુદેવ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ સમયથી માંડીને કેટલા વર્ષો સુધી હતી?
SR No.522523
Book TitleJain Dharm Vikas Book 02 Ank 11
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy