SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જૈનધર્મ વિકાસ ઉત્તર–પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણ સમયથી માંડીને હજાર વર્ષ સુધી એટલે વિક્રમ સંવત્ ૧૩૦ની સાલ સુધી બારમું અંગ દષ્ટિવાદ હયાત હતું. ત્યાર પછી તે વિરછેદ પામ્યું. પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણ સમયથી ૪૭૦ વર્ષો વીત્યા બાદ વિક્રમરાજા થયા. તેથી શ્રી વીરનિર્વાણ સંવતમાં ને વિક્રમસંવતમાં ૪૭૦ વર્ષને ફરક ગણાય છે. એટલે વિક્રમ સંવત ઉપરથી વીરનિર્વાણ સંવત લાવ હોય, તે વિક્રમ સંવતમાં ૪૭૦ વર્ષો ઉમેરવા, જેમ હાલ વિ. સં. ૧૯૮ ચાલે છે, તેમાં ૪૭૦ ઉમેરતાં વી. સં. ૨૪૬૮ મું વર્ષ હાલ ચાલે છે. આ રીતે વીર સંવત ઉપરથી વિક્રમ સંવત લાવવો હોય તે વીર સંવતમાંથી ૪૭૦ બાદ કરવા. કારણ કે એટલા (૪૭૦) વર્ષ વીત્યા બાદ વિક્રમ રાજા થયા છે. જેમ ૨૪૬૮ માંથી ૪૭૦ બાદ કરતાં હાલ ૧૯૮ ની સાલ ચાલે છે. આ રીતે ઈસ્વીસન લાવ હોય તે વીર સંવતમાંથી પ૨૬ વર્ષ બાદ કરવા. જેમ હાલ ૨૪૬૮ માંથી પર૬ બાદ કરતાં ઈસ્વીસન ૧૯૪૨ ચાલે છે. વિક્રમ સંવતમાંથી ૫૦ બાદ કરતાં ઈસ્વીસન ૧૯૪૨ હાલ ચાલે છે. વિક્રમ રાજા પછી ૫૦ વર્ષ વીત્યા બાદ ઈસ્વીસનની પ્રવૃત્તિ થઈ છે. ચૌદશે ચુમ્માલીસ ગ્રંથોના બનાવનાર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે દષ્ટિવદિના (૧) પરિકમે (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) પૂર્વાનુયોગ (૫) ચૂલિકા, આ પાંચ ભેદમાંના પૂર્વગતમાં ગણતા ૧૪ પૂર્વેના વિચ્છેદકાલની નજીકના સમયમાં વિચછેદ પામતા પૂર્વના ખંડેને સંકલિત (એકઠા) કરી શ્રી પંચાશક, પંચવસ્તુ વગેરે ગ્રંથ રચ્યા. એમ નવાંગી ટીકાકાર–શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે પંચાશકની ટીકા રચતાં શરૂઆતમાં જણાવ્યું છે. ૧૩-પ્રશ્ન–શ્રી આચારાંગ વગેરે અગીઆરે અગમાં શી શી બીના આવે છે? તે ટૂંકમાં જાણવાને કઈ સાધન છે? ઉત્તર–શી દેશના ચિંતામણીના પહેલા ભાગમાં મેં તે બીના વિસ્તારથી જણાવી છે. ૧૪-પ્રશ્ન–શ્રી ઉત્પાદાદિ માં શી શી બીને હતી? ઉત્તરદ્વાદશાંગીની રચના કરનારા શ્રી ગણધરદેવ શ્રી આચારાંગાદિની રચના કરતા પહેલાં ઉત્પાદાદિ પૂર્વેની રચના કરે છે, માટે ઉત્પાદાદિ ૧૪ નું નામ ચૂર્વ કહેવાય છે. તે દરેકનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ૧ ઉત્પાદન પૂર્વ—અહીં જીવાદિ દ્રવ્યના ઉત્પાદ-વ્યયબ્રોવ્ય વગેરે ધર્મોનું સ્વરૂપ જણાવ્યું છે. આ પૂર્વના ૧ કેડ પદ જાણવા. ૨ અગ્રાયણીયપૂર્વ—આમાં તમામ જાતના બીજ વગેરેની બીના વર્ણવી હતી, જેના પદ ૬ લાખ છે. ૩ વીર્યપ્રવાદ-આમાં સકરણ વર્યાદિ ભેદનું અને વીર્યવંત છનું સ્વરૂપ વગેરે બીના હતી, જેના પદ ૭૦ લાખ છે. * અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ આમાં સપ્તભંગી ગભિત સ્યાદ્વાદદર્શનનું સ્વરૂપ
SR No.522523
Book TitleJain Dharm Vikas Book 02 Ank 11
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy