________________
૩૪૨
જૈન ધર્મ વિકાસ.
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રીવિજ્યપદ્ધસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૩૦૯ થી અનુસંધાન.) હવે ઉપર જણાવેલા વીશ અતિશયવંત અરિહંત પ્રભુના બાર ગણે છે. જુઓ પુરા-વારસગુ થતા સિક્કા અદેવ રિ છત્તીલા સવજ્ઞાથા ઉપવાં સાદૂ સીવીલ “I તે ૧૨ ગુણે આ પ્રમાણે જાણવા આ ૧૨ ગુણ માં ૮ મહાપ્રતિહાર્યો, અને ૪ મૂલ અતિશયે છે. અશોક વૃક્ષ વિગેરે ૮ પદાર્થો અરિહંત મહારાજાના અત્યંત પૂજ્યપણાને જણાવનાર હોવાથી, અને જ્યારે પ્રભુને કેવલજ્ઞાન થયા બાદ કઈ જગ્યાએ સમવસરણ કદાચ ન થાય, તો પણ ઉપર જણાવેલા ૮ પદાર્થો વિહારમાં અને દેશના સમયે સતત વિદ્યમાન હોય છે. માટે તેઓની મહાપ્રાતિહાર્ય અથવા સત્કાતિહાર્ય એવી સંજ્ઞા (શાસ પ્રસિદ્ધ-નામ) છે. તે આઠ મહાપ્રાતિહાર્યો આ પ્રમાણે જાણવા. ૧. અશોક વૃક્ષ. ૨. દેવોએ કરેલી પુષ્પ વૃષ્ટિ. ૩. દિવ્ય ધ્વનિ. ૪. ચામરો. ૫. સિંહાસન. ૬. ભામંડલ. ૭. દેવ દુંદુભિ. ૮. ત્રણ છત્ર. જુઓ પુરા-વિgિ ,મજુદ, રેવ झुणिचामरासणाइं च ॥ भावलयभेरि छत्तं, जयंति जिणपाडिहेराई ।। अशोक वृक्षः सुरपुष्पवृष्टिः दिव्यध्वनिश्चामरमासनं च ॥ भामंडलं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि સિનેago શા ૧. અશોક વૃક્ષ પાસે રહેલા યક્ષો કેઈપણ વૃક્ષને અશોક વૃક્ષરૂપે પરિણમાવે છે. (વિક છે) આ અશોક વૃક્ષ મહાવિશાલ હોય છે, તથા જેઓની ઉપર ભમરા બેઠેલા છે, એવા ફૂલવાળો, શીતલ, ઉત્તમ કાંતિવાલે, મનહર અને મેટી શાખાવાલે હોય છે. તથા વાયુથી ફરકતી ઘણી ધ્વજાઓ અને ઘુઘરીઓથી શોભાયમાન હોય છે. આ અશક વૃક્ષનું વધારે સ્વરૂપ-ઉપર દેવ કૃત ૧૯ અતિશજે પૈકી ત્મા અતિશયમાં જોઈ લેવું. ૨. દેવેએ કરેલી ફૂલની વૃષ્ટિ સમવસરણમાં સર્વત્ર દેવ વિવિધ ફૂલની વૃષ્ટિ કરે છે-આનું વિશેષ સ્વરૂપ-પહેલા દેવ કૃત ૧ અતિશયો પૈકી ૧૬મા અતિશયમાંથી ઈલેવુ. ૩ દિવ્ય ધવનિ અરિહંત પ્રભુ જ્યારે દેશના આપે છે, તે ટાઈમે માલવ કૌશિક (માલકેશ) નામના રાગને અનુસરતા પ્રભુના ધ્વનિ (સ્વર) ની સાથે મળેલે બીજો પણ–તત (વીણ વિગેરે), ઘન (તાલ વિગેરે), સુષિર (વાંસળી વિગેરે) અને આનદ્ધ (મુરજ વિગેરે) એ ચારે પ્રકારના વાજિંત્રને ધ્વનિ-એક રૂપ થઈને કાનને મધુર લાગે તેમ ફેલાય છે. અરિહંત પ્રભુ માલવેકેશ રાગે કરીને જ દેશના આપે છે, તે સમયે પ્રભુની બંને બાજુએ રહેલા દેવે વીણાદિકના શબે કરી પ્રભુની વાણું મનેસ કરે છેપ્રભુની વાણુ મનહર તે છે જ, પરંતુ ભક્તિથી દેવે તેમ કરે છે.