________________
૩૭૨
- કોનધર્મ વિકાસ
શુમિત રીતે કરાવવામાં આવી હતી. દેરાસર, ઉપાશ્રય અને સરિયામને ધ્વજપતાકાઓથી શણગારવામાં આવ્યા હતા. વળી અષ્ટતરીપૂજાના રોજ અમદાવાદથી આચાર્યશ્રી વિયહર્ષસૂરીજી મહારાજ શિષ્ય સાથે આગેવાનોની વિજ્ઞપ્તિથી પધાર્યા હતા અને તેથી સંઘમાં ઘણાજ આનંદ છવાઈ રહ્યો હતે.
ઘરના મુનિશ્રી ભૂવનવિજયજી મહારાજ આદિનું ચાતુર્માસ ખેતરવસીના પાડાના ઉપાશ્રયે હાઈ પર્યુષણ પર્વની આરાધના ઘણાજ ઉત્સાહથી થવા સાથે મુનિ શ્રી ચિદાનંદવિજયજીએ અઠ્ઠાઈ તપની આરાધના કરેલ હોવાથી તે ઉત્સવના અંગે પાડાના આગેવાન તરફથી ઉપાશ્રયમાં ભાદરવા સુદિ ૬ થી સુદિ ૧૫ સુધીને અષ્ટાનીકા મહત્સવ રાખી દરરોજ ચુનંદા ગવૈયાઓએ જુદા જુદા પ્રકારની પૂજાઓ રાગ રાગણથી ભણાવવા સાથે પરમાત્માને નવનવા પ્રકારની અંગ રચનાઓ આકર્ષક રીતે કરાવવામાં આવી હતી. સમાપ્તિના દિને હીરા મોતીના દાગીનાઓની ઘણું જ ભભકાદાર આંગી રચાવવામાં આવી હતી, વળી સુદિ ૧૧ ના દિને રથયાત્રા ઘણજ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી, રથયાત્રામાં પ્રભુના ચાર ચાંદીના રથ, હાથી ઉપરાંત સાસઠ ઉપરાંત સાબેલાએથી અનહદ શોભા આવી હતી. વળી મહાવીર જન્મ દિને સૂપનના ચઢાવવામાં ૮૫૦) મણ ઘીની ઉપજ થવા સાથે જ્ઞાન દ્રવ્યની પણ સારી ઉપજ થઈ હતી, આ પ્રસંગથી કેટલાક વખત થયા પિળના લોકોમાં જે ઉદાસીનભાવ રહેતો હતો તેમાં ઘણોજ ઉત્સાહ વધી ગયું હતું.
મુદ્રક-હરલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમાનજીદ સામે-અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ, “જૈનધર્મ વિકાસ” ઓફિસ જનાચાર્ય
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. ૫૬/૧ ગાંધીરોડ-અમદાવાદ,