SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જગર જયંતિ મહોત્સવ અમાવા, ભાદરવા સુદિ ૧૧-૧૨ એમ બે દિવસના કાર્યક્રમ રાખી સદ્ગત જૈનાચાર્ય શ્રી વિજયની તસૂરિશ્વરજી મહારજના મુનિ સમુદાય તરફથી ડેહલાના અને વીરના ઉપાશ્રયે જગતનંદનીય જગદગુરૂ શ્રીમદ્દ હીરવિજયજી મહારાજની જયંતિ ઉજવવા અને દિવસ સહવારના સાડાનવ વાગે સભા રાખવામાં આવી હતી. પ્રારંભમાં આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહારાજે મંગળાચરણ કરી આચાર્યદેવના બાળ વયથી માંડીને આચાર્ય પદ્ધ સુધિની હકીકત જણાવ્યા બાદ ઉપાધ્યાય શ્રી દયાવિજયજી, કેવી ભાગીલાલ રતનચંદ, પંડિત મફતલાલ, શેઠ સુલચ દભાઈ વૈરાટી, પન્યાસ શ્રી કલ્યાણુવિજયજી, મુનિશ્રી વિદ્યાવિજયજી મુનિશ્રી રામવિજયજી, મુનિશ્રી ચરણવિજયજી, મુનિશ્રી અકવિજયજી, મી. લક્ષમીચ'દ પ્રેમચંદ, ઉદયપુરવાળા રૂપલાલજી ખારીયા આદિ વક્તાઓએ જગદુગુરૂ હિરવિજયસૂરીજીના જીવનના જુદાજુદા પ્રસંગો બાદ પિતાની છટાદાર ભાષણમાં વક્તવ્ય કરી સભાજનોને પરિચીત કર્યા હતા. અંતમાં આચાર્ય શ્રી વિજયહષસૂરીજીએ ઉપસંહાર કરી સભાની સમાપ્તિ કરવામાં આવી હતી. તેમજ વ્યાખ્યાન હોલને અને સરિયામને ધ્યવજપતાકાઓથી શણગારવા સાથે અને સ્થળે તે દિવસે પૂજાએ પણ રાગરાગણીથી ભણાવવા સાથે પરમાત્માઓને અંગરચના પણ કરાવવામાં આવી હતી. Tધનપુર ભાદરવા સુદિ ૧૧ ના સવારના નવ વાગે સાગરના ઉપાશ્રયે પન્યાસ શ્રી લાભવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને જગદગુરૂની જયંતિ ઉજવવામાં આવી હતી, વ્યાખ્યાન હાલ તથા સરિયામને વિજય પતાકાઓથી સણગારવામાં આવ્યા હતા અને હાલ ખીચોખીચ ભરાઈ ગયા હતા. પ્રારંભમાં પન્યાસજી મહારાજે મંગળાચરણ કર્યા બાદ મુનિ શ્રી રવિવિજયજી, મુનિ શ્રી પ્રકાશવિજયજી, મી. મનુભાઈ વકીલ પ્રભુલાલ, વકીલ છોટાલાલ અને વકીલ બાપુલાલ આદિ વક્તાઓએ જગદ્ગુરૂ શ્રીમદ્ હિરવિજયસૂરિશ્વરજી મહારાજના જીવનના જુદા જુદા દ્રષ્યા લઈ દરેકે પોતપોતાની છટાદાર ભાષામાં વકત્વય કર્યો હતાં. તેમજ શ્રી શાન્તિનાથજીના દેરાસરે પૂજા ભણાવવાનું અને આંગી રાખવા ઉપરાંત શ્રી નેમેશ્વરજી ભગવાનનો જિનાલયે શ્રીમદ્દ જગદગુરૂની મૂતિને આકર્ષક અંગરચના કરાવવામાં આવી હતી. સુધારી જૈન ધર્મ વિકાસના ગત અંકના પૃષ્ઠ ૩૨૯ માં “કલમનાં નખરાં?” ના હેડીંગ નીચે જે સમાચાર આવેલ છે. તે હેડીંગના બદલે “ચતુર્વિધ સંઘના કદમે કદમે” એ હેડીંગ સમજવું. સદર હેડીંગ પૃષ્ઠ ૩૩૧ ના લેખનું હતું. પરંતુ સરતચૂકથી પૃષ્ઠ ૩૨૯ના લેખમાં હેડીંગ મૂકાઈ ગયું હતું માટે પૃષ્ઠ ૩૨૯ વાળા લેખનું હેડીંગ “ચતુવિધ સંઘના કદમે કદમે” સમજવું. * તંત્રી
SR No.522523
Book TitleJain Dharm Vikas Book 02 Ank 11
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy