________________
૩૬ર
જૈનધર્મ વિકાસ,
હે આત્મન ! આ શરીર જેવાં અનંત શરીરે દેવ, મનુષ્ય, પશુ, પ્રાણ અને તેથીએ સુમ નીનાં તેને અનંત વખત કર્મના યોગે મળ્યાં છે, અજ્ઞાનવશે તેં તે તે શરીરે દ્વારા અનંત વખત વિષયના પદાર્થો ભોગવ્યા છે. ચકવતી દેવેન્દ્રના શરીર દ્વારા પાંચે ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષયે તે ભગવ્યા છતાં વિષય ભેગની તૃષ્ણા તારી સંતોષ ન જ થઈ, એટલું જ નહિ પણ ઉલટી તે તૃષ્ણ અનંત ગણું વર્ધમાન થઈ છે. આ બતાવે છે કે જગતના દેખાતા સારા પદાર્થો, સુંદર ગાન, રમણિય દેવાંગનાઓ, મિષ્ટાન ભેજને વગેરે ઇન્દ્રિય ભોગ્ય વસ્તુઓ જરા પણ સુખજનક નથી. જે તે કાયમની સુખજનક હેત તે દેવેન્દ્રાદીના દેહમાં તે વસ્તુ મળેલ છતાં કાયમનું સુખ કેમ ન મળ્યું ? અને આ અનંત દુઃખજનક સંસારમાં ભમવાનું કરમે કેમ રહ્યું? વાસ્તવિક દ્રષ્ટિએ આ વસ્તુઓ સુખજનક હોવી તે દુર રહી પણ ભયંકર આત્મઘાતી વસ્તુઓ હાઈ, આત્માથી જીવે તેનાથી બહુ ચેતવાની ક્ષણે ક્ષણે જરૂર છે.
આ જગતમાં પ્રત્યેક જીવાત્મા સુખ મેળવવા ચાહે છે અને તેથી તે મેળવવા તેના બધા પ્રયત્ન હોય છે. વિદ્વાન પુરૂષો સુખની વ્યાખ્યા આપે છે કે, “જે સદા સર્વદા સુખ રૂપે રહે યાતે જે સુખના અંતે દુઃખ ન હોય તે સુખ” હે ભાઈ! વિચાર કર, કે ગમે તેવું ચકવતીપણું, અનંત રૂઢિ, મલે છતાંયે તેને એક વખતે અંત આવવાને હેઈ, તેને છેડી એક વખત ચાલ્યા જવું નિશ્ચિત હોઈ તે વખતે ઘણા વખતની તે અપાર સુખ ભોગવતા જીવાત્માને તે છોડતાં કેટલી વેદના થશે? શું આ સુખ કહી શકાશે નહિ જ, હવે આવું અંત વગરનું સુખ જગતમાં ક્યાં છે. તે વિચારીએ, મેહગ્રસ્ત જીની બુદ્ધિ પૂર્વ ઉપાજિત કર્મ સંસ્કારની ઘડાયેલી હેતાં વાસ્તવિક સુખ મેળવવાના સત્ય રસ્તાનું ભાન ન થયેલ હતાં તે જીવો બિચારા સંસારના દેખાતા નામ રૂપ વાળા પદાર્થો મેળવવામાં અને ભોગવવામાં સુખ મલતું હોય એમ માને છે. તેથી તે પદાર્થો મેળવવા આરામ છોડી રાતદિન પરિશ્રમ કરે છે. પૂર્વક સાનુકુળ હોય તો તે પદાર્થો મલે છે. તે પ્રાણી ક્ષણિક સંતેષ મેળવે છે. પણ તેટલામાં તે પદાર્થ નાશવંત હાથે કર્મશક્તિની ચેજના અનુસાર તેની પાસેથી દુર થઈ જાય છે, તે વખતે પેલા બિચારા પ્રાણી ઉપર દુઃખના ડુંગર તુટી પડે છે. બીજે આત્મા કે જે જગતના પદાર્થો મેળવવા આકાશ પાતાળ એક કરે છે. પણ પૂર્વકર્મ પ્રતિકુળ હોવાથી તે વસ્તુ તેને નથી મલતી તેથી ખેદ, ચિંતા, ફિકરમાં ગમગીન રહે છે. હે આત્મન્ ! અને જેના પ્રયત્ન તદ્દન ઉલટી દિશામાં હોઈ સુખ મળવું તેં દૂર રહ્યું પણ ઉત્તરોત્તર આત્માની અધોગતિ થતી હોઈ દુઃખના ડુંગરે ખડા કરે છે.
(અપૂર્ણ)