________________
છેલ્લું સંવેદન.
૩૧
છેલું સંવેદન. લેખક-સ્વ. શ્રી ચીમનલાલ ન્યાલચંદ મહેતા [સંપાદક –બાપુલાલ કાલિદાસ સધાણી “વીરબાલ મોરવાડા]
શ્રી અરિહંત પરમાત્મા કે જેમણે પોતાના આત્માને અરિ એટલે દુશમન રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરેને આત્મ વિચારણાએ ઓળખી, આત્મવીર્ય પુરાયમાન કરી, પ્રચંડ ધ્યાન ગે નાશ કરી પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી કાયમના માટે અનંત આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી છે. તેમને આપણું નમસ્કાર થાઓ, અને તે મહાન સિદ્ધ સ્વરૂપ મહાત્માનું આપણને શરણ પ્રાપ્ત થાઓ, તેમજ તે મહાત્માઓએ જે રસ્તે પતે ચાલી પેતાના આત્મ શત્રુઓને હઠાવેલ છે. તે રસ્તા જગતના મેહગ્રસ્ત જીવન ઉપકાર અથે બતાવી આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. તે શુભ રસ્તે કે જે જૈન ધર્મના નામે ઓળખાય છે, તે સત્ય ધર્મનું અને તેના સંચાલક, તેમજ તે મુજબ પેતાનું જીવન ગાળવા મથતાં પુનિત મુનિ મહારાજેનું પણ આપણને દરેક ભવમાં શરણ પ્રાપ્ત થાઓ. | હે જીવાત્મા! આજે તારી વ્યાધિગ્રસ્ત સ્થિતિ તારા ચિત્તને બહુ જ કલુષિત બનાવી રહી છે. તારૂં ચિત્ત મોહગ્રસ્ત હોવાથી જગતના વસ્તુ સ્વરૂપનું તને વાસ્તવિક જ્ઞાન ન હોવાથી, દેહ એજ આત્મા છે આવું વિપરીત તને ભાન હોવાથી, તને આ શરીર છોડવું બહુ અસાધ્ય લાગે છે અને તેથી તે બહુ જ અનિષ્ટ પરિણામ સેવી આ તારા આત્માનું અકલ્યાણ છેવટના ટાઈમે પણ કરી રહ્યો છે. પણ તું તારી વિવેક બુદ્ધિને જાગૃત કરી વિચાર કે ખરેખર તું કેણુ છે? તું એક એવું તત્વ છે કે, જેનામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્યનું અસ્તિત્વ છે. જે સદા સર્વદા સર્વ જગાએ હાજર છે. જે અજન્મઅવિનાશી છે. અનંતકાળ પહેલાં પણ તે હતું. અને અનંતકાળ પછી પણ તે હશે, અનંત કર્મસમૂહો દેહરૂપે તને વળગ્યાં, ભેગવાયા, ખરી ગયા. અને નવીન મળ્યા છતાયે સત્તા રૂપે તું તે તેને તેજ છે. પણ બન્યું છે એવું કે તારા તે સત્ય સ્વરૂપને તું ભૂલી ગયા છે અને જે ક્ષણે ક્ષણે નાશવંત, ભયંકર દુખપરિણામિક એવું જડ પુદ્ગલ દ્રવ્યના બનેલ દેહને સ્વમાની, તેની સુશ્રુષામાં તેની પ્રત્યેક ઇંદ્રિયની ઈચ્છાને તૃપ્ત કરવા બહુ જ પ્રયત્ન કરવામાં અને તે પ્રયત્ન કરતાં પણ ઈન્દ્રિય તૃપ્તિ ન થાય તે ખેદ કરવામાં તું હારે અમુલ્ય વખત ગુમાવી રહ્યો છે અને તેમ કરવામાં તારા આત્મ સ્વરૂપ ઉપર જુદા જુદા પ્રકારના કર્મ આવરણનાં અનંત પડે ચડાવી કેટલીએ ભવિષ્યની અંદગીઓ દુઃખમય જોગવવાનું તું પિતે નિર્માણ કરી રહ્યો છે. તેની તને કેમ વિચારણા નથી?