________________
૩૩૬ "
જૈનધમ વિકાસ.
ભાગમાં લઈ ગયા. બાદ વ્યાખ્યાન હાલમાં બન્ને પક્ષો વચ્ચે ઉશ્કેરાટને અગ્ની ખૂબ જ વધી જાય હતે.
પ્રવર્તક કાતિવિજયજી મહારાજના સ્વર્ગગમનની ભક્તિ માટે ગતાંકમાં સૂચવ્યા મુજબ અષ્ટાદ્વીકા મહોત્સવ માટે ભંડળ કરવા ચાર સદગૃહસ્થની કમિટિ નીમેલ, તે કમિટિએ આસરે રૂા. ૬૨૫)નું ફંડ એકત્ર કરી શ્રાવણ સુદ ૩ થી આદિશ્વરજીના મોટા દેરાસરે ઘણું જ ઠાઠમાઠથી આડંબરયુક્ત ચુનંદા, ગવૈયાઓએ રાગરાગણીઓથી આઠ દિવસ ભારે પૂજાએ ભણવવા સાથે દરરોજ જુદીજુદી કૃતિની આંગીઓ કરાવવામાં આવેલ હતી. સમાપ્તિના અને સ્વર્ગવાસના માસ દિનના દિવસે રૂા. ૧૫૦ ખર્ચીને આંગી તદન બાદલાની કરાવવા ઉપરાંત મૂંગા પશુ પક્ષીઓની વીસેક છત્રીમાં જાર, ખોડાઢેરની પાંજરાપોળના અને ગામના રખડતાં જાનવરોને ઘાસ તેમજ ગરીબ અનાથોને રોટલાઓ વહેંચવા ઉપરાંત આઠે દિવસ શાન્તિનાથ અને ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરે પણ બાદલાની આંગીએ રચવવામાં આવી હતી. દરરોજ સવાર, સાંજ જન સ્વયંસેવક મંડળનું બેન્ડ અને રાતના આદિ જીન મંડળી પિતાની સેવા આપી ભક્તિને લાભ લેતા હતા.
ઘેલા (મારવા!) પન્યાસશ્રી વિકાસવિજયજી અહીં ચાતુર્માસ રેકાયેલા હેવાથી અસાડ સુદિ ૧૦ થી શ્રીભગવતી સૂત્ર વંચાવવાનું સંઘે ઘણી જ આડંબરિક ધામધુમથી શરૂ કરાવેલ છે. તેમજ પૂજ્ય પ્રવર્તકજી મહારાજના અવસાનના સમાચાર આવતા સકળ સંઘની સાથે દેવવંદન કરી અષ્ટાદ્વીકા મહત્સવ કરવાનું સૂચવતાં સંઘે ઉત્સાહથી ભંડોળ કરી અસાડ વદી ૩ થી અષ્ટાદ્વીકા મહોત્સવનો પ્રારંભ કરેલ છે જે વદી ૧૩ ના સમાપ્ત થયેલ છે.
મારા આચાર્યશ્રી વિજયલલિતસૂરીજી આદિ ઠાણું ૪ અત્રે ચાતુર્માસ હોઈ તેઓશ્રીના સદુપદેશથી શ્રાવણ સુદિ ૫ ના સ્નાત્ર મહોત્સવ થયેલ, જેમાં ૧૧૬ સ્નાત્રીઆ થવા સાથે પૂજા કળશ આદિની ઉછામણીના રૂ. ૨૦૦) ઉપજ્યા હતા. વળી શેઠ મણલાલ છગનલાલ તરફથી નવકાર મંત્ર આરાધન તપની તપસ્યા શરૂ કરાવેલ છે. જેમાં આશરે ૧૦૦ વ્યક્તિઓએ પ્રવેશ કરેલ છે, અને નેવે દિવસના એકાસણા જુદા જુદા વ્યક્તિઓ તરફથી નેંધાઈ ગયા છે.
અહિના આયંબિલખાતાને પણ આચાર્યશ્રીના પધારવાથી પૂના જીવન મળેલ છે. અને હાલ આયંબિલ કરનારાઓની સંખ્યા વધે જ જાય છે. તેમજ આર્થિક સહાય પણ પૂજ્ય ગુરૂવર્યના ઉપદેશથી મળે જાય છે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમા મજીદ સામે-અમદાવાદ પ્રકાશકઃ | ભેગીલાલ સાંકળચંદ શેઠ જૈનધર્મ વિકાસ ઓફિસ જનાચાર્ય
વિજયનીતિસૂરીશ્વરજી વાંચનાલય. પ૬/૧ ગાંધીરેડ-અમદાવાદ