________________
જનધર્મ વિકાસ,
શ્રી ભ ગ વ તી સૂગ ની
વ ચ ના
ઢવાની ૪. શેઠ ભગુભાઈ ચુનીલાલભાઈ સુતરીઆ તરફથી લવારની પિળના ઉપાશ્રયે દ્વિતીય જેઠ સુદિ ૧૧ ના રોજ મહાન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રની વાંચનાને આચાર્યદેવ શ્રીવિજયહર્ષસૂરિજી મહારાજ પ્રારંભ કરવાના હોવાથી, તેજ દિવસના મંગળ પ્રભાતના આઠના સમયે શેઠશ્રીના મકાનેથી બગીને જરિયન ગાલીચાઓ અને પુલોથી શણગારી, ચાંદીને જરિયાન રૂમાલ સાથેના થાળમાં સૂત્રને પધરાવી, બેડેના ગજારવ અને અમદાવાદની જન કેમના મુખ્ય આગેવાન અને નાગરીકેના મોટા સમૂહ સાથે વરઘોડાને પ્રારંભ કરી, ચાંદલા એળ, કંઈ એળ, રેશમી કાપડ બજાર, સરાફ બજાર, માણેકચોક, શેરબજાર આદિ સ્થળોએ ફરી લવારનીપળના ઉપાશ્રયે વરઘેડે આવતા, બગીમાંથી પુસ્તક શેઠશ્રીના પૌત્ર ઉપાશ્રયમાં લઈ જઈ પૂજ્ય ગુરૂવર્યને વાંચવા માટે વહોરાવ્યું હતું. આ પ્રસંગે શેઠશ્રી તરફથી મતીને સાથીએ બનાવરાવી મૂકવામાં આવેલ હતું. તેમજ વાંચવાનો પ્રારંભ કરવાની આચાર્ય શ્રી વિજયસૂરીજી મહારાજને વિનંતી કરતા તેઓએ પ્રારંભ કરતા પહેલા શેઠશ્રીએ સેના મહારથી અને કુટુંબીજનો તથા સકળ સંઘે રૂપાનાણુથી સૂત્રનું જ્ઞાન પૂજન કરતા આશરે પાસની આવક થવા પામેલ હતી. આ રીતે પૂજન વિધિ સમાપ્ત થતાં આચાર્યદેવે પોતાના બુલંદ અવાજથી મંગળાચરણ કરી સૂત્રને પ્રારંભ કરતા સૂત્રની પીઠીકા ઘણી જ સુંદર રીતે સભાજનેને સમજાવી હતી. પારસી ભણાવ્યા પછી ભાવનાધિકારે મહાબલ મલયસુંદરીનું ચરીત્ર પણ છટાદાર શૈલીથી વાંચી સભાજનેને ઉત્સાહિ બનાવ્યા હતા. પૂજ્ય આચાર્યદેવની આજ્ઞાથી સુદિ ૧૨ થી નિયમિત સૂત્રની વાંચના પન્યાસજી શ્રીકલ્યાણુવિજયજી વાંચતા હોઈ શ્રોતા ગણુની સારી હાજરી થાય છે. આ મહાનસૂત્રની વાંચનાનું તમામ ખર્ચ શેઠશ્રી તરફથી કરવાનું હોઈ દરરોજ રૂપીઆ સવાથી શેઠશ્રી જ્ઞાનપૂજન કરે છે. વ્યાખ્યાનની સમાપ્તિના અંતે શેઠશ્રી તરફથી શ્રીફળની પ્રભાવના કર. વામાં આવી હતી. માનવમેદનીથી ઉપાશ્રય ઉભરાઈ રહ્યો હતે.
ચામડાની ઢ–પન્યાસજી શ્રીઉદયવિજયજી મહારાજના સદુપદેશથી સામળાની પળના આગેવાનોએ ફંડ એકત્ર કરી દ્વિત્ય જેઠ સુદિ ૧૫ ના રોજ ઘણાજ આડંબરયુક્ત પૂજ્ય પન્યાસજી પાસે શ્રી ભગવતીસૂત્રની વાંચના શરૂ કરાવેલ છે. દરરોજ રૂપા નાણાથી જ્ઞાન પૂજન કરવામાં આવે છે, ઉપાશ્રય આ સાલમાં ન થવા છતાં જનતા વ્યાખ્યાનને સારો લાભ લે છે. ભગવતી સૂત્ર વહોરાવવાની ઉછામણુમાં પાંત્રીસ મણ ઘીની ઉપજ થયેલ હતી. એકંદર ઉત્સાહ ઘણે સારે છે.