________________
२८०
જૈનધર્મ વિકાસ.
સંપ્રતિના સમયમાં કલ્પસૂત્ર-આરસા વગેરે આગામે પુસ્તકારૂઢ થયાં હતાં કે ? પુસ્તકારૂઢને કાળ ૯૮૦ (૩) વર્ષને બતાવવામાં આવે છે. પુસ્તકારૂઢ થયા બાદ કલપસૂત્ર સંઘ સમક્ષ વંચાવવાનું સરૂ થયેલું દેખાય છે. સંપ્રતિના સમયમાં પુસ્તકારૂઢને અભાવ દેખાય છે. તો પુસ્તકારૂઢ વગર સ્વપ્નો કઈ રીતે બતાવવામાં આવે તેજ ડો. ત્રિભવનદાસ ખ્યાલ કરે તે આવી વસ્તુઓ ઈતિહોસથી અવળી સમજાવવાને કદી પણ પ્રયાસ કરે નહિ.
કલ્પસૂત્રનું વાચન સંઘ સમસ્ત થતું હતું. પણ સ્વપ્નાદિ બતાવવામાં આવતાં નહોતા. તે વાત બરાબર સમજી કલ્પનાને સૂત્રદ્વારા સાંધી જે લખાણ લખાય તે જ વાત ઈતિહાસના પ્રમાણભૂત માની શકાય. બાકી અસત્ય ઈતિહાસ શાસનને નુકશાન રૂપ નીવડે છે. અને તે તમારા આત્મા અને શાસનને લાભદાયી નથી હોતે તે ખ્યાલમાં રાખવા ખાસ ભલામણ છે.
પા. ૧૧૦ ચૌદમું શાસન (ગિરનાર) આ શાસનમાં ગિરનાર ઉપર કેટલાં દેરાસર બંધાવ્યાં છે તેને પણ ઉલ્લેખ કરેલ નથી. જે પ્રિયદશિનને સંપ્રતિ તરીકે ઠાવવામાં આવે તો સાથે દેરાસરને પણ શિલાલેખોમાં ઉલ્લેખ કરવામાં આવ્યા હોત; પણ શિલાલેખો અશોકના જ હોવાથી તેનો ઉલ્લેખ નથી તે ડે. અવશ્ય ધ્યાનમાં લેશે.
પા. ૧૨૪ જૈન શાસ્ત્રો કાતિક સુદ ચૌદશ, ફાગણ સુદ ચૌદશ, ને અસાડ સુદ ચૌદશને ચાતુર્માસી તરીકે ઓળખાવે છે. હંમેશાં તેમજ આ ત્રણ વર્ષને બાકીની નવ ચતુર્દશીએ કરવાની ધાર્મિક ક્રિયાઓ અને આ મહત્વની ત્રણ ચાતુર્માસીએ કરવાની ધાર્મિક ક્રિયાઓમાં પણ તફાવત હોય છે. પાપની આલોચનાને માટે જેને પ્રતિક્રમણ કરે છે.
| વિગેરે શાસન પર વિચારતાં કાલિકાચાર્ય મહારાજથી સંવત્સરી ભાદરવા સુદ ૫ ના બદલે ચેથ નિર્માણ થયેલી આપણે સાંભળેલી છે. જ્યારે ચેાથ થયેલ ત્યારે ચાતુર્માસી પુનમના બદલે ચૌદશ થયેલી આપણે સાંભળેલ છે. છતાં 3. સંપ્રતિના સમયે ચૌદશ હશે એમ લખે છે તે પણ વિચારવા જેવું મને લાગે છે. કયાં ચૌદ પૂર્વધરને સમય! અને કયાં એક પૂર્વધરને સમય. બંનેમાં કેટલું અંતરૂં. તેનું જ ધ્યાન ડો. આપશે એવી મારી ધારણા છે.
આટલી ટુંક નેંધ પર ડો. ત્રિભવનદાસ વિચારશે તે તેના જે વિચારે છે તેમાં ફેરફાર કરશે, અને પ્રિયદર્શિનના ઉફે સંપતિના જે શીલાલેખો ઠરાવે છે, તે શિલાલેખો અશોકનાજ છે તેમ હૃદયમાં ઉતારશે. જેટલું લખાણ લખેલ છે તે લખાણને જુદા રૂપમાં લઈ હાર પાડશે તે તેઓ ખરા ઈતિહાસકાર ઠરશે. લોકોને પણ વાંચતાં આનંદ થશે. વાસ્તે ઈતિહાસકાર સત્ય ઈતિહાસને હાર પાડશે તેજ ભલામણ છે કિબહુના ઈચલમ.