SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ વિકાસ. SON, ધર્મે વિચાર લેખક-ઉપાધ્યાય શ્રી સિદ્ધિયુનિ. . (ગતાંક પૃષ્ઠ ૨૧૫ થી અનુસંધાન) . ઓ! સધવા! તારે પતિ એજ તારી શોભા અને ગૌરવ છે. તેને પ્રસન્ન કર્યા પછી તારે બીજા કેઈને પસંદ કરવાનું છે જ નહિ, હેતું જ નથી. તારે પતિ તારી શોભા, શિયળમાંપાતિવ્રત્યમાં જેટલી જોઈ શકશે, તેટલી કદિ પણ અંગ વસ્ત્રાદિ અન્ય કાંઈમાં નહિ જ જુવે. તું કુલીનતા અને મર્યાદાથી સજ, પણ મિથ્યા અતિરેક કરી ઉદુભટ થતી અટક, ઓ ! પુણ્યશીલ વિધવાઓ તમે આ સધવાઓના ગુરૂ થવાને લાયક બની જાઓ. તમારા આદર્શથી તેમને તમે અતિ ચંચળ થતી કે બેવફા થતી અટકાવે. વિચારો કે તમે કેવી રીતે વર્તશે તે આદર્શ ભૂત બની શકશે. (૧૨) એ અચળ અને અબાધિત સત્ય છે કે, સર્વ કાળમાં વિધવાના જીવન કરતાં જૈન સાધી જીવનમાં ઘણી જ વિશેષતા છે. સાધ્વી જીવનમાં એક સ્થળે સ્થિર રહેવાતું નથી. વીશ વસા દયાનું પાલન કરવાનું હોય છે. લેચાદિ કષ્ટો આવશ્યક હોય છે. વાહનનો ઉપયોગ સર્વથા કરાતું નથી. વિવિધ પરિરૂ વિહો અને અનેક વિધ ઉપસર્ગો સહેવા પડે છે. આમ અનેક રીતે સાધવીપણાનું જીવન દુષ્કર-દુગ્ધાલય છે. તેને નિવહ ન કરી શકે એવી વિધવાએ ગૃહસ્થાશ્રમમાં રહી શ્રાવિકાનાં સમ્યકત્વમૂલ બાર વ્રત ધારણ કરી જીવન નિર્વાહ કરે. ઘણી રીતે તેમને સાઠવી જીવનની અમુક રીતભાતેમાં રહેવું પડે છે. કારણ શિયળ રક્ષણની પ્રત્યેક બાબત અમુક અંશે તેમને સાધ્વી વર્ગની જેમ સ્વીકારી જીવન વીતાવવું પડે છે. યથાયોગ્ય શિયળની નવવાડે પળાવવામાં બેદરકારી રાખવામાં આવે એજ વિધવાઓના પવિત્ર જીવનને નાશ થવાનું સંભવિત કારણ છે. વિધવાએ કાંઈ લહાવ લીધા નથી એવી સમજથી જે સંબંધીઓ તેને વેશ રખાવી, આત્મસંતોષ કે આત્મ પ્રસન્નતાને વિવેક વિસારી દઈ કેવલ હસતી રમતી કરવામાં તેને અને પિતાને આનંદ માને છે, તેઓ તે બીચારી અનyભવીને અમૃતના એઠા નીચે કઈ કાતીલ વિષપાન કરાવે છે. એવી રીતે હસતી રમતી રાખતાં તેઓના ઉરમાં દમન કરવા ગ્ય છુપી રહેલી વાસનાઓ જાગી - ઉઠે છે, અને પરિણામે તેઓ કામથી, વિયોગથી, બેઆબરૂ થવાના ભયથી - ઉન્ન થતાં દુઃખથી અને શારીરિક તથા માનસિક રોગથી પીડાતી થઈ જઈ સદા રડતી જ થઈ જાય છે. જેની પાસે બ્રહ્મચર્ય પળાવવાનું માનેલું છે,
SR No.522520
Book TitleJain Dharm Vikas Book 02 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy