________________
૩૯
વિરહ-વેદના વ્યકેત સભાએ. જૈન શાસનના ચમકતા સિતારા નિમિત્તે ઠેર ઠેર ભરાયલી વિરહ-વેદના વ્યક્ત સભાઓ.
અમાવાવ. ૧ સામળાની પોળ, ૨ લવારની પળ, ૩ ડોસીવાડાની પોળમાં શ્રી વિજયનીતિસૂરિજી સમાજ સેવા મંડળ તરફથી સામળાની પળમાં બાવરીઆના ખાંચાના ચોગાનમાં પિસ વદિ ૪ના રાત્રીના આઠ વાગે આચાર્ય દેવના સ્વર્ગવાસના માટે શક પ્રદર્શિત કરવા સભા ભરવામાં આવી હતી.
પ્રારંભમાં અધ્યક્ષની નિમણુંક થયા બાદ પૂજ્ય આચાર્યદેવના ખૂબજ સહવાસી રાધનપુરના શા. લક્ષ્મીચંદ પ્રેમચંદભાઈએ આચાર્યશ્રીના જીવનના ઘણા પ્રસંગે વ્યવસ્થિત રીતે સભાજને સનમુખ રજુ કરી શ્રોતાગણને માહિતગાર કર્યા હતા. બાદ શેઠ ચીમનલાલ નગીનદાસ બગિના સુપ્રીટેનડેન્ટ મી. કુલચંદભાઈએ આચાર્યદેવના જીવનમાંના બોધપ્રદ પ્રસંગો સભામાં પિતાના છટાદાર વક્તવ્યથી રજુ કરી સભાજનેને ખૂબજ રંજિત કર્યા હતા. વળી સામળાનીપળના આગેવાનોએ અને સેવા સમાજના સભ્યોએ પણ આચાર્ય મહારાજના ગુણાનુરાગ કહેવા સાથે તેમને જીવનમાંની ગાંભિર્યતાને આપણું હદમાં સ્થાન આપવાની વિનવણું કરી હતી. આચાર્યદેવના જીવનચરિત્રને છપાવી તેને પ્રચાર કરવાની સમાજની ભાવના વ્યક્ત કરતાં તેને પિત્સાહન આપવાની સામળાનીપળના આગેવાને મી. લક્ષ્મીચંદભાઈએ વિનવણી કરતાં જણાવ્યું કે પૂજ્ય આચાર્યદેવના સ્મારકગ્રંથ તરીકે આપ શ્રીમાનની મદદથી જીવનચરિત્ર બહાર પાડવામાં આવે અને તેની જાહેરાત આજની મિટિંગમાં થાય તે તે આવકારદાયક ગણાશે. આ વિનવણને સ્વીકાર કરી મિટિંગમાં જ ચાર પિળના આગેવાનો સાથે એક સમાજના સભ્ય એમ પાંચ જણાની આ કાર્યને પરિપૂર્ણ કરવા એક કમિટિની જાહેરાત કર્યા બાદ બધાએ ઉભા થઈ અમુક સમય મહૂમના શાન્તિ ઈચ્છવાની પ્રાર્થના બદલ ચુપકિદી જાળવી દિલગીરીદશક ઠરાવ પસાર કરી સમય થતા સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
શ્રીલવારની પિળના ઉપાશ્રય તરફથી પોષ વદિ ૫ ના સવારના નવ વાગે વિરહ વેદના વ્યક્ત સભા ભરવામાં આવી હતી, સભામાં શહેરના દરેક ઉપાશ્રયેથી મુનિવર્યો અને સાધ્વીઓ પધારવા ઉપરાંત શ્રોતાગણથી હલ ખીચેખીચ ભરાઈ ગયો હતો.
પ્રારંભમાં અધ્યક્ષસ્થાને આચાર્યદેવ અને અનુગાચાર્ય પન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજની ઓઈલપેઈન્ટ ફેટાને મૂકી પન્યાસશ્રી શાન્તિવિજયજીએ પ્રારંભિક વિવેચન કરતાં મહૂમની ઉદારતા અને સેવામય ભાવના ઉપર ખૂબ જ