________________
૨૪૦
જૈનધર્મ વિકાસ
પ્રકાશ પાડયો હતો. બાદ આચાર્યશ્રી પદ્યસૂરિજી મહારાજ, મુનિશ્રીદર્શનવિજયજી મુનિશ્રીવિદ્યાવિજયજી, શેઠ મયાભાઈ સાંકળચંદ, શેઠ ભેગીલાલ ભુદરદાસ, પંડિત ભગવાનદાસ, પંડિત મફતલાલ કવી પ્રેમી, શા. ચંદુલાલ મોતીલાલ, કવી ભેગીલાલ, શા. લક્ષમીચંદ પ્રેમચંદ આદિ વક્તાઓએ મહૂમના જીવન પિકીના જુદા જુદા પ્રસંગે પર અસરકારક રીતે છટાદાર પદ્ધતિએ વિવેચને કરી સભાજનેને માહિતગાર કર્યા હતા. તેમજ મહૂમના અવસાનથી નકે મને, સમાજને અને આપણને એક ન પૂરી શકાય તેવા નરરત્નની ખેટ પડી છે, કે જે ખેટ પૂરાવી સદાને માટે પણ મૂશ્કેલ જણાય છે, તેમ જણાવી તેમના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવાની જવાબદારી આપણી અને તેમના શિષ્યની છે, તેમ સમજી તેમના આરંભેલા દરેક કાર્યોને પૂર્ણ કરવા આપણે બધાએ કટીબદ્ધ થઈ તે કાર્યો પૂર્ણ કરીએ તે આપણે તેમનું સાચુ સ્મારક કરેલ છે તેમ જનતા સમજશે. માટે તે કાને પૂર્ણ કરી તેમનાં પગલે ચાલવા દરેક વક્તાઓએ શ્રોતાજનેને અને તેમના શિષ્યોને વિનવણી કરી હતી. બાદ સમય બહુ થવાથી સભા બરખાસ્ત કરવામાં આવી હતી. ઉપરાંત મેનેજીંગ કમિટિએ દિલગીરીદર્શક ઠરાવ પસાર કરી ઉદયપુર મેક હતે.
ડહેલાના ઉપાશ્રય તરફથી પિષ વદિ ૮ના સવારના નવ વાગે વિરહવેદના વ્યક્ત સભા હેન્ડબલે કાઢી ભરવામાં આવી હતી. સભામાં શહેરના ઉપાશ્રના સાધુઓ, સાધ્વીઓ ઉપરાંત તાજનેથી હાલ ચીકાર ઉભરાઈ રહ્યો હતે.
પ્રારંભમાં ગાદિ ઉપર આચાર્યદેવ તથા પન્યાસશ્રી મેહનવિજયજી મહારાજના ઓઈલપેઈન્ટ ફેટાએને પ્રમુખસ્થાને મૂકી પન્યાસશ્રી શાન્તિવિજયજીએ પ્રારંભિક શરૂઆત કરી મહૂમના જીવન ઉપર કાંઈક પ્રકાશ પાડ્યા બાદ મી. લક્ષ્મીચંદ પ્રેમચંદ, કવી ભેગીલાલ, પંડિત ભગવાનદાસ, પંડિત મફતલાલ, પંડિત ગિરજાશંકર, શેઠ અનુભાઈ કાળીદાસ, શેઠ ભેગીલાલ ભૂદરદાસ, કવી પ્રેમી, આદિ અનેક ભક્તજનેએ મહૂમના જીવનના અનેક પ્રસંગે ઉપર મનનીય વિવેચને કરી સમાજનેને અછો ખ્યાલ આપે હતા. તેમજ તેમના આરંભેલા દરેક અધુરા કાર્યોને પૂર્ણ કરવાની જવાબદારી તેઓના શિષ્ય અને આપણા ભક્તજનની છે, માટે આપ દરેક વ્યક્તિ મનમાં નિશ્ચય કરી લેશે કે પૂજ્ય આચાર્યદેવના આરંભેલા દરેક કાર્યો આપણે પૂર્ણ કરવાના છે. માટે યથાશક્તિ તન, મન અને ધનથી તે દરેક કાર્યોમાં સાથ પૂરાવા દરેક વક્તાઓએ ખૂબજ ભાર પૂર્વક વિનવણી સભાજનને કરી હતી. તેમજ તેમના માટે એક સ્મારક કરવાની -કણ સૂચના રજુ કરાયેલ હતી. આ પ્રમાણે દરેક વક્તાઓએ સમયોચિત વિવેચન કરતા દિલસોજી વ્યકત કરી હતી. અંતમાં સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
શ્રીશાતિચંદ્ર સેવાસમાજ તરફથી તા. ૮-૧-૪રના શાન્તિનાથની