________________
અહંત દર્શન અને ઈશ્વર.
૨૧પ
કલ્પી શકાય તે સર્વથી દર અતિદુર રહેવા પ્રયત્ન કરે અને સતીત્વના સુપ્રસિદ્ધ શૈર્યથી ચંચળ થતા ચિત્તને ચાંપી દેવા ચુકવું નહિ.
ઓ! બ્રહ્મચારિણીઓ ! તમારી શોભા અને સાંદર્ય તમારા બ્રહ્મચર્યમાં સમાયેલાં છે, પણ બીજી કઈ રીતે તમારી બાહ્ય સજાવટમાં નથી. ઓ! પવિત્ર ને માનનીય માનિની વિધવા ! તું કેશ સમારવામાં, ચાળી ચાંપીને તંગ કરવામાં કે સિન્દરી સમારવામાં શું પડી છે ! તારૂં શિયળ ને ચારિત્ર્ય તે વિના પણ તને અદ્દભૂત રીતે શોભાવી રહ્યું છે. તું મેલથી મેલી દેખાતી હશે, પણ તેથી શું થયું? તું શિયળથી અને સુંદર નીતિમત્તાથી સાવ ઉજળી અને સ્વચ્છ છે. સ સજજન જગત તને નમસ્કાર કરી રહ્યાં છે. ઓ! વિધવા !
(અપૂર્ણ)
અહંત દર્શન અને ઈશ્વર.. લેખક-મણીશકર કાળીદાસ વિદ્યશાસ્ત્રી (જામનગર) : (પુ. ૨, અંક ૨ પૃષ્ઠ ૫૪ થી અનુસંધાન.).
મિમાંસક અને ઈશ્વર ઉપરના દર્શન શાસ્ત્રોની ઈશ્વર તત્વની માન્યતા વિષે વિચાર કર્યો, તે સર્વ દર્શને માત્ર સાંખ્ય વિના તમામ ઈશ્વરને સર્વજ્ઞ તરીકે સ્વીકારે છે. ત્યાં મિમાંસકે ઈશ્વરના અસ્તિત્વપણને તેમજ તેના વાદને વિરોધ કરે છે. એમની એકજ દલીલ છે કે સર્વજ્ઞતા શબ્દ વિષે જનતા અંધારામાં છે. અને સર્વજ્ઞતા વિષે કોઈએ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી, કારણકે સૂક્ષ્મ વિચારથી જોતાં સર્વજ્ઞતા એ એક અસંભવિત વસ્તુજ છે.
न आगमविधिः कश्चिन्नित्यः सर्वज्ञ बोधक। न च मंत्रार्थ वा दानं तात्पर्य मवकल्पते ॥२॥ न चान्यार्थ प्रधानैस्तैस्तदस्तित्वं विधीयते ।। न चानुवादितुं शयः पूर्व मन्यैरबोधितः ॥३॥
अनादे रागमस्यार्थो न च सर्वज्ञ आदिमान् । • कृत्रिमेणत्व सत्येन स कथंप्रतियाद्यते ॥४॥ अथ तद्वचने नैव सर्वज्ञोऽन्यै प्रतीयते। प्रकल्पत् कथं सिद्धिरन्योन्याश्रयोस्तयोः॥५॥ सर्वज्ञोक्त तया वाक्यं सत्यं तेन तदस्तिता। कथं तदुभयं सिद्धयेत् सिद्धमुलान्तराइते ॥६॥