SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જૈનધર્મ વિકાસ. સર્વ સમયે મનને અભ્યાસાદિથી જીતવું જોઈએ. શિયળ સંરક્ષણને એજ ઉપાય છે. સૌથી પ્રથમ લલચાવતી આંખે ધારીને આંખ ન મેળવે. અંગોપાંગ પર ફરી વળતા મોહક બનતા ભાવને એકાગ્રતાથી ન વિલેકે. તપસ્યાથી તન ને દમવું જોઈએ અને તેમાં હેત મનના દમનને ખાસ હો જોઈએ. ઘણીવાર શારીરિક નબળાઈમાં વિષયવાસનાઓ વિશેષ જોર કરે છે એ સત્ય કદિ પણ ભૂલવું ન જોઈએ. એમ બનવાનું કારણ મનની નબળાઈથી વધી પડેલી ચંચળતા પણ હોય છે. લોભ, લાલચ, કેતુક, દાક્ષિણ્યતા, સભયતા વગેરે પણ ઘણીવાર શિયળના નાશનાં કારણ બને છે. બે જીવાતી દશા પ્રાપ્ત થશે તે શું કરશું ? લોકોમાં વાત થતાં નિન્દાઈ હલકાં પડશું અને સામાજિક મુશીબતે ઉત્પન્ન થશે તે કેમ સહન થશે, આવા આવા અનેક પ્રકારના ભયથી શિયળ સરક્ષણ થાય તેના કરતાં શિયળની કિસ્મત આંકી તેને સરંક્ષણ કરવાના ભયપૂર્વક તેનું સંરક્ષણ કરવામાં આવે એ જ વધારે નિર્ભયતા અને હિતકારિતા છે. સાચી અને અમર પવિત્રતા કહેવામાં આવે છે તે આ રીતે જ સાધી શકાય. એ! વિધવા! જગતમાં મા, બહેન, પુત્રી સમાન તારૂં સ્થાન હોય તે તારા માટે કેટલા બધા ગરવની વાત છે? એ ! પુરૂષ! તું પણ રૂિષશાલી સાચો પુરૂષ ત્યારે જ કહેવાય કે જ્યારે તું જગતની સર્વ સ્ત્રીઓને પુત્ર, ભાઈ કે પિતા બની રહે. આનું જ નામ સાચી મરદાનગી ! ન જીતાય એજ શૂર જેણે કયારેય કે સ્ત્રીના ચરણમાં માથું નથી નાખ્યું તે જ પુરૂષ પુરૂષ રહી શકે છે. સ્ત્રીની આગળ નિબળ-આધીનતાથી દાસ થઈ જવું કે સ્ત્રીત્વ ધારણ કરવું પરૂષને ન જ પાલવે. પિતાના અંગનાં તો જ્યાં ત્યાં ન વિખેરતાં પિતાનામાં જ જીરવવાની શક્તિ ધરાવતા હોય તેઓ જે મઢાવીર” કહેવાય. એઓને દૈવી રૂપ પણ ચલિત ન કરી ન ચલાવી શકે. આર્ય દેશમાં સતાસતીઓની વાત કેવલ સમણું નથી. આજ પણ સતાસતીઓ હેવાની ખાત્રી રાખજે. અશક્યતાની ભ્રમણામાં તણાઈ જઈ શિયળને લેશે ન અવગણવું જોઈએ. મને તે સંસાર મનાવનાર ઢોંગીઓથી આ જગત ભરેલું છે. તેનાથી છેતરાવું ન જોઈએ. એક આર્યસ્ત્રી સધવા કે વિધવા પોતાના હદયને હિમ્મતભેર સમજાવી શકે છે કે, મારા ' પર ધણી તરીકેની છાપમાનનાર જેને એકવાર હદય સમર્પિત થયું છે તેના સિવાય અન્ય કેઈ કદિ પણ ન જોઈએ. હું કર્મ પર વિશ્વાસ રાખી, સંતોષી બની, મારા જીવનને સમુદ્ધાર કરી શકું તેમ છે. કવચિત્ કઈ પૂર્વભવના સંબંધ પુરા કરી લેતો હોય તેથી હરેકને માટે આવી અણ સમજાયેલી સંબંધની કે સંસ્કારની કલ્પના ઉપજાવી કાઢી ચારિત્ર્યને નાશ કરી દેવું, એ ઘણુંજ ગેર વાજબી, અજ્ઞાનમય અને આત્મઘાતી તથા અધ:પાત કરાવનારૂં છે. માટે જ્યાંથી ત્યાંથી શિયળને હાનિ પહોંચાડનારું તત્ત્વ સીધી રીતે કે વાંકી રીતે સમજાય કે
SR No.522519
Book TitleJain Dharm Vikas Book 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy