SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન ધર્મ વિકાસ असर्वज्ञ प्रणितात्तु वचनान्मूल वर्जितात् । सर्वज्ञ मवगच्छन्तः खवाक्यात् किमजानते ॥७॥ सर्वज्ञ सद्दशं कश्चिद् यदि पश्येमसंप्रति । उपमानेन सर्वज्ञ भवजानीयामततो वयं ॥८॥ उपदेशोहि बुद्धादेर्धर्मोऽधर्मादिगोचरम् । अन्यथा नोपपद्येत सावझम् यदि नाभवत् ॥९॥ .. बुद्धादयो अवेदज्ञास्तेषां वेदादसंभवः । उपदेशः कृतोऽतस्तैामोहादेवकेवलान् ॥१०॥ ये तु मन्वादयः सिद्धा प्राधान्येन त्रयीविदाम् । यो विदाश्रित ग्रंथास्ते वेद प्रभवोक्तयः॥ કેનું માત્ર અહિં તાત્પર્ય જ આપવું ઈષ્ટ છે. કે જેથી સરળતાથી વાંચક વર્ગ સમજી શકે-મિમાંસક એમ કહેવા માગે છે કે–પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ વગેરે પાંચ પ્રમાણેથી સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. પ્રત્યક્ષથી તે માત્ર નિકટની વસ્તુ જ ઓળખાય છે કારણ કે અનાદિ, અનંત, અતીત, અનાગત, વર્તમાન સૂરમાદિ સ્વભાવ વિશિષ્ઠ દરેક પદાર્થો પ્રત્યક્ષ થઈ શકતા નથી. જે સર્વ પદાર્થનું પ્રત્યક્ષ ન સંભવતું હોય તે પછી સર્વજ્ઞતા એ કેમ સંભવે અને સર્વજ્ઞ પુરૂષ પણ પ્રત્યક્ષને વિષય ન બને અને સર્વજ્ઞતા રૂપ જ્ઞાનથી પ્રત્યક્ષપણે સર્વજ્ઞતાને બંધ થઈ શકો જ નથી. અનુમાન વડે પણ સર્વજ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. અનુમાન પ્રમાણને નિયમ છે કે તેમાં હતું અને સાધ્યને ભાવ સંબંધ છે. તે આંહી સર્વજ્ઞ તે સાધ્ય છે તે તે સાધ્યની સાથે કેઈપણ હેતુને એ વાસ્તવિક સંબંધ જોવામાં આવતો નથી કે જેથી સર્વજ્ઞનું અનુમાન કરી શકાય. હવે આગમ પ્રમાણ પણ સર્વજ્ઞ સિદ્ધ કરવામાં ઉપયોગી નીવડશે નહીં. કારણ કે જે તેમ માનશું તે એક પ્રશ્ન એ થશે કે સર્વજ્ઞ પ્રતિપાદિત આગમને નિત્ય માનશે કે અનિત્ય? જે નિત્ય માનશે તે તે તે પ્રમાણ નહિ કરે કારણ કે આગમના કર્તા જે નિત્ય નથી તે પછી આગમ નિત્ય કેમ કહેવાશે. અને જે કહેશે કે સર્વજ્ઞ પ્રતિપાદિત આગમ અનિત્ય છે તે પછી અનિત્ય આગને વિધાતા સર્વજ્ઞ છે, તેમ માનવામાં અ ન્યાશ્રય દોષ આવશે. તેથી તે પ્રમાણ દુષણવાળું ગણાશે, સર્વરે આગમ રચ્યા અને તેજ આગમને સર્વજ્ઞના સિદ્ધ કરવામાં પ્રમાણ રૂપ માનવામાં બુદ્ધિની બાલીશતા તથા અન્યાશ્રય દેષ આવશે. અને જે કહેશે કે અસર્વજ્ઞ એવા અન્ય કેઈએ આગમ રચ્યા તે પછી તે આગમનું કાંઈ પણું મલ્ય જ નથી. માટે તાત્પર્ય એ જ કે સર્વજ્ઞ એ કઈ આગમથી સિદ્ધ થત
SR No.522519
Book TitleJain Dharm Vikas Book 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy