________________
૧૮૨
-
જૈનધર્મ વિકાસ
મહાન જોખમ ન ખેડવાની આગ્રહભરી વિજ્ઞપ્તિ હેવા છતાં, ચિતોડગઢનો પ્રતિઠામહોત્સવ પૂર્ણ કરવાની હૃદયમાં અતિ લાગણી હેવાના સબબે જીદગીની દરકાર કર્યા વિના પિષ સુદિ ૧૫ ના વિહાર શરૂ કરી; પિષ વદિ ૨ ના મેવાડ રાજ્યના માનીતા ધર્મસ્થાનક એકલીંગજીમાં પધારતાં, શારિરીક સ્થિતિમાં અસ્વસ્થતા વધતાં શિષ્ય સમુદાયમાં ચિન્તા વધી અને ઉદયપુર સંઘને શારિરીક સ્થિતિથી પરિચીત કરવા માણસ દ્વારા સમાચાર મોકલતાં, ઉદયપુરથી આગેવાને ઝડપી વાહનથી આવ્યા. જે સમયે આચાર્યદેવની સ્થિતિ ગંભીર બનતાં શિષ્ય સમુદાય તેમની ચારેબાજુ વીંટળાઈને સેવાના કાર્યમાં તલ્લીન બની ગયેલ હતા. આવી રીતે રાતના બાર વાગ્યા સુધિ તબીયત રહ્યા બાદ રેગે વધુ ઉછાળા મારતા, આચાર્યશ્રીએ વાર્તાલાપ બંધ કરી માત્ર વીર વીર વીરના ધ્યાનથી શાશનદેવના સમરણમાં આત્માને ઓતપ્રોત કરી દીધું. અને શિષ્ય સમુદાય આચાર્યશ્રીને કાયાની અનિત્યતાના સુચનરૂપ નિજામણું અને આરાધના કરાવવા લાગ્યા, આમ પાંચેક કલાક શાસ્ત્રોની વાણીનું શ્રવણ કરી પિષ વદિ ૩ ને બુધવારનાં ઉગમતા પ્રભાતના કાંઠાના સમય ક. ૫-૪૦ મિનીટે વીરવીર-વીર–ના ઉચ્ચારણના અંતિમ ધ્વનીને ઉગારના વાયુ વચ્ચે એકાએક શિષ્ય સમુદાય, ભક્તજને અને સકળ સંઘને ગમગીન બનાવી પૂજ્ય આચાર્ય દેવશ્રીને આત્મા દેહથી મુક્ત થઈ અલેપ થઈ ગયે. અને બધા શેકાગ્રસ્ત બન્યા. આ સમાચાર વાયુવેગે ઉદયપુર પહોંચતાં અનેક વંદે ઝડપી વાહનેથી એકલીંગજી આવી, આચાર્યદેવના શબને ઉદયપુર લઈ જવાની આજ્ઞા આપવા પન્યાસજીશ્રી મનહરવિજયજી અને પન્યાસજીશ્રી સંપતવિજયજીને વિજ્ઞપ્તિ કરતાં, પહેલા તે તેઓશ્રીએ બહુજ આનાકાની કરી, પરંતુ સંઘને
અતિ આગ્રહ જોતા નિરૂપાયે અંતિમ કિયા વિધિ કરાવી, શબને એસરાવી સંઘને સેપ્યું. અને સંઘે ભક્તિપૂર્વક શબને અગ્ની સંસ્કાર કરવા માટે ઉદયપુર લાવતા હાથી પિળ પાસે જન જૈનેતરે અને મેસલીમ નરનારીઓના
દે દર્શનાર્થે આવતાં, હજારે માણસની મેદની જામી ગઈ. રાજ્ય તરફથી પણ અનહદ ભક્તિભાવ દર્શાવવાથી સંઘે સોનેરી તાસની સેનેરી કળસ સહિતની માંડવી તૈયાર કરાવી, તેમાં આચાર્યદેવને પધરાવી, છુટા હાથે અનાજ અને રૂપાનાંણાના દાનનો વરસાદ વર્તાવતા, વાજીંત્રના ગુંજારવ સાથે જન જૈનેતર અને મેસલીમના પાંચેક હજારની ભરચક મેદની સાથે જય જય નંદા અને જય જય ભદાના પ્રચંડ ધવની સાથે રમશાન યાત્રા કાઢી, આહડ કે જ્યાં રાજ્યની જર્મશાનભૂમિ છે ત્યાં લઈ જઈ સુખડના કાણથી અગ્નિસંસ્કાર કરી, ઉદાસીન ભાવે શ્રાવકગણે નગરમાં આવી શાન્તિસ્તોત્ર સાંભળી વીરહ વેદનાની દુખ ભરેલી લાગણી સાથે સૌ પિતાપિતાના સ્થાને વિખરાયા.