________________
ܪܬܵܪ
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેપથી. સંઘની આવી નરમ સ્થિતિમાં કઈપણ ભેગે વિહાર નહિ કરવા દેવાના મજબુત નિશ્ચયે, ઘણીજ ખેંચતાણ પછી અમદાવાદના આગેવાની સમ્મતિથી સાદડીમાં રોકાવાને નિર્ણય થયો. તેથી આચાર્યદેવના રેગનું સદંતર નિવારણ કરવા કેઈ સારા ચિકિત્સકની આવશ્યક્તા જણાતાં, હમીરગઢથી શ્રીમાન ચતિવર્યશ્રી બાલચંદજીને બેલાવી તેમની સારવાર શરૂ કરતાં, ધીરે ધીરે સોજા ઊતરી જઈ હરી ફરી શકે તે સુધારે થતાં આશાવાદિ બન્યા. અને પર્યુષણ સુધિમાંતે નદી સુધિ ઠલે અને જિનાલયે દર્શન કરવા સહેલાઈથી જઈ શકે, તેવી શારીરિક સ્થિતિ થતાં અમુક અંશે ચિંતા ઓછી થવા પામી. આ દરમિયાન અષાડ માસમાં મુનિશ્રી ભદ્રાનંદવિજયજીના શિષ્ય મુનિશ્રી કેવલ્યવિજયજીને અને મુનિ શ્રી ચરણવિજયજીના શિષ્ય મુનિશ્રી બુદ્ધિવિજયજીને નંદિની ક્રિયા કરાવી વડી દીક્ષા આપી હતી. ચાતુર્માસ દરમિયાનમાં સાદડીમાં ધાર્મિક અભ્યાસ માટે કાંઈ સાધન ન હોવાથી તે બાબત અને ચિતેડગઢના જીર્ણોદ્ધાર, તથા હિન્દી સાહિત્ય પ્રચાર બાબત ઉપદેશ આપતાં બાળક બાળકીઓને ભણાવવા માટે પાંચ વર્ષનું ખર્ચ અમુક ગૃહસ્થાએ આપવાની ઉદારતા બતાવતાં બન્ને પાઠશાળાએ ખેલાવી, અને પાંચેક હજારની રકમ ચિતોડગઢના જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી. દરમિયાન મેવાડ જીર્ણોદ્ધાર કમિટીએ ચિતોડગઢની પ્રતિષ્ઠા આચાર્ય દેવના શુભ હસ્તે જેમ બને તેમ વેળાસર કરાવવાની રૂબરૂ આવી વિનંતી કરતાં મહા સુદિ ૩ નું મુહૂર્ત નકકી કરાવી, તે તરફ જલદી વિહાર કરી આવવા વિજ્ઞપ્તિ કરી હતી. તેમજ સાધુ સાધ્વીઓને ઉતરાધ્યયન આચારાંગ, મહાનિષિથ આદિ સૂત્રોના ચગવહન કરાવ્યા હતા.
સં. ૧૯૯૮, ચાતુર્માસ પૂર્ણ થયે રાણકપુરજીની યાત્રા કરી સાદડી આવતા પાછી તબીયત સાધારણ અસ્વસ્થ થતાં, યતિશ્રી બાલચંદજીને બેલાવી થોડોક સમય તેમની સારવાર લઈ તેમની સલાહ મુજબ સાદડીથી માગસર સુદિપ ના ઘણાજ પરિશ્રમવાળો વિહાર કરી, માગસર વદિ બીજી ૪ ના મેવાડના પાટનગર ઉદયપુરમાં આડંબરિક સામૈયા સાથે પ્રવેશ કર્યો. બાદ ઉપધાનની માળા અને ચિતોડગઢના જીર્ણોદ્ધાર માટે સં. ૧૯૯૫ની સાલમાં થયેલ ઉછામણુંની વસુલાત માટે ઉપદેશ આપી, સમાધાનપૂર્વક તે કાર્યનો નીવેડો લાવી સંઘની સમ્મતિપૂર્વક ચિતોડગઢના જિનાલયેની પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય કરાવી, તે મહોત્સવના જુદા જુદા કાર્યોની વહેંચણી કરી તેના માટે આગેવાનોની કમિટીઓ નિમાવી, કુંકુમ પત્રિકા કઢાવી તડામાર કાર્યની તૈયારીઓ કરાવવાની શરૂઆત કરાવી. તે દરમિયાન આચાર્યદેવની સાદડીથી ઉદયપુર સુધિના વિહારથી તબીયતમાં અસ્વસ્થતા વધવા પામેલ, પરંતુ યતિશ્રીજીની સારવારથી કાંઈક સુધારે થતાં તબીથત નરમ હોવા છતાં, અને અનેક ભક્તજનેની આવી શારિરીક સ્થિતિમાં આ