SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની સેંધપોથી. મુનિ પંચક અને સાવીને આચાર્યદેવે માંડલીયાજોગમાં પ્રવેશ કરાવી, જગ પૂર્ણ થયે ફાગણ સુદિ ૧ના મંગળપ્રભાતે, શુભયોગે ચતુર્વિધ સંઘ સમક્ષ સમેસરણ મંડાવી નંદિની ક્રિયા આચાર્યદેવશ્રીએ કરાવી, મુનિશ્રી સોમવિજયજી, મુનિશ્રી પ્રમોદવિજયજી, મુનિશ્રી દીપવિજયજી, મુનિશ્રી અકવિજયજી, મુનિશ્રી ઉમેદવિજયજી, સાધ્વીશ્રી મહિમાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી સુમંગળાશ્રીજી આદિ ને બ્રહત દીક્ષા અને મહુવાના જયંતીલાલને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ જ્યાનંદવિજય પાડયું. આ મહત્સવની ઉજવણીમાં શ્રીફળની પ્રભાવના, પૂજા, રાત્રી જાગરણ અને સમોસરણની ક્રિયા આદિમાં નવ દીક્ષિત સાધવીના પિતાશ્રી શા. લક્ષ્મીચંદ પ્રેમચંદભાઈ તરફ રૂ. ૩૫૦) ને ખર્ચ કરવામાં આવ્યું હતું. તેમજ મુનિ પંચક, અને સાધ્વીને તેમના તથા ઉપાશ્રયના આગેવાન તરફથી કપડાં ઓઢાડવામાં આવ્યા હતાં. બાદ શ્રીસિદ્ધચક્ર આરાધક સમાજ તરફથી પાનસર તથે ચિત્રીની ઓળી કરાવવાની હોઈ તેમાં પધારવાની આગ્રહભરી કાર્યવાહકેની વિનંતી આવતાં, વિહાર કરી શિષ્ય પ્રશિષ્યો સાથે પાનસર પધારી એળીની વિધિ સમાપ્ત થતાં ત્યાથી વિહાર કરી મેસાણા, વડનગર, ખેરાળુ, તારંગાજી થઈ કુંભારીયાજી, દેલવાડા, અવચળગઢ, શીરહિ, બ્રાહ્મણવાડા અને તેની આજુબાજુનાં પ્રદેશની યાત્રા કરી, શીવગંજના આગેવાનોના અતિ આગ્રહથી શીવગેજ ચાતુર્માસ માટે પધારી પરવાડની ધર્મશાળામાં ચાતુર્માસની સ્થિરતા કરી હતી. ચાતુર્માસ દરમિયાનમાં ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર આદિ સૂત્રોના ચગવહન કરાવવા સાથે ચિતોડ જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપતાં, પાંચેક હજારની રકમ મેવાડ જીર્ણોદ્ધાર કમિટીને મોકલી આપી હતી. શાસનના કમભાગ્યે આ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્યદેવને હઝરીમાં અજીર્ણને રોગ ઉત્પન્ન થ, તેથી અનેક પ્રકારના વૈદ્ય ડોકટરોના ઉપચાર કરતાં પણ તે રોગમાં દિનપ્રતિદિન વધારો થતાં, આસો માસમાં તે ઘણી જ અસ્વસ્થતા વધતાં, ભક્તજનમાં ચિન્તા વધી પડતાં અનેક ભક્તજને ગુરૂદેવની શારીરિક સ્થિતિ નીહાળવા શીવગંજ આવવા લાગ્યા, બહારથી વૈદ્ય ડોકટરને પણ સ્વકૃશા માટે સાથે લાવ્યા, છતાં રોગ કાબુમાં ન આવતા કંટાળીને શીવગંજના સ્થાનિક ડેકટરની સારવાર શરૂ કરતાં તેના ફાળે યશ બેંધાવાને સર્જાયેલો હેવાથી, રાગની ચિકિત્સા કરી ઉપચાર કરતાં આશાજનક સુધારે થવા માંડે. અને ચાતુર્માસના અંતે વિહાર કરી શકે તેવી સ્થિતિ થવા પામી. દરમિયાન વાંકલીના હજારમલજી જવાનમલવાળાની ઉપધાન કરાવવાની ભાવના થતાં, આચાર્યદેવના મારવાડના અઠંગભક્ત ફતેચંદજીને લઈ ભાઈ ચંદુલાલ આચાર્યદેવને વાંકલી પધારી ઉપધાન તપ કરાવવાની વિજ્ઞપ્તિ કરવા આવતાં, આચાર્યદેવે તેમની વિનંતીને સ્વીકાર કર્યો. સં. ૧૯૭. ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કરી વાલી પધારતાં, રસ્તામાં
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy