________________
૧૭૮
જનધર્મ વિકાસ.
નીકળી ચુકી આ બાજુ આવતા હોવાથી, આવી નહિ શકવાનું જણાવી આચાર્યશ્રી વિજયહર્ષસૂરિજીને રાધનપુર દીક્ષા આપવાની ભલામણ લખી આપી તેઓને રજા આપી. બાદ સ્થાનકવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી જવાહરલાલજીની સંપ્રદાયના પાંચ સંતે ચાલીશથી બાર વર્ષના દીક્ષાપર્યાયવાળા સંવેગી બનવાની ભાવનાથી, મહા સુદિ ના રાજનગરમાં ઝડપી વિહાર કરીને પધાર્યા. બાદ શેઠ હઠીભાઈની વાડીમાં મહા સુદિ ૧૦ના નાણું મંડાવી, ચતુર્વિધ સંઘના મેટા સમૂહ સમ્મુખ નંદિની ક્રિયા આચાર્યદેવશ્રીએ કરાવી, વેશ પરિવર્તન કરાવી સ્વહસ્તે વાસક્ષેપ નાખી સંવેગી દીક્ષા આપી હતી,
મુનિશ્રી પ્રમોદવિજયજી (સ્થા. પન્નાલાલ) વળી તેમનું નામ મુનિ સોમવિજયજી અને મુનિ પ્રમોદવિજયજી આપી મુનિ સેમવિજ્યજીના શિષ્ય તરીકે મુનિ દીપવિજયજી અને મુનિ પ્રમોદવિજયજીના શિષ્ય તરીકે મુનિ અશેકવિજ્યજી અને મુનિ ઉમેદવિજયજી અનુક્રમે નામ પાડ્યા હતાં. આ પ્રસંગને મહોત્સવ લવારની પોળના ઉપાશ્રય તરફથી ઘણીજ આડંબરીક રીતે ઉજવવામાં આવ્યું હતું. બાદ રાધનપુરથી નવ દીક્ષિત સાધ્વી આવી પહોંચતાં