________________
સૌરાષ્ટ્રના નરના કાર્યોની પોથી.
૧૭૭
કરતાં તારંગાજી આવ્યા. જ્યાં રૂપાસુરચંદની પળના આગેવાન જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા પધારવા વિનંતી કરવા આવતાં, તે તરફ વિહાર કરી અમદાવાદ પધારી લવારની પળના ઉપાશ્રયે સ્થિરતા કરી, મહા સુદિ ૨ ના શુભ મુહૂર્ત ઘણીજ ધામધુમ સાથે ભવ્ય મંડપની રચના કરાવી શુશોભિત વરઘોડા અને અષ્ટાદ્વીકા મહોત્સવ કરાવી, પરમ ઉપકાર પરમાત્માના બિંબની સ્થાપના પિતાના વરદ હસ્તે વાસક્ષેપ નાખી કરાવી હતી.
બાદ ધનાસુતારની પિળના સાંકળચંદ જીવણદાસવાળાની ઉદ્યા૫ન કરાવવાની ભાવના થતાં, તેમના પુત્ર શાન્તિલાલની વિનંતીથી ધનાસુતારની પોળમાં આચાર્યદેવશ્રી પધાર્યા. તેમના ઉદ્યાપન મહેત્સવ દરમિયાનમાં મુનિશ્રી પ્રભાનંદવિજયજીને ધનાસુતારની પિળના ચોગાનમાં નાણું મંડાવી, આચાર્યદેવના વરદ હસ્તે વડી દીક્ષાની ક્રિયા શાંતિલાલના ખર્ચેજ કરાવવામાં આવી હતી તેમજ શાતિલાલને ઉદ્યાપનના ઉપગરણ, વરઘડે, અષ્ટાલીકા મહત્સવ, જમણ આદિમાં દસેક હજારને સદવ્યય થયેલ હશે. આ ક્રિયા સમાપ્ત થયા બાદ આચાર્યદેવશ્રી વિહાર કરવાને વિચાર કરતા હતા, પરંતુ લવારનીપળના આગેવાની વિનંતીથી ચાતુર્માસ કરવા રાજનગરમાં રોકાયા. ચાતુર્માસ દરમિયાનમાં પડ્યો અને માણસો દ્વારા સ્થાનકવાસી સંપ્રદાયના જંવાહરલાલજી મહારાજશ્રીના સમુદાયના અમુક સંતને ઉપદેશ આપી સંવેગી બનવાની ભાવના કરાવી હતી. વળી આ સાલથી તે સ્વર્ગગમન થયા ત્યાંસુધિ મેવાડ માટે સ્થાનકવાસી સંપ્રદાયના તેને અને મેવાડના સ્થાનકવાસી બંધુઓને ઉદ્ધાર કરવાના કાર્યમાંજ લયલીન થઈ ગયા હતા. અને તેમની ભાવના તે મેવાડના તીર્થો, જિનાલયો, સ્થાનકવાસી સંતે અને સ્થાનકવાસી બંધુઓને જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ આપી, આખા મેવાડને વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ફેરવી નાખવાની હતી. અને તેટલા ખાતરજ સ્થાનકવાસી વિદ્વાન સંતેની તેઓ શોધ કરી રહ્યા હતા. સદગત ગુરૂવર્યની આ રીતે મેવાડને ઉદ્ધાર કરવાની ભાવના તેમના શિષ્ય પ્રશિષ્યો પિતાના હૃદયમાં સુવર્ણના અક્ષરે કેતરી રાખી, મેવાડ પ્રદેશમાં અમુક સંખ્યામાં અહોનિશ વિચરી ઉપદેશ દ્વારા સિંચન કરી, સાધને પુરા પડાવી, ગુરૂ વર્ષની ભાવનાને ખૂબ જ ઉત્સાહ પૂર્વક અપનાવી, વેગવંતી કરી મૂકે તેજ ગુરૂદેવના કાર્યની પૂંઠ પકડી છે તેમ જનતા માનશે.
સં. ૧૯૬. ચાતુર્માસ પૂર્ણ થયે રાધનપુરના પ્રેમચંદ મુળજીની પ્રપૌત્રી મિત્રા બહેનની દીક્ષા લેવાની ભાવના થતાં, આચાર્યદેવને રાધનપુર પધારવા દીક્ષાભિલાષી બહેન અને તેમના પિતા લક્ષમીચંદભાઈ વિનંતી કરવા આવતાં, શારિરીક કારણ અને સ્થાનકવાસી સંપ્રદાયના ચોમાસાના પત્રવ્યવહારથી જ સતોને પ્રતિબંધ કર્યો હતો, તે સતે સંવેગી બનવાની ભાવનાથી મુંબાઈથી