________________
કાળધર્મનું ખરૂં રહસ્ય.
૧૦૯
અતિમુક્ત મુનિ પૂર્વાવસ્થામાં એટલે સંયમને પામ્યા પહેલાં બાળકીડા કરતાં શ્રીગૌતમસ્વામિજીને જોતાંની સાથે રાજી થાય છે. જ્યારે મુનિવેષ જોઈને હૃદયમાં હર્ષ જાગે ત્યારે સમજી લેવું કે, એ પાછલા ભવમાં જે સંયમની સાધના કરી હતી, તે શુભ સંરકારનું આ ફલ છે. એવી રીતે કેટલાએક બાળકે મુનિ વેષને જોઈને રૂદન કરે છે. આથી એ સમજાય છે કે આવા પૂર્વભવમાં ઘણું કરીને દેશથી કે સવથી સંયમના વિરાધક હેવા જોઈએ, અથવા મુનિના હેપી હોવા જોઈએ. તેજ અતિમુક્ત મુનિ ઈરિયાવહી પડિકકમતાં કેવલી બને, - એજ પૂર્વભવીય શુભ સંસ્કારનું જ પરિણામ છે. એજ રીતે પૂજ્યશ્રી વજાસ્વામીને સુખડી વગેરેને લેવાની ઈચ્છા ન થઈ, ને એ લેવાની ઈચ્છા થઈ. બાલ્યવયમાં સંયમની સાધના કરવાને શુભ અવસર મળ્યો. એ બધા પૂર્વ ભવના સંસ્કારનો જ પ્રભાવ કહી શકાય. આથી ઉલ્ટી રીતે અશુભ સંસ્કારની બાબતમાં પણ તેવું જ બને છે. એટલે પાછલા ભવમાં જે સનેહના કે દ્વેષ વગેરેના સંસ્કાર પડયા હોય, તો પછીના ભાવમાં તેવા સંસ્કાર વિકાસમાં આવે છે. પહેલાં મહાસતી સીતાએ દીક્ષા લીધી હતી. તે પછી રામચંદ્રજીએ દીક્ષા લીધી. સંયમની નિર્મલ સાધના કરીને સાધ્વી સીતાજી બારમા દેવલેકમાં ઈંદ્રપણે પામે છે. મહષિ રામચંદ્રજી દીર્ઘકાળ સુધી સંયમને પાળતાં અવધિજ્ઞાની બને છે, એ અવસરે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય છે. તે વખતે સીતેન્દ્ર (એટલે જે પાછલા ભવમાં સીતા હતી.ને હાલ ઇંદ્ર છે, તે) રામચંદ્રજીને પૂર્વભવના સ્નેહને લઈને અનુકૂલ ઉપસર્ગો કરે છે. શાળાના જીવને પૂર્વભવના મુનિની ઉપર દ્વેષ કરવાના સંસ્કાર હતા, તેથી તે રાજકુમારપણામાં શ્રી સુમંગલ મુનિને ઉપસર્ગ કરીને કનડગત કરે છે. મુનિરાજ ઘણીવાર સહન કરે છે. પણ જેમ સોનાને ત્રાજવામાં વજન કરતાં કાળા મેંઢાવાળી ચણોઠીની સામે મૂકીએ તો તેને ઉંચું નીચું થવું પડે છે. તેમ કાળા મેંઢાવાળા પુરૂષને જોઈને સુવર્ણ જેવા મહાપુરૂષોને પણ અવસરે ઉંચા નીચાં થવું પડે છે. અહીં એવું બને છે કે બીજાનું બુરું ચિંતવતાં તે રાજકુમાર તેજલેશ્યાથી મરીને દુર્ગતિમાં જાય છે. પૂર્વભવના દ્વેષને લઈને જ માતા (સમરાદિત્યના જીવ) પુત્રને ઝેર આપે છે. આ બીના સમરાદિત્ય ચરિત્રમાં વિસ્તારથી જણાવી છે. જેથી નરકમાં રાવણ વગેરે લક્ષમણની સાથે વિવિધ પ્રકારે યુદ્ધ કરે છે, તે પણ પૂર્વભવના ઠેષનું જ પરિણામ છે. સંસ્કારની બાબતમાં આવા અનેક દૃષ્ટાંતરૂપિ રને જનાગમ સમુદ્રમાંથી મળી શકે છે. - શ્રી જૈનેન્દ્ર શાસનમાં વિશિષ્ટતા તે નિર્મલ સમ્યકત્વાદિની સાધનારૂપભાવજીવનની જ ગણાય છે. શરૂઆતમાં દ્રવ્ય જીવનને પામેલા શુભસંસ્કારિ ભવ્ય ભાવ જીવનને પામી શકે છે. આ ઇરાદાથી સંસ્કારની બીના પણ ટૂંકમાં જણાવી છે. શુભ અશુભ સંસ્કારની ઘટના તરફ લક્ષય રાખીને શાયર મહર્ષિ