________________
૧૦૮
જૈનધર્મ વિકાસ.
છે કાળધર્મનું ખરૂ રહસ્ય. | લેખક-આચાર્યશ્રી વિજય પારિજી મહારાજ
પરમ તારક, મહાસાત્ત્વિક શિરેમણિ, સુગૃહીતનામ ધેય, પરમ પૂજ્ય શ્રી તીર્થકરદેવે અમૃત કરતાં પણ વધારે મીઠી લાગે એવી મધુરી દેશના દેતાં જણાવ્યું છે કેઆપણને જે પદાર્થોને હાલ સંયોગ થયો છે, તેઓને વિયેગ અમુક ટાઈમે જરૂર થાય છે. આ નિયમ પ્રમાણે ૧-૫ પાંચ ઇન્દ્રિય ૬-૮. ત્રણ બળ ૯. શ્વાસોચ્છવાસ ૧૦. આયુષ્ય આ દશ પ્રાણમાંથી પોતપોતાની લાયકાત પ્રમાણે ઓછામાં ઓછા ચાર પ્રાણથી માંડીને વધારેમાં વધારે દશ પ્રાણને ધારણ કરવાં, એટલે કર્મવશ વત્તિ સંસારિજીના આત્માઓને એ પ્રાણની સાથે જે સંગ છે, તે જીવન કહેવાય. યાદ રાખવું જોઈએ કે આ વ્યાખ્યા વ્યવહાર દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને જણાવી છે. માટેજ શાસ્ત્રમાં કહ્યું છે કે, પ્રાણધારણ એ દ્રવ્યજીવન કહેવાય. તમામ સંસારિજી પિતે કરેલા કર્મને અનુસાર આ દ્રવ્ય જીવનને ધારણ કરે છે, એમ ખુશીથી કહી શકાય. પણ તેઓમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં એમ જરૂર જણાય છે કે, કેટલાએક સંસારિજી પૂર્વ ભવના કે આ ભવના ધાર્મિક સંસ્કારને પામેલા હોય છે અને કેટલાએક સંસારિ જીવો ધાર્મિક સંસ્કાર વિનાના હોય છે. આ રીતે સંસારિજીમાં બે વિભાગ હોય છે. ધાર્મિક સંસ્કારવાળા જીવનને પામેલા જેમાં કેટલાએક ભવ્યજી, પૂર્વભવના શુભ સંસ્કારને લઈને જ અહીં જન્મ ધારણ કરે છે. ભલે ને તેઓ હાલ બાલ્યાવસ્થામાં હોય, તો પણ તેમને પૂર્વના સંસ્કારને વિકાસમાં લાવનારી ધાર્મિક ચી જેને જોઈને જરૂર હદયમાં હર્ષ પ્રકટે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભવ્ય જીવ સર્વવિરતિ વગેરે ધર્મની આરાધના કરતાં કરતાં પિતાના આયુષ્યની એાછાશને લઈને પરભવમાં જાય છે. તેઓ જ્યાં સર્વવિરતિની સાધના વગેરે ધર્મ સામગ્રી હોય, તેવા જ સ્થાને જન્મ પામે છે. અહીં પૂર્વ ભવના સંસ્કાર, એગ્ય અવસરે જરૂર વિકાસ પામે છે. સંસ્કારની બાબતમાં સર્વ માન્ય સાધરણ નિયમ એ છે કે, પૂર્વ ભવમાં જેવા જેવા સંસ્કાર પડ્યા હોય છે તેવા તેવા સંસ્કારને લઈને સંસારિજીવો પરભવમાં પ્રયાણ કરે છે. જેનું જીવન પાછલા ભવમાં શુભ સંસ્કારિ હેય, તેવા છેઅહીં પણ તેવાજ જીવનને પસંદ કરે છે. આબાબતમાં શ્રી અતિમુક્ત મુનિ તથા શ્રી સ્વામિની બીના સાક્ષી પૂરે છે.