________________
જનધર્મ વિકાસ,
ભગવતિએ ૧. સાત્ત્વિક પુરૂષ, ૨. રાજસીપુરૂષ, ૩ તામસી પુરૂષે, એમ ત્રણ પ્રકારના પુરૂષ જણાવ્યા છે. તેમાં પહેલા નંબરના સાત્વિકમહાપુરૂષનું સ્વરૂપ ટૂંકામાં એ છે કે, જેઓ મેક્ષ માર્ગની સાધનાસ્વરૂપ ભાવજીવનની સાધનાથીજ દ્રવ્ય જીવનની સફલતા માને છે, તથા તે પ્રમાણે મોક્ષ માર્ગની સાધના કરે, કરાવે, અને અનુમોદે. એવા પૂજ્ય શ્રી અરિહંતદેવ, આચાર્ય મહારાજ વગેરે પ્રવચન પ્રભાવક મહાપુરૂષ પહેલા નંબરના સાત્વિકપુરૂષ કહેવાય. પ્રભુ શ્રી અરિહંત દેવના વિરહ કાલમાં ભાવ વૈદ્ય સમાન, માન, બડાઈ, ઈર્ષ્યાદિ દોષરહિત શ્રી આચાર્ય ભગવંત શ્રી જૈનેન્દ્ર શાસન રૂપી આકાશમાં સૂર્ય જેવા ગણાય છે. તે સગુણિ મહાપુરૂષો અપૂર્વ દેશના દઈને તીર્થસ્વરૂપ શ્રી સંઘના ભવ્ય જીવોને શ્રી જિનધર્મની વિવિધ પ્રકારે સાધના કરાવીને મુક્તિના અધિકારી બનાવે છે. તેથી શ્રી સંઘ તેમને પરમ ઉપકારિ તરીકે માની તેમની પરમ ઉલ્લાસથી યથાશક્તિ આદર, સત્કાર કરવા પૂર્વક - ભક્તિ કરે. વારંવાર ઉપકાર યાદ કરીને તેમને પ્રતિદિન વધારે પ્રમાણમાં બહમાન ભરેલી દષ્ટિએ જુએ. તેમના પળેપળે ગુણગાન કરે. એમાં નવાઈ શી? “જે જમ્યા, તેને મારવાનું જરૂર’ આ નિયમ પ્રમાણે જ્યારે તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધ વિમાનવાસિ દેવે પણ “પ્રાણની સાથે જે આત્માને સંબંધ હતા, તેથી છૂટા પડવા રૂપ” મરણને પામે છે, એટલે દેવતાઈ બાદ્ધિને છેડીને પરભવમાં જાય છે. તે પછી બીજા છેડા ઉખાવાળા ભવ્ય છે મરણ પામે એમાં નવાઈ શી ! પરંતુ સર્વ મરણમાં સમાધિ મરણ શ્રેષ્ઠ ગણાય છે. આજે મુદ્દાથી જયવીયરાય (પ્રાર્થના સૂત્ર) સૂત્રમાં ભવ્ય છે. પ્રભુની પાસે એજ માગે છે કે “તમામ ૪ વઢિામોર એટલે હે નાથ ! તમને નમસ્કાર કરવાના ફલરૂપે હું એજ ચાહું છું કે મારૂં સમાધિ મરણ થાય અને ભવાંતરમાં હું અવિચ્છિન્ન પ્રભાવશાલિ ત્રિકાલાબાધિત શ્રીજિનધર્મને પામું. પરોપકારમયભાવ જીવન જીવનારા મહા પુરૂષે જ્યારે મરણ ધર્મને પામે છે, ત્યારે મરણ શબ્દ ઠીક ન હોવાથી કાળધર્મને, સ્વર્ગને, કે નિર્વાણને પામ્યા, એમ કહેવાય છે. પણ મરણ, કાળધર્મ, નિર્વાણ, સ્વર્ગગમન
ચ્યવન, વિગેરે શબ્દો પ્રાણ વિયાગરૂપ એકજ અર્થને જણાવે છે. - આ પ્રસંગે બહુએ યાદ રાખવા જેવી બીના એ છે કે જે જ તેને મરવાનું જરૂર, પણ જે મરણ પામે તેને જન્મ લેવો જ પડે એમ નથી. માટેજ મરેલા ને જન્મ લેવામાં ભજન જાણવી. અરિહંત પ્રભુ, ગણધરદેવ વગેરે. તેજ ભવમાં મેક્ષે જનાર પૂજ્ય પુરૂષો મરણ તે પામે જ છે, પણ મરીને તેઓ મોક્ષમાં જ જાય છે. બીજી ગતીમાં જતા નથી. મોક્ષને પામેલા છોને તેજસ કાષણ શરીર વૃકે હેયનહિ, તેથી તેમને ત્યાંથી અહીં આવવાનું કે આવીને