________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાવી નેપથી.
મળતાં મુનિશ્રી વિદ્યાવિજ્યજીને ઉત્સાહ વધે, તેથી દહેગામ સ્થળ નકકી કરી હરેક મુનિગણને દહેગામ પધારવા ડેપ્યુટેશન દ્વારા આમંત્રણ મેકલાવ્યાં. અને પૂજ્ય આચાર્યદેવને હરેક હકિકતથી પરિચીત કરવા સ્વયં મુનિશ્રી વિદ્યાવિજયજી પિતે પધાર્યા. અને આખી પરિસ્થિતિથી તેમને વાકેફ કરતાં આચાર્યદેવ વિહાર કરી ધીમે ધીમે દહેગામ પધાર્યા. આ સમાચાર વાયુવેગે આંચાર્યશ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજને તેમજ નગરશેઠને મળતાં, આ રીતે પૂજ્ય આચાર્યદેવે, પદસ્થા, અને મુનિગણ ઈલાયદા એકત્ર થઈ વિચારણા કરીને આવે તે ઉચિત ન લાગતાં, તેમના ભક્તજનો દ્વારા તેમાં ભંગાણ પાડવા પ્રયત્ન શરૂ કર્યા. અને આચાર્યદેવ પાસે તેમના ભક્તજનોને એકલી દહેગામ સંમેલનમાં હાજર રહેવા આગ્રહપૂર્વક વિનંતી કરાવી, આચાર્યદેવની મકકમતા હોવા છતાં, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને કારણવશાત પધારવામાં વિલંબ થતાં, તેમજ ભક્તજનેના પુષ્કળ દબાણના લીધે આચાર્યદેવે પિતાના શિષ્યને દહેગામ રાખી, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીને મળ્યા પહેલાં અમદાવાદ ન જવાનો નીર્ણય કરી, ત્યાંથી ડભોડા આવી સ્થિરતા કરી. અને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ દહેગામ પધારી, ત્યાં એકત્ર થયેલ મુનિ મંડળની સાથે પ્રશ્નોની વિચારણા કરી બધાની સમ્મતિ સાથે નિર્ણય કરી, તેમાં આચાર્યશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજની સમ્મતિ મેળવી અગર તેમની કાંઈ સુચના મળે તે તે બાબત આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી અને તેઓશ્રીએ વિચારણા કરી બન્નેની સમ્મતિથી સુધારા કરી, આચાર્યદેવની મારફત સંમેલનના આમંત્રણ દેનાર નગરશેઠ ઉપર મોકલી આપવાનું નક્કી કર્યું. વળી ડહેલાના નાયક આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની આગેવાની નીચે દહેગામ એકત્ર થયેલા સમગ્ર મુનિ મંડળે, આચાર્યશ્રી વિજય શાન્તિસૂરિજી કેશરીયાજીના ઝઘડાના અંગે ઉપવાસ કરી રહેલ છે, તેથી વાજીત્રાના ગરવ વિના શાન્તિપૂર્વક સંમેલનમાં ભાગ લેવા રાજનગરમાં પ્રવેશ કરવાનો નિર્ણય કરી નરેડા પધાર્યા, જ્યાં અમદાવાદના સમગ્ર આગેવાનોનો વાજીત્રો સાથે સામૈયું કરવાને અતિઆગ્રહ હોવા છતાં, પિતે મક્કમ રહેવાથી હજારો માણસ અને સેંકડો આગેવાનેએ નરેડા પધારી, ત્યાંથી વિના વાજીબે હજારેની માનવમેદનીના સમૂહ સાથે જિનશાસનના જય જયકારના ગરવ કરતાં, સામૈયા સાથે સમગ્ર મુનિમંડળ ડહેલાના ઉપાશ્રયે પધાર્યા હતા. બાદ મંગળાચરણ કરી પછી દરેક મુનિ પિત પિતાના ઉપાશ્રયે પધાર્યા હતાં. આ સામૈયામાં વાત્રોના સામૈયા કરતાં માનવમેદની ખૂબજ જામેલી હતી. અને જૈનેતર પ્રજા પણ આ દ્રષ્યને એકી અવાજે વખાણતી હતી.
L.