________________
૧૭
જનધર્મ વિકાસ,
કે
)
*
(
દહેગામ સમુદાયનું રાજનગરમાં પ્રવેશના સામૈયાનું દ્રષ્ય.
આ રીતે અમદાવાદમાં આવ્યા પછી પણ દહેગામ સમુદાય તરફની હરેક વિચારણા આચાર્યદેવના નેતૃત્વ નીચે ડહેલાના ઉપાશ્રયે થતી. અને સંમેલનને ઉદઘાટન સમયે પણ દહેગામ સમુદાય ડહેલાના ઉપાશ્રયે એકત્ર થઈ આચાર્ય દેવશ્રીને નેતૃત્વ નીચેજ સંમેલનમાં પધાર્યા હતાં. આ રીતે આખા સંમેલનની કાર્યવાહિમાં આ સમુદાયે સંગઠ્ઠન રાખી, દરેક પ્રશ્નોમાં ઊંચા પ્રકારની વિચારણા કરાવી, આગમે અને ગીતાર્થોના કથનને બાધા ન આવે તેવી રીતે દીર્ઘદ્રષ્ટી ભરેલા ઠરાવો કરાવી, અરસપરસ મિત્રીભાવ અને વિનયભાવ રાખી સંમેલનની સમાપ્તી કરાવી હતી. મુનિમંડળ વિહાર કરવાની તૈયારી કરતા હતાં, તેવામાં સંમેલન દરમિયાનમાંજ આચાર્યદેવના કાકાગુરૂના શિષ્ય રત્ન પન્યાસજીશ્રી ધર્મવિજયજી મહારાજ બિમાર થઈ પથારીવશ થતાં, અને રેગની ઉગ્રતા વધતાં, સંમેલનના નિર્ણયની જાણવાની જાણે રાહ જ જોતાં ન હોય તેમ સંમેલનની સમાપ્તિની સંપૂર્ણ હકીકત જાણી, સંમેલનની સમાપ્તિના બીજા દિવસ(ચૈત્ર વદિ ૮)ના પ્રભાતે ટૂંકા સમયની અસહૃા બીમારી ભેગવી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ સમાચાર વાયુવેગે આખા શહેરમાં ફરી વળતાં, દરેકના હૃદયમાં ગમગીનતા વધી પડતાં, ઝડપભેર ભક્તજને અને ઉત્સાહિ સજન પુર ઉપાશ્રય તરફ વહી રહ્યો. અને જોતજોતામાં દશેક હજાર માણસની મેદની સદગતના દર્શનાર્થે અને સ્મશાન યાત્રામાં ભાગ લેવા એકત્ર થઈ ગઈ. આચાર્યદેવે શબને ઓસરાવી સંઘને સેપતા સંઘે સોનેરી તાસની માંડવી બંધાવી, તેમાં શબને પધરાવી, છુટા હાથે અનાજ