________________
૧૬૮.
1 .
જય" વિકાસ
કરાવવાની ભાવના જાગતાં, તેઓએ આચાર્યદેવને વિનંતી કરતાં ભગુભાઈના વડે ઉપધાન તપના આરાધકોને પ્રવેશ કરાવી નાણસન્મુખ કીયા કરાવી હતી. આ તપના મહત્સવમાં માળાની ઉછામણી, ટીપ, ટેળીઓ, વરઘોડો, કહાણીઓ, અને અષ્ટાપદની રચના સાથેને અષ્ટાહ્નકા મહોત્સવ, જમણ આદિ કાર્યોમાં આસરે ત્રીસેક હજારને ખર્ચ સમુદાય અને વાડીલાલભાઈને મળીને થયેલ હશે.
સં. ૧૯૯૦, ચાતુર્માસ પૂર્ણ થયે ઉપધાનતપ માળા પરિધાન મહોત્સવ સમાપ્ત થયે, માગશર સુદિ ૧ ને મુનિશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રકાશવિજયજીને વડી દીક્ષા આપી, વિહાર કરી કપડવંજ પધાર્યા. ત્યાં માગશર સુદિ ૧૧ ના પન્યાસ મનેહરવિજ્યજીના શિષ્ય મુનિશ્રી ભદ્રકવિજયને વડી દીક્ષા આપી હતી. અહિ અખિલ હિંદ વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુઓનું સંમેલન અમદાવાદના સંઘ તરફથી કરવાનું નક્કી થયેલ હોવાથી, અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ શેઠ ભગુભાઈ આદિ આગેવાને સંમેલનમાં પધારવાની વિનંતી કરવા આવતાં, આવા શુભ કાર્યોમાં બનતે સાથ આપે એ અમારી ફરજ છે તેમ કહી આમંત્રણને સ્વીકાર કર્યો હતે. તેની જ સાથે મુનિશ્રી વિદ્યાવિજયજીની આગેવાની નીચે સંમેલન સમયે વિચારાતા પ્રશ્નોને નિવેડે એક્યતાથી થાય તે વધુ સારૂ, તેવી ભાવનાથી વિચારોની આપલે કરી સંગઠ્ઠીત થવા આચાર્ય દેવના નેત્રત્વની જરૂરીયાત છે, તેવી મતલબની મુનિશ્રી વિદ્યાવિજયજીની આગેવાની નીચે પચીસેક સાધુઓની વિજ્ઞપ્તિ આવતાં, આચાર્યદેવે પુત વિચારણા કર્યા પછી મુનિ વિદ્યાવિજયજીને આવા પ્રયત્ન માટે આશિર્વાદ પાઠવી, પિતાનાથી બનતે સાથ આપવાની કબુલાત સાથે સુચવ્યું કે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી તમારી સાથે જોડાવાની કબુલાત આપે મને જણાવશે, એટલે હું બનતે સાથે આપીશ. આ રીતે મુનિવિદ્યાવિજયજીને આચાર્યદેવના આશિર્વાદ મળતાં તેઓ પિતાના કાર્યમાં મશગુલ બન્યા. અને દહેગામ મુકામે વિચારોની આપલે કરવા પૂજ્ય આચાર્ય અને મુનિગણને એકત્ર કરવાને નિર્ધાર કરી, હરેક મહર્ષિગણને ડેપ્યુટેશને દ્વારા વિનંતી કરાવતાં મુનિ સમુદાયના મોટા ભાગની એક સ્થળે ભેગા થઈ વિચારણા કરવાની મહેચ્છા જણાતાં, મુનિશ્રી વિદ્યાવિજયજીએ આચાર્યશ્રી વિજયવલભસુરીજીને આગ્રહપૂર્વક દહેગામ સમુદાયમાં
એકત્ર થતાં મુનિગણને દોરવણી આપવાની વિનંતી કરતાં, વૃદ્ધ પ્રવર્તકશ્રી કાન્તિવિજયજીની સમ્મતિ મેળવી મુનિશ્રી વિદ્યાવિજ્યજીને પિતાનું કાર્ય આગળ ધપાવવા અને દોરવણી આપવા સાથે વધુ સમુદાય એકત્ર થાય તેમ પ્રયત્ન કરવા, અને ડહેલાના નાયક આચાર્યદેવશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજને આગેવાન બનાવી, તેમના નેતૃત્વ નીચે દરેક પ્રશ્નોની વિચારણા કરવાની સુચના