________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેપથી.
૧૫૯
ચાતુર્માસ માટે રોકાયા. ચોમાસામાં તીર્થના ઉદ્ધાર બાબતને ઉપદેશ આપતાં અને રેવતાચલની આશાતના અને દુર્દશાની પરિસ્થિતિ સમજાવતાં, જુદી જુદી પિળના દેરાસરો અને વ્યક્તિઓ પાસેથી આશરે રૂ. ૭૫૦૦૦)ની રકમ મેળવી ગીરનાર જીર્ણોદ્ધાર કમિટીને મોકલાવી. તેમજ સાધુ, સાધવીઓને ઉતરાધ્યયન, આચારાંગ કલ્પસૂત્ર, સુગડાંગ, મહાનિષિથ આદિ સૂત્રોના વહન કરાવ્યા
સં. ૧૯૮૧. ચાતુર્માસ પૂર્ણ થયે રાધનપુરના શા. જમનાલાલ વમળસી જીતમલની ઉજમણુ કરવાની ભાવના થતાં, આચાર્યદેવને પધારવાની વિજ્ઞપ્તિ કરતાં અહિંથી વિહાર કરી સંખેશ્વરની યાત્રા કરી, રાધનપુર આડંબરિક સામૈયા સાથે પધાર્યા. ત્યાંનું ઉજમણું સમાપ્ત થયે ત્યાંથી વિહાર કરી પાટણ ખેતરવસીના પાડાના ઉપાશ્રયે શ્રાવકના આગ્રહથી પધારી, પોસ વદિ ૫ ના પન્યાસજીશ્રી મેહનવિજ્યજી મહારાજના શિષ્ય મુનિશ્રી શાતિવિજયજીને ગણિપદ અને પિસ વદિ ૬ ના પન્યાસજીશ્રી દયાવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ તથા મુનિશ્રી શાન્તિવિજયગણિને પન્યાસપદ આપવાની વિધિ, ચતુવિધ સંઘ સમા આચાર્યદેવના વરદ હસ્તે આડંબરિક અષ્ટાઢક મહોત્સવ સાથે કરાવવામાં આવી હતી. બાદ ત્યાંથી વિહાર કરી કાઠીયાવાડમાં ફરી જુનાગઢ ધ્વજ દંડ મહોત્સવ ઉપર પધારી, ફાગણ સુદિ ૩ ના શેઠ ડેસાચંદ અભેચંદની પેઢી તરફથી બનાવેલા ધ્વજદંડે રેવતાચલના જનાલના શિખર પર ચઢાવવાને મહોત્સવ ઘણાજ આડંબરિક દ્રષ્ય, ભવ્ય અછાલીકા મહોત્સવ તેમજ અનેક નૌકારસીઓથી ઉજવવામાં આવેલ હતું.
૫
:
મા
શ્રી રેવતાચલ તીર્થનું દ્રવ્ય. આ મહોત્સવમાં આસરે દશેક હજાર ઉપરાંત જનસમૂહ એકત્ર થયેલ હતું. જુનાગઢનું કાર્ય પતાવી વિહાર કરી વષિતપના પારણા ઉપર વાંકાનેર પધાર્યા. બાદ સંઘના આગેવાને તથા કુટુંબીજનોના આગ્રહથી ચાતુમોસ