________________
જૈનધર્મ વિકાસ. '
આત્માનું સમર્પણ કરેલ હોવાથી તેમના શિષ્ય પ્રશિષ્યએ મજબુત સાથ આપી, અત્યાર સુધીમાં આ તીર્થ ઉપર સમાજના છ લાખથી વધુ રકમને સદવ્યય કરાવી, આખા તીર્થના દરેક ભાગમાં જે ભયંકર આશાતના થઈ રહી હતી, તેનું નિવારણ અને જર્જરિત જિનાલયને જીર્ણોદ્ધાર કરાવી, તેને વૈમાન ભૂવન જેવા બનાવરાવી, દીર્ઘકાળ નભી શકે તેવા કરાવરાવી જૈનોના એક મહાન તીર્થને ઉદ્ધાર કરાવેલ છે. આટલું મહાન જીર્ણોદ્ધારનું કાર્ય આચાર્ય શ્રીએ ઉપાડેલહેવાથી તેની વ્યવસ્થા કરવા કમિટીનો અને દિવાન સાહેબને આચાર્ય શ્રીને જુનાગઢમાં રોકવાને આગ્રહ હેવાથી, તેમજ સંઘના આગેવાનોની વિનંતીથી ચાતુર્માસ કરવા જુનાગઢ રોકાયા. માસા દરમિયાન અનેક વખત દિવાન સાહેબની મુલાકાત ગોઠવી જીર્ણોદ્ધારના કાર્યમાં ફરીથી રાજકિય અડચણો ઉભી ન થાય તેવી રીતે ચોખવટ કરાવી આપી, તેમજ ચોમાસા દરમિયાન પત્ર દ્વારા જીવરાજ ધનજી તરફથી રૂ. ૧૧૦૦૦) અને બીજાઓ તરફના મળી ત્રીસેક હજારની મદદ મેળવી આપતાં જીર્ણોદ્ધારનું કામ ધમધોકાર ચાલુ કરાવ્યું. વળી ચોમાસામાં પૂજ્ય ગુરૂવર્ય પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજના કાળધર્મ પામવાને શ્રાવણ સુદિ ૩ ના તાર દ્વારા સમાચાર મળતાં ગમગીન બની ગયા. ગુરૂવિરહની વેદના અસહ્ય લાગવાથી હૃદયને ઘણોજ આઘાત લાગે. સમાચાર મળતાજ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા આદિના સમૂહ સાથે દેવવંદન કર્યા. સ્વર્ગસ્થના નિમિત્ત સંઘે અષ્ટાલીકા મહત્સવ અને શેઠ. આણંદજી મોતીચંદ તરફથી શાન્તિસ્નાત્ર ધામધૂમથી કરવામાં આવ્યા હતા, તેમજ શોક સભા ભરાવી કલ્પાંત હૃદયે ગુરૂદેવના જીવનના ઉપકારક પ્રકરણે સમાજના સન્મુખ રજુ કરી, વિરહ વેદના વ્યક્ત કરી અને કરાવી હતી. આ રીતે સંપૂર્ણ ફરજ બજાવવા છતાં પણ શિરછત્ર જેવા ગુરૂના વિરહની વેદના હૃદયમાં ઘણી જ સાયા કરતી હતી.
સં. ૧૯૮૦. ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર કરી જેતલસર, ગંડલ, ધોરાજી, અને તેની આજુબાજુના પ્રદેશમાં વિહાર કરી, મોરબી પધારી ત્યાં અને ધોરાજી “શ્રી જૈન સેવા સમાજની સ્થાપના કરાવી વાંકાનેર (જન્મભૂમિ)માં થઈ ધોળા, સોનગઢ, શીહોર થઈ પાલીતાણું પધારી શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, માગસર સુદિ ૫ ના કપડવંજના ગૃહસ્થને ભાગવતી દીક્ષા આપી તેનું નામ મુનિશ્રી જયવિજયજી પાડયું. તેમજ મહા સુદિ ૧૦ ના મુનિશ્રી જ્યવિજયજીને વડીદીક્ષા મહોત્સવ સાથે આપી. વળી ફાગણ સુદિ ૫ વલસાડના રાયચંદભાઈને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી ગુણવિજ્યજી પાડ્યું, અને ફાગણ વદિ ૫ ન મુનિશ્રી કમળવિજયજીને વડી દીક્ષા આપી. પાલીતાણાથી કાઠીયાવાડનો વિહાર કરી ડહેલાના આગેવાનોના આગ્રહથી, અમદાવાદ પધારી ડહેલાના ઉપાશ્રયે