________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની ધથિી.
૧૫૭
અબ લાગે તેથી વ્યાખ્યાન પૂર્ણ થતાં આચાર્યદેવને ખાનગી મળી તમામ હકીકતથી વાકેફ થવાની જિજ્ઞાસા બતાવી, અન્ય કોઈ સમયની માગણી કરી. આચાર્યદેવે ફરમાવ્યું કે હું તો આહાર, ગોચરીને સમય થવા છતાં તેને છોડીને આપને ઝીણામાં ઝીણી હકીકતથી વાકેફ કરવા તૈયાર છું, પરંતુ આપશ્રીને જમવાને સમય થઈ જશે. આ સમય દરમિયાન ગેવિંદજી શેઠના આગ્રહથી દિવાનસાહેબે શેઠશ્રીની યજમાનવૃતિ સ્વીકારતાં આચાર્યદેવ અને દિવાનસાહેબ બને એકાંતમાં બેસી રૈવતાચલ પર થતી આશાતના, જિનાલયેની જીર્ણતા, રાજ્યની ડખલગીરી, પેઢીની પરિસ્થિતિ, અને પિતાને અંતિમ નિશ્ચય, આદિ બાબતો ઉપર બે કલાક અરસપરસ વિચારોની આપ લે કરી નાનામાં નાની બાબતથી દિવાનસાહેબ માહિતગાર થયા. બાદ ગોવિંદજી શેઠને ત્યાં ભેજન લીધા પછી શ્રીઆચાર્યદેવને મળી છુટા પડતાં આ બાબત હું જુનાગઢ જઈ સંપૂર્ણ વાકેફ થઈશ, અને ગોવિંદજી શેઠ મારફત જીર્ણોદ્ધાર કરાવવા બાબત આપશ્રી હિલચાલ કરાવે, તેમજ આપશ્રી ત્યાં પધારે ત્યારે મને મુલાકાતને જરૂર લાભ આપશો. આવા મહાન તીર્થને જીર્ણોદ્ધાર કરી મહદ પુન્ય ઉપાર્જન કરવાનું કાર્ય આપશ્રીના ઉપદેશથી પાર પડે એવી મહારી આંતરભાવના છે, તેથી મહારાથી બનતે આ કાર્યમાં આપશ્રીને હું જરૂર સાથ આપીશ. આ રીતે આશ્વાસન મળતાં પોતે ચેમાસા દરમિયાન વેરાવળથી અનેક ભક્તજને, અને માતબર જિનાલની પેઢીઓને રેવતાચલના જીર્ણોદ્ધારમાં મદદ કરવા પત્રવ્યવહાર શરૂ કર્યો, અને આશાજનક સમાચાર મળતા રહ્યા.
સં. ૧૯૭૯ ચાતુર્માસ પૂર્ણ થયે પ્રભાસપાટણના આગેવાનોના આગ્રહથી પ્રભાસપાટણ પધાર્યા. અને ત્યાંના સંઘને પ્રભાસપાટણના દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવવાને ઉપદેશ આપતા આસરે રૂ. ૭૫૦૦૦) એકત્ર કરાવી દેરાસરેને જીર્ણોદ્વાર કરાવવાનું શરૂ કરાવી માગસર વદિ ૧૦ ના ભુજ નિવાસી રવચંદ માલસીને ભાગવતી દીક્ષા આપી પન્યાસશ્રી દયાવિજયજીના શિષ્ય મુનિ રવિવિજયજી નામ આપ્યું. ત્યાંથી આજુબાજુના પ્રદેશમાં વિહાર કરી જુનાગઢ પધારી શેઠ ગોવિંદજીભાઈને બોલાવી, તેમની મારફત દિવાન સાહેબની મુલાકાત કરતાં જીર્ણોદ્ધાર કરાવવાની મંજુરી માગવા અરજી કરવાની સલાહ મળતાં, શેઠ ગોવિદજી ખુશાલચંદ અને જુનાગઢ રાજ્યની રેલ્વેના ઓડીટર શા. ડાહ્યાભાઈ હકમચંદની આગેવાની નીચે એક જીર્ણોદ્ધાર કમિટી નિમિ, તે દ્વારા જિનાલના જીર્ણોદ્ધાર કરાવવાની રાજ્યમાં માગણી કરતાં ઘણા પરિશ્રમે મંજુરી મળવા પામી. અને મંજુરી મળતાજ પ્રથમ એડનના સંઘ તરફથી રૂ ૨૦૦૦૦)ની જીર્ણોદ્ધાર માટે મદદ મળતા કમિટી દ્વારા જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ કરાવ્યું, જે અદ્યાપી પર્યત ચાલુ જ છે. આ કાર્ય પાછળ પૂજ્ય આચાર્યદેવે પિતાના