________________
૧૫૬
- જૈનધર્મ વિકાસ,
સં. ૧૯૭૮, ઉપધાનની માળા પહેરાવી આચાર્યદેવ પરિવારસહ તળાજ, મહુવા, કુંડલા, દામનગર, દીવ, ઉના, અજારા, પ્રભાસપાટણ અને તેની આજુબાજુના પ્રદેશ વિચરી વેરાવળ પધાર્યા. જ્યાં “જૈન સેવા સમાજ” નામની સંસ્થાની સ્થાપના કરી વંથલી, માંગરોળ, બાંટવા અને તેની આજુબાજુના સૌરાષ્ટ્ર પ્રદેશનું પર્યટન કરી જુનાગઢ પધારી રૈવતાચલ તીર્થની યાત્રા કરવા પધારતાં, જિનાલયોની જીર્ણ સ્થિતિ અને આશાતના થતી નિહાળી હૃદયમાં ખુબજ આઘાત થયે, તેથી નેમિનાથ ભગવાનની ભક્તિ ભાવતા હૃદયમાં નિશ્ચય કર્યો કે આવી પ્રાચિન તીર્થની સુધારણાઅર્થે ભગીરથ આંદોલન કરી તીર્થને જીર્ણોદ્ધાર કરાવ. યાત્રા કરી જુનાગઢમાં આવી કારખાનાના મુનિમને બેલાવી ઉપર આવી દુર્દશા કેમ થઈ રહી છે તેની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, રાજ્ય અને પેઢી વચ્ચે વૈમનસ્ય હોવાથી ગમે તેટલા પેઢી મારફત પ્રયત્ન કરી જોયા છતાં રીપેરીંગ કરાવવાની મુદલ પરવાનગી મળી શકતી નથી. તેથી પેઢી તરફથી આ કાર્ય
જ્યાં સુધી રાજ્ય સાથે સુમેળ ન સંધાય ત્યાં સુધિ બની શકે તે સંભવ નથી, પણ આપ જેવા શાસનસ્થભ આ કાર્યને અપનાવો તે જરૂર આપના નિર્મળ ચારિત્ર અને તપના પ્રભાવની છાયા રાજ્યાધિકારીઓ ઉપર પડવાથી,
આપ જેવાના પુન્યબળે તીર્થને ઉદ્ધાર થઈ શકશે. માટે મારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે આ કાર્ય માટે આપશ્રી બનતા પ્રયત્ન જરૂર કરો. આચાર્ય દેવે તે પ્રભુની સન્મુખ રૈવતાચલ ઉપરજ નિશ્ચય કરી લીધેલો જ હતો. આ વાર્તા લાપ દરમિયાન વેરાવલના આગેવાને ચાતુર્માસ કરવા પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવતાં, જિનાલયની પરિસ્થિતિથી તેમને વાકેફ કરતાં ગેવિંદજીભાઈએ કહ્યું કે સાહેબ, આપશ્રી જેવા ગુરૂદેવે આ કાર્ય હાથમાં લેવાનો નિશ્ચય કર્યો એજ અમારા સંઘને અને આ તીર્થને પુણ્યોદય થવાની સુભસૂચકતાજ છે. આપ વેરાવળ ચાતુર્માસ માટે પધારે અને આપશ્રીની આજ્ઞા મુજબ અમે બનતે સાથ આપીશુ. ગુરૂદેવ જુનાગઢથી વિહાર કરી વેરાવળ ચાતુર્માસ કરવા પધાર્યા.
ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના તપો થયા, અને તેની ઊજવળી અંગે અષ્ટાલીકા મહોત્સવ થયા. દરરોજ વ્યાખ્યાનમાં તીર્થની આશાતના ટાળવા અને જીર્ણોદ્ધાર કરાવવા ઉપર ઉપદેશદ્વારા સિંચન કરતા હતા. એકદા જુનાગઢ રાજ્યના દિવાન રાવબહાદુર ત્રિભુવનદાસ દુલેરાય રાણુ સાહેબ, આચાર્યદેવને વ્યાખ્યાનની ખ્યાતિ સાંભળી વ્યાખ્યાનમાં આવવા શેઠ કલ્યાણજી ખુશાલદાસની મશહુર પેઢીના આગેવાન શેઠ ગેવિંદજીભાઈને કહેતાં, શેઠ શ્રી દિવાનસાહેબને સાથે લઈને આચાર્ય દેવના વ્યાખ્યાનમાં આવ્યા, જે સમયે પણ રેવતાચલના જિનાલયની આશાતના અને દુર્દશાનું નિવારણ કરવાનો ઉપદેશ ચાલતો હતો. દિવાનસાહેબને વ્યાખ્યાન સમયની બધી હકીક્ત સાંભળી