________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની ઉપેથી.
૧૫૫
વેગના પૂરમાં, બહાળા સમુદાયની હાજરી વચ્ચે પન્યાસજીશ્રી નીતિવિજ્યજી ગણિવર્યને આચાર્યપદ વાજીના મધુર નાદેના પ્રૉષ વચ્ચે આપવામાં આવ્યું હતું. જે સમયે ભક્તજને તરફથી કાંબળીઓ અને કપડાને વરસાદ વરસી રહેવાથી તેના ઢગલાઓ થવા પામ્યા હતા. આચાર્ય પદારેહણ થયા બાદ વંદન વિધિમાં બે કલાક થાય એટલે બહાળો સમુદાય સાધુ, સાધવી અને ભક્તજનોને એકત્ર થયા હતા. આ પદવી પ્રદાન મહોત્સવના મેળાવડામાં શ્રીફળની પ્રભાવના કરવામાં આવતાં આસરે દશેક હજાર વહેચાયા હતા. તેમજ લવારનીપળના ઉપાશ્રયે ઉજવાએલ અષ્ટાલકા મહોત્સવ, શાન્તિસ્નાત્ર, અને જમણ, પ્રભાવના આદિમાં પાંચેક હજારને ખર્ચ થયેલ હશે. આ રીતે પદવીપ્રદાનના ભવ્ય મહત્સવની સમાપ્તિ થયા બાદ બાવળાના ધરમસીભાઈની ઉદ્યાપન કરવાની ભાવના થતાં આચાર્યશ્રીને પધારવા વિનંતી કરવા આવતાં ગુરૂદેવ બાવલા પધાર્યા. ત્યાંથી લવારની પાળના આગેવાનો આગ્રહ હોવાથી ચાતુર્માસ કરવા અમદાવાદ પધારી લવારની પળના ઉપાશ્રયે માસુ રહ્યા. દરમિયાન તપનું સિંચન ઉપદેશદ્વારા કરતાં શેઠ છગનલાલ ઈચ્છાચંદની ઉપધાન કરાવવાની ભાવના થતાં તે કરાવવા વિનંતી કરતાં આચાર્ય મહારાજે આસો માસમાં ઉપધાનના આરાધકોને પ્રવેશ કરાવી ક્રિયા કરાવવી શરૂ કરી.
સં. ૧૯૭૭. આ ઉપધાનમાં માળાની ઉછામણું ટીપ, ટેળીઓ, વરઘેડે, અને ઓચ્છવ આદિ મળીને પચીસેકહજારને ખર્ચ થયેલ હશે અને ઉપધાનની માળાપરિધાન મહોત્સવ સમાપ્ત થયા બાદ કેચીનવાળા જીવરાજ ધનજીની પાલીતાણામાં મોટી રકમને સદવ્યય કરવાની ભાવના થતાં, તેની આગ્રહભરી વિનંતીથી આચાર્યદેવશિષ્ય મંડળ સાથે અહિંથી વિહાર કરી કાઠીયાવાડનું પર્યટન કરી પાલીતાણાજી પધાર્યા. જ્યાં સાધુ, સાધવીને ઉતરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, સુગડાંગ, મહાનિષિથ આદિ સૂત્રોના વહન કરાવવા, સાથે જૈન સેવા સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. જે સંસ્થા દ્વારા સેવાના સંગીન કાર્યો અદ્યાપી થઈ રહ્યા છે, તેટલુજ નહિ પણ યાત્રાળુઓની સેવા માટે ખાસ એક દવાખાન પણ પિતાના તરફથી નિભાવે છે. ચોમાસા દરમિયાનમાં કે ચીનના જીવરાજ ધનજી તરફથી પ. મુક્તિવિજયજી, પ. તિલકવિજયજી આદિએ મા ખમણ અને અન્ય મુનિવર સેળ, પંદર, અઠ્ઠાઈ કરેલ હોવાથી ભવ્ય અછાલીકા મહોત્સવ કરવામાં આવ્યા હતા. વળી તેઓશ્રી તરફથી ઉપધાન પણ કરાવ્યા હતા, જેમાં આસરે પંદરેક હજારનો ખર્ચ કરવા ઉપરાંત સાધુ, સાધવીઓને ભણાવવાનું પાલીતાણામાં એક સારૂ સાધન ન હોવાથી તેની આવશ્યક્તા ઉપર ધીરુબહેનનું લક્ષ દેરતાં તેમણે રૂ. ૮૦૦૦)ની રકમ કાઢી આપતાં એક પાઠશાળાની પણ સ્થાપના કરાવી હતી, જે હજુ પણ ચાલુ છે.