________________
૧૬૦૦
જેનધર્મ વિકાસ : '
જન્મભૂમિ (વાંકાનેર)માંજ કર્યું. ચૌમાસા દરમિયાનમાં અવારનવાર રાજ્યકુટુંબન વડેરાઓ અને ભાયાતે વ્યાખ્યાનમાં આવતા અને આચાર્યદેવ તેમને જીવદયાને ઉપદેશ આપતાં, આ રીતે આચાર્યદેવ અને રાજવી વચ્ચેનો સંસર્ગ વધતાં મહારા પ્રદેશમાંથી આવા ઉચકોટીના ધર્મધુરંધર મહાત્મા નીવડયા છે. તેમ જાણું પિતે ગૌરવ લેતા એકદા આચાર્ય દેવને ફરમાવ્યું કે આપના ઉપદેશની અને બંધુત્વભાવની મહારા ઉપર ઘણી જ સુંદર છાયા પડી છે, માટે મારા લાયક આજ્ઞા ફરમાવો. આચાર્યદેવે પ્રત્યુતરમાં કહ્યું કે અમારી ફરજ માત્ર એકજ છે, કે હરેક આત્માને ધર્મના માર્ગે વહેતે કરી તેને ઉદ્ધાર કરે. આપ પણ તે માર્ગને સ્વીકાર કરી શિકાર અને જીવહિંસાને પ્રતિબંધ કરો. અને કરાવે. રાજવીએ ઉપદેશને શીરોમાન્સ કર્યો. વળી વાંકાનેરનો ઉપાશ્રય જીર્ણ થઈ ગયેલ હોવાથી તેની સુધારણાની જરૂર જણાતાં આચાર્યદેવને વંદનાથે કેચીનના જીવરાજ ધનજી ત્યાં પધારતાં, તેમને ઉપદેશ આપતાં શેઠશ્રીએ રૂા. ૧૮૦૦૧) ની રકમની ઉદારતા દાખવતાં ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થવા પામ્યું. તેમજ સંઘ તરફથી ઘણાજ આડંબરથી શ્રી ભગવતીસૂત્રની વાચના કરાવવામાં આવી હતી. આ રીતે આચાર્યદેવને જન્મભૂમિમાં ભાગવતી દીક્ષાને સ્વયં સ્વીકાર કર્યા બાદ બત્રીસ વર્ષ પહેલ વહેલું જ ચાતુર્માસ કરવાને, તેમજ કૌટુમ્બી, મીત્ર અને આપ્તજનેને મળવાનો પ્રસંગે ઉપસ્થિત થતા દરેકના હૃદયમાં અરસપરસ વાત્સલ્ય ભાવનાં ઝરણાં ઉભરાતાં હતાં.
સં. ૧૯૮૨, ચાતુર્માસ પૂર્ણ થયે સ્નેહિમંડળને અશ્રુભીની આંખમાં અને વિયોગી દશામાં મૂકી વિહાર કરી મેરબીના સંઘના આગેવાની વિનંતીથી ઉપધાનમાળા પરિધાન મહોત્સવ માટે મેરબી પધાર્યા જ્યાં મહોત્સવની સમાપ્તિ થતાં મીયાણા, માળીઆ તરફ વિચરી માળીઆના રાજવીને વ્યાખ્યાન દ્વારા જીવદયાને પ્રતિબંધ આપતા, આચાર્યદેવ પ્રત્યે રાજવીને ભક્તીભાવ વધતા તેમણે ત્યાં રોકાવા અતિ આગ્રહ કર્યો. પરંતુ સિદ્ધચક આરાધક સમાજની વિનંતિથી ચૈતરની ઓળી કરાવવા સંખેશ્વરજી જવાનું હોવાથી, તરતજ વિહાર કરી સંખેશ્વરજી પહોચ્યા. જ્યાં અમદાવાદથી શેઠ ભગુભાઈ ચુનીલાલની, ઉદ્યાપન કરવાની ભાવના થતાં અમદાવાદ પધારવાની વિનંતી કરવા આવવાથી તેમજ વાડીલાલ છગનલાલ વાવવાળાની પણ ઉદ્યાપન કરવાની ભાવના થતા તેઓ પણ વિનંતી કરવા આવતા, આચાર્યદેવ સંખેશ્વરથી વિહાર કરી કડી પધારી ત્યાંના સંઘને કલેષ દૂર કરાવી, ત્યાંથી અમદાવાદ પધારી લવારની પિળના ઉપાશ્રયે દબદબાભરેલા સામૈયા સાથે પધાર્યા. બન્ને ભાવીકેના ઉદ્યાપન મહોત્સવમાં ઉપગરણ, મંડપ, અષ્ટાદ્વીકા મહત્સવ, પ્રભાવના અને જમણ આદિમાં મળી આશરે અડધે લાખથી વધુ રકમને સદવ્યય કરાવેલ હશે. વળી જે "