________________
૧૪૬
જૈનધર્મ વિકાસ,
મેરારજીની આગેવાની નીચે કેટલાક સ્થાનકવાસી બંધુઓ મોરબીની સ્થિરતા દરમિયાનમાં વ્યાખ્યાનનો પણ લાભ લેતા હતા. જ્યાંથી રાજનેની આગ્રહભરી વિનંતીથી જન્મભૂમિ (વાંકાનેર )માં દીક્ષા લીધા પછી પહેલા જ આવતા હોવાથી લોકોમાં ઉત્સાડ ઘણાજ હતો, અને તેથી કૌટુમ્બીજનો સાથે સંઘે ઉત્સાહ પૂર્વક આડંબરિક સમયથી નગર પ્રવેશ કરાવ્યો. ચાતુમાસ કરવાનો સંઘે ઘણોજ આગ્રહ કર્યો. પરંતુ કૌટુંબીજનને મોહનું કારણ ઉત્પન ન થાય તેથી અત્યાગ્રહ હોવા છતાં પણ ચાતુર્માસની વિનંતી ન સ્વીકારતાં, વાઘ ઘણેજ ગમગીન બને. ઘણીજ આજીજી ભરી વિનવણી કરી છતાં પન્યાસજી મહારાજ ડગ્યા નહિ. વળી સ્થિરતા દરમિયાનની ઉપદેશમય અમૃતવાણીથી પ્રતિબોધિ, તેમના બંધુ કુલચંદભાઈ આદિ શ્રાવક, શાવી ગણે મહા સુદિ ૧૦ ના સંઘ સમક્ષ નાણ મંડાવી ચતુર્થવ્રત સ્વીકારી તેની ઉજવળીમાં આડંબરિક અષ્ટાદ્વીકા મહોત્સવ અને શ્રીફળની પ્રભાવના કરેલ. જેની પૂર્ણતાએ રાજકોટના આગેવાનના આગ્રહથી ચાતુર્માસ કરવા રાજકોટ પધાર્યા. ચાતુર્માસ દરમિયાનમાં તપસ્યા સારા પ્રમાણમાં થવાથી શેઠ રાવજી વાલજી તરફથી અષ્ટાપદની રચના કરી ઘણો જ સારો અષ્ટાહીકા મહોત્સવ કરવામાં આવ્યો હતે.
અષ્ટાપદની રચનાનું ભવ્ય દ્રષ્ય.