________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાયની ધપેથી.
૧૪૭
સં. ૧૯૯૩. ચાતુર્માસ સમાપ્ત થતા, રાધનપુરના મસાલિયા ખોડીલાલ સૌભાગ્યચંદની શ્રીસિદ્ધાચળને સંઘ કાઢવાની ભાવના થતા તેઓ ચોટીલા વિનંતી કરવા આવતા, ગુરૂવર્યની સાથે ત્યાંથી વિહાર કરી પાટણ થઈ રાધનપુર પધાર્યા. ત્યાંથી સંઘની સાથે રસ્તાના સ્થાનની યાત્રા કરતાં અને વ્યાખ્યાન સંભળાવતા પાલીતાણા પહેચી, શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી સંઘની સાથેજ પાછા આગેવાનના આગ્રહથી રાધનપુર ચાતુર્માસ કરવા પધારી સાગરના ઉપાશ્રયે સ્થિરતા કરી. સંઘમાં આશરે ત્રણસો ગાડાં અને બે હજાર માણસ હતું. આ સંઘમાં સંધવીને આસરે ચાલીસેક હજારને સદવ્યય થયો હશે. ચાતુર્માસમાં સંઘની મહત્તા, અને તીર્થમાળ પહેરવાથી શું લાભ એ વિષય ઉપરજ દલીલસહ વ્યાખ્યાન આપતા હોવાથી, મહૂમ દિવાન ધરમચંદ ગેલચંદના ધર્મપત્નિની કેશરીયાજી તીર્થને સંઘ કાઢવાની ભાવના થતા, તેમાં પધારવા ગુરૂવર્યને આગ્રહભરી વિનવણી કરી. -
સં. ૧૯૬૪. ચાતુર્માસમાં થયેલ વિનવણી મુજબ કેશરીઆઇના સંઘનું નક્કી થતા ગુરૂવર્ય સાથે કેસરીઆજીના સંઘમાં પધારી, રસ્તાના સ્થાનની યાત્રા કરતાં અને સંઘથી થતા લાભો ઉપર વ્યાખ્યાન આપતા કેસરીયાજી પહોચી યાત્રા કરી, રાધનપુરના આગેવાનોને અતિઆગ્રહ હોવાથી પાછા સંઘની સાથેજ રાધનપુર પધાર્યા, અને સાગરના ઉપાશ્રયે ચાતુર્માસ માટે સ્થિરતા કરી. સંઘમાં બસોગાડી અને પંદરસેક માણસ હતા અને સંઘવીને આસરે ત્રીસેક હજારને સદવ્યય થયેલ હશે. ચાતુર્માસના વ્યાખ્યાનમાં તપ ઉપર ખૂબ સિંચન કરતા હોવાથી
માસામાં ચૌદપૂર્વ, અક્ષ્યનિધિ, નવકાર પદ, અને પર્યુષણ કાંઠે સોળ, પંદર, અઠ્ઠાઈ આદિની અનેક તપસ્યાઓ થયેલ, અને તેની ઉજવણીમાં અવારનવાર અષ્ટાહીકા મહોત્સવો થતા, ચોમાસાના અંતે આસો સુદિ ૧૦થી શેઠ ખેડીલાલ સોભાગ્ય ચંદના ધર્મપત્ની બહેન ગલબીબાઈ કયશરે-હિન્દના તરફથી ઉપધાન તપ શરૂ કરાવ્યા. જેમાં આશરે દોઢસો આબાલવૃદ્ધોએ પ્રવેશ કરેલ, અને માળાની ઉછામણી, ટેળીઓ અને મહોત્સવ સાથે આ પ્રસંગમાં આસરે દશેક હજારને સદવ્યય થયેલ હશે. વળી ચૈત્યપરિપાટી ઘણાજ આડંબરિક વરઘોડા અને સેંકડોના સમૂહ સાથે, અનેક ઉપગરણ સહિત લાંબા ખર્ચે શેઠ પ્રેમચંદ મુળજી તરફથી કરાવવામાં આવી હતી. તેમજ ચાતુર્માસ પણ તેમના નવીન ઘરમાં બદલાવી તેઓ તરફથી અષ્ટાહીકા મહોત્સવ, જળયાત્રા પ્રભુપ્રવેશવરઘોડો અને જમણ કરવામાં આવ્યા હતા. - સં. ૧૯૬૫. ઉપધાનની માળાવિધિ પૂર્ણ થયે, ત્યાંથી વિહાર કરી, મોરવાડા, સેઈગામ, બેણપ, વાવ, તીથગામ, ભેલ, થરાદ, ભીલડીયાજી, સાચોર, ડીસા, રાજપુર અને આજુબાજુના પ્રદેશમાં વિચરી, રાજપુરમાં અષ્ટાપદની રચના અને અષ્ટાહીક મહોત્સવ કરાવી, ત્યાંથી આબુજી, અને પંચતીથિની યાત્રા કરી અમદા