________________
સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નેધપોથી.
૧૪૫
ઉપાશ્રયે ગુરૂવર્યની સાથે ચાતુર્માસ કરી, જ્ઞાનભંડારની સુધારણાનું કાર્ય હાથમાં લઈ, આહારપાણી અને ક્રિયાકાંડ સિવાયનો બધો સમય તેજ કાર્યમાં લયલીન થઈ, આખું લીસ્ટ ફરીથી કરી આપી વ્યવસ્થિત રીતે પુસ્તકોનું રક્ષણ થાય તેવી રીતે બંધન કરી, ગોઠવી આપી જ્ઞાન ભંડારને સજીવન કરી આપ્યો હતો.
સં.૧૯૬૦. ચાતુર્માસ પૂર્ણ થયે ઝવેરી નગીનદાસ મંછુભાઈએ બંધાવેલ નવીન દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થતા, તેઓએ સુરત પધારી પ્રતિષ્ઠાનું કાર્ય કરી આપવાની વિનંતી કરતાં ગુરૂવર્યની સાથે બારેજા, માતર, નડિયાદ, કપડવંજ ડાકેર, છાણી, વડોદરા, જંબુસર, અંકલેશ્વર, ભરૂચ અને આજુબાજુના પ્રદેશમાં વિચરી સુરત પધારી, લેનના જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, આજુબાજુના પ્રદેશની યાત્રા કરી,ઝવેરી નગીનદાસ ઝવેરચંદ આદિ ગોપીપુરાના આગેવાની આગ્રહભરી વિનવણીથી ગોપીપુરાના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા પધાર્યા. જ્યાં પૂજ્ય ગુરૂવયે મુનિશ્રી નીતિવિજયજી મહારાજને અસાડ સુદિ ૬ થી શ્રીસમવાયાંગસૂત્ર અને શ્રીભગવતીસૂત્રના જેગમાં પ્રવેશ કરી પૂર્ણ કરાવ્યા.
સં. ૧૯૬૧. ચાતુર્માસ બાદ જેગ પૂર્ણ થયે ઘણેજ આડંબરિક મહોત્સવ મંડાવી, ચતુર્વિધ સંઘની સમક્ષ સમોસરણ બેઠવાવી, પૂજ્ય ગુરૂવયે નંદિની ક્રિયા કરાવી માગશર સુદિપ મે બહોળા સમુદાય વચ્ચે પ્રભાવક મુનિશ્રીને ગણિપદ આપી, ત્યાંથી વિહાર કરી રાંદેર ઉપધાન કરાવવા ગયા. જ્યાં અમદાવાદના સેનાભાઈ ચુનીલાલની ઉદ્યાપન કરાવવાની ભાવના થતા તેઓની આગ્રહિ વિજ્ઞપ્તિથી લંબાણ વિહાર કરી ભાયણજી ઉદ્યાપનમાં પધાર્યા. જ્યાંથી સંખેશ્વર, ઉપરિસર, પાટડી, બજાણું, લખતર, લીંબડી, ચુડા, રાણપુર, બોટાદ,વળા અને આજુબાજુના કાઠીયાવાડી પ્રદેશમાં વિચરી પાલીતાણા પધારતાં નાની ટોળીના અને સુરતના આગેવાનોના અત્યાગ્રહથી ગુરૂવર્ય સાથે પાલીતાણા ચાતુર્માસ કરી, ગુરૂવર્યની પાસે સૂવાદિનું અવગાહન કરવા સાથે વ્યાખ્યાન આપતા હતા.
સં. ૧૯૬ર. ચાતુર્માસ પૂર્ણ થયે સુરતના અને નાની ટેળીના આગેવાનોએ ગુરૂવર્યને શાસનના ઝળહળતા તારાને પન્યાસપદ આપવાની આગ્રહ ભરી વિનવણી કરતાં ગુરૂવર્યની સમંતિ મળતા, તેઓએ ઘણાજ આડંબરપૂર્વક મહોત્સવની શરૂઆત કરી કારતક વદિ ૧૧ રવિવારના શુભ મુહૂર્ત ચતુર્વિધ સંઘ સમક્ષ બહોળા સમુદાય વચ્ચે ગુરૂવે નંદિ સમક્ષ ક્રિયા કરાવી પન્યાસપદારેપણ કર્યું. તે પ્રસંગે દૂર દૂરના પ્રદેશથી અનેક આગેવાને પધારેલ અને ડેહલાના આગેવાન શ્રેષ્ઠિ ચીમનલાલ નગીનદાસ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. ત્યાંથી ધોળા, જેતલસર, જેતપુર, ગેડલ અને આજુબાજુના સૌરાષ્ટ્રભૂમિમાં વિચારી જુનાગઢ પધારી, રેવતાચલની યાત્રા કરી ત્યાંથી વંથલી, વેરાવળ, પ્રભાસપાટણ, ઉના, અજારા, દીવ, માંગરોળ આદિ પ્રદેશમાં વિચરી મોરબી પધાયાં. જે સમયે મોરબીમાં સ્થાનકવાસી કેન્ફરન્સનું સંમેલન હોવાથી અનેક સ્થાનકવાસી આગેવાનેએ સામૈયામાં ભાગ લીધો હતો. તેમજ શેઠ ભીમજીભાઈ