________________
૧૪૪
જૈનધર્મ વિકાસ.
"
વરદ હસ્તે વીજાપુરના શા. ડાહ્યાલાલ છગનલાલને માગશર સુદિ ૨ના ભાગવતી દીક્ષાવિધિ કરાવી, તેમનું નામ મુનિશ્રીદાનવિજયજી પાડ્યું. ત્યાંથી ભરૂચ, કાવી, ગંધાર, વેજલપુર, અને આજુબાજુના પ્રદેશમાં વિચરી છાણી પધાર્યા, જ્યાં મુનિશ્રી દાનવિજ્યજી મહારાજને માંડલીયા જેગ પૂર્ણ થતાં ઘણું જ ધામધુમ સાથે ચતુર્વિધ સંઘ સમક્ષ નંદિની કીયા કરાવી. બ્રહદીક્ષા મહા સુદિ ૧૫ ના શુભ મુહૂર્ત અપાવી. ત્યાંથી દાહોદ બાજુ વિહાર લંબાવતા માળવાના આગેવાને વિનંતી કરવા આવતા પ્રતાપગઢ, મંદસૌર, જાવરા, રતલામ, મક્ષીજી, માંડવગઢ, ધાર અને આજુબાજુના પ્રદેશની યાત્રા કરતા એવંતીનગરી ચાતુર્માસ માટે પધાર્યા. રસ્તામાં દાહોદ પાસે ફાગણ સુદી ૬ના વીજાપુરના વાડીલાલ અને થાવલાના હકમાજીને શુભ મુહૂર્તી ભાગવતી દીક્ષા આપી, મુનિ મહારાજશ્રી કાન્તિવિજ્યજી મહારાજના શિષ્ય તરીકે વાડીલાલનું નામ મુનિશ્રી વિરવિજજી અને હકમાજીનું નામ પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી હર્ષવિજયજી પાડયું. ચાતુર્માસ કાકાગુરૂ મુનિશ્રી કાન્ડિવિજ્યજી સાથે કરી, તે દરમિયાન મૂર્તિપૂજા ઉપર સતત ઉપદેશ આપતા કાસટીઆ પુખરાજજી, કિશનલાલ અને ચત્રાસા લાલચંદજીની આગેવાની નીચે કેટલાક સ્થાનકવાસીએ મૂર્તિપૂજામાં શ્રદ્ધાવાળા થયાં. અને પૂજન આદિના અભિગ્રહ લીધા, તેટલું જ નહિ પણ તેઓએ અષ્ટાહીકા મહોત્સવ પ્રભુપૂજા અને આંગીઓ ઘણાજ આડંબરથી પિતાના ખર્ચે કરાવ્યું હતું. તેમજ વ્યાખ્યાનમાં નિયમિત હાજરી આપવા સાથે તપ જપમાં સારો લાભ લેતા હતા. વળી ચત્રાસા લાલચંદજી વાળાએ તે ઉદ્યાપન માંડી તેના ઉપગરણો અને જમણ આદિમાં પચીસેક હજારને સદવ્યય કર્યો હતો. આ રીતે આ ચાતુર્માસ દરમિયાનમાં ચરિત્રનાયકેવેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનો વિજ્યવજ ફરકાવ્યો હતે.
સં ૧લ્પ૯ ચાતુર્માસ પૂર્ણ થયે ઈદર, મક્ષીજી, રતલામ આદિ માળવાના બાકીના પ્રદેશમાં વિચરતા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈની, શ્રીસિધાચલજીનો છ“રી” પાળતા સંઘ કાઢવાની ભાવના થતા તેમા પધારવાની ગુરૂવર્યની આજ્ઞા થતા, ઝડપી વિહાર કરી અમદાવાદ પધારી સંઘની સાથે પાલીતાણું જઈશ્રી સિદ્ધાચલજી માં નવાણુ યાત્રા કરતા હતાં. જ્યાં ડેહલાના ઉપાશ્રયના આગેવાન શેઠ ચીમનલાલ નગીનદાસ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ અને શેઠ કાળીદાસ ઊમાભાઈ આદિ એ પધારી ગુરૂવર્ય સાથે મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી કે ડેહલાના જ્ઞાનભંડારની આશાતના બહુ થઈ રહી છે, માટે કૃપા કરી આપ તેનો ઉદ્ધાર કરવા રાજનગર પધારે. આપશ્રી શ્રમ લઈ તેને ઉદ્ધાર નહિ કરે તે અંતે પૂર્વજોના અસલ્ય ખજાનાને નાસ થઈ જશે. માટે આ કાર્ય આપે ખાસ કરવું જ જોઈશે. આવી આગ્રહભરી હાદ્રિક વિનવણી થતાં વળા, બેટાદ, ચુડા, રાણપુર, લીબડી, લેશ, ધંધુકા અને આજુબાજુના પ્રદેશમાં વિચરી અમદાવાદમાં પધારી ડહેલાના