________________
૩િ૨
જૈનધમ વિકાસ.
ણાથી વિમુખ થયા છે. પણ જ્ઞાન છીએ તે તેઓશ્રી આપણી સમીપજ છે. આપણું ખરું કર્તવ્ય છે એજ છે કે તેમના ગુણાનુવાદ કરતાં તેઓશ્રીના શુભ પગલે ચાલી આપણા જીવનને સફળ બનાવવાં જોઈએ.
આપણી દયાપ્રચારિણી મહાસભાના કાર્ય પ્રસંગે હું મહારાજ સાહેબને ઘણું વખત મળે છું. સુરત હરીપુરામાં થએલી પ્રતિષ્ઠા વખતે સુરતમાં મહારાજ સાહેબને મળ્યા હતા. દરેક પ્રસંગે મેં જે જે વિનંતિ કરી છે તે તેઓશ્રીએ સ્વીકારી છે, અને મારા કાર્યને ઉત્સાહ પ્રેરવાને બનતું કર્યું છે. હું જાણું છું ત્યાં સુધી મહારાજ સાહેબ પાસે ગએલા દુઃખીજનોને સંતોષકારક આશ્વાસન મળેલું છે. આવા મહા પુરૂષનાં જેટલાં યશગાન ગાઈએ તેટલા ઓછાં છે.
सुधाके सिंधु समान शान्ति सु सुहाग राग, ताज तप धारिके सुभग सुहायोहै। गरिव निवाज बाज दिलकेरे दुश्मन को, साजत्याग वृत्तिसें वरिष्ठ कहायोहै; ज्ञानी निरमानी शानी ध्यानी वीर विभुतिको, तानी मृदुवानी में महद मनायो है। नीति रीति कीर्ति में निपुण नीति सरिआज,
प्रेमी ये दुर्भाग्य संत जनताए गमायोहै; જેમનું હૃદય અમૃત ભરેલા મહાસાગર જેવું હતું, તેને લઈને આંખમાં અમી જ દેખાતી હતી. જેમનામાં શાન્તીની પરિમલતા એવી બહેકતી હતી કે જાણે તેને રાજાજ ન હોય. જેએ તપધારીઓમાં ઉત્તમ પ્રકારનાં તપ વડે આત્મ બળ સાધ્ય કરવામાં તપ ધારીઓના તાજ (મુગુટ)રૂપે શોભી રહેલ હતા. દયા ભાવે ગરીબના પિષક તરીકે જેમણે કર્તવ્ય બજાવ્યું હતું. જેમણે દીલના દુશ્મન રૂપી કામ, ક્રોધ, મદ અને મત્સર જીતવામાં બાજ જેવી બહાદુરી બતાવી હતી. અને જેઓ ત્યાગ વૃત્તિને તાજ સજીને ત્યાગીઓમાં ઉત્તમ પદે કહેવાયા હતા. મહા જ્ઞાની હોવાછતાં ક્રોધ કે અભિમાનનો જેનામાં અંશમાત્ર ન હેતે, એવા નિરાભિમાની હતા. વળી ગમે તેવું કેકડું ગુંચવાયેલું હોય પણ તે ઉકેલવામાં જેમનું શાણપણ અનુકરણીય હતું, અને વિરભગવાનની વિભુતિઓ રૂપ વિરધર્મને ઉદ્ધાર કરવામાં જ જેઓ ધ્યાન મગ્ન હતા. તેમજ કટુતા વગરની કેમળ વાણી બોલવામાં જેઓ ટેવાયેલા હતા. આવા અનેક ગુણેથી જેઓ મહાન પુરૂષ તરીકે મનાતા હતા, વળી નિતિ (વ્યવહાર)માં કાર્યકુશળ અને પ્રીતિ(પ્રેમ)માં હમેશાં નિપુણ (પ્રવીણ) અને સંત સમાન એવા આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજને આજે જનતાએ ગુમાવેલા છે એ મહા દુભાંગ્યની વાત છે.