SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્યદેવને અંજલી. પૂજય આચાર્યદેવને અંજલી. લેખક-કવી પ્રેમી. જેણે જીતેદ્ર વતની, કરી છે પ્રતિજ્ઞા. સંસાર સુખ તણી, કરી છે અવજ્ઞા. સાધી શીતાગ્ર વિભુને, દિવસે વિતાવે. એવા પુનિત જનને, શિશ સૌ નમાવે. જે મહાનુભાવે પિતાના જીવનમાં ઈદ્રિને જીતી જિતેંદ્ર વૃતની પ્રતિજ્ઞા કરેલી છે, અને આખું જીવન એ પ્રતિજ્ઞા પાળી જિતેંદ્રીય કહેવાય છે. વળી જેઓએ મોહ પમાડનાર વૈભવશાળી સંસારનાં અનેક સુખને ત્યાગ કરેલ છે. તથા પિતાના ચીત્તની અંદર મહાન સરવેશ્વર વિભુનું અહોનિશ સ્મરણ કરીને જીવનના દિવસો વિતાવ્યા છે. એવા પવિત્ર મહાપુરૂષોને સર્વ લોકે મસ્તક નમાવે છે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આ ઉત્તમ કેટીના મહાપુરૂષ હતા. તેઓને જૈને તે શું પણ જૈનેત્તરે પિતાનાં શિષ નમાવે તેમાં કાંઈ નવાઈ નથી. આવા મહાપુરૂષોની વંદનામાં અને એમના ગુણોનું યશગાન કરવામાં કેઈ ને પણ કઈ પ્રકારનો ભેદ હોય જ નહિ. કારણ કે ગુણ પૂનાથા જુપુર હિં 1 જ વય: એ શાસ્ત્ર કથનાનુસાર ગુણી પુરૂષો દરેક સ્થળે પુજાય છે. તેમાં શરીર કે ઉમરની આવશ્યક્યતા હોતી નથી. આવા ઉત્તમ ગુણધારી આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજ સાહેબને જૈનેતરો પણ પુજે એમાં આશ્ચર્ય નથી. આચાર્ય મહારાજશ્રીએ પિતાના જીવનમાં જે ઉત્તમ પ્રકારનાં કાર્યો કરેલાં છે, તે પ્રશંસનીય અને કિતી થંભ જેવાં છે. જે મહાનુભાની કિતી, યશનામી અને અમર છે, તેમનાં કાર્યો દષ્ટી સમીપ મોજુદ છે. તેવા મહાપુરૂષો કાળ ધર્મ પામ્યા છતાંએ અમર છે. આપણી સમીપ છે. એમાં અતિકિત નથી. શાસ્ત્રકાર કહે છે કે સોવતિ ચર્ચ જીલ્લ a fીતિ અથરા સંયુક્ત નિë વીવન મૃતોપણ જેની કીતી સજીવ છે. એ મહાપુરૂષ સજીવન જ છે. અને જેમની કતી નથી તે જીવતાં છતાં મુવા બરાબર છે. મરવું અને જન્મવું એ તે કુદરતી નિયમ જ છે. પરંતુ જીવનમાં મહાન કાર્યો કરી અમરત્વ પ્રાપ્ત કરવું એ જ મહાપુરૂષોનું સુત્ર છે. મહાપુરૂષો જીવનની દરકાર કરતા નથી, પરંતુ પિતાના કાર્યની દરકાર કરે છે. જીવન તે ક્ષણ ભંગુર છે, તેનો મેહ મહાપુરૂષોને હેતે નથી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પિતાના જીવનમાં ગમે તેવાં કઠણ કષ્ટ આવ્યાં, છતાંએ તેની લેશ પણ પરવા કર્યા વગર પોતે આરંભેલા કાર્યોને પાર પાડવામાં જીવન સિદ્ધિ માની છે. તેમનો શેક કરવાને હાથ નહિં, લૌકીક છીએ, તે આપ
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy