SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈનધર્મ વિકાસ. વિને મંત્રી વિચારે છે કે હે શ્રીસિદ્ધગિરિ ભગવંત! સંસારની રખડપટ્ટીરૂપ ભાવ રોગને નાશ કરવા માટે ૧-મહાવ્રતાદિના સાધક, સદ્ગુણિ શુદ્ધ પ્રરૂપક, શ્રીનરચંદ્રસૂરિ મહારાજ જેવા ગુરૂ મહારાજપિ વૈદ્ય ૨. આપના સ્વરૂપની ચિતવના રૂપ રસાયણ (દવા) ૩. સર્વ ની ઉપર દયા ભાવ રાખવા રૂપ પથ્ય ભેજન. આ ત્રણે વાનાં જ્યાં સુધી હું મુક્તિપદને પામું, ત્યાં સુધીના વચલા ભામાં મને ભવોભવ મળજો. ૨-હે પ્રભો! શ્રીજિનશાસનની નિર્મલ સેવા કરવાના ફલરૂપે હું એજ ચાહું છું કે, તેજ શ્રીજિનશાસનની સેવા કરવાને શુભ અવસર મને ભવભવ મળજે. ૩-સપુરૂષ કે જે મારા કરેલા સુકૃતને વારંવાર યાદ કરે, તેવું સુકૃત કરવાની નિરંતર ભાવના રહ્યા કરતી હતી. પણ તે મનના મને રથ મનમાં રહી ગયા. ને જીંદગી પૂરી થઈ ગઈ. ૪-શ્રીજિન ધર્મના પસાયથી મેં લક્ષમી પણ મેળવી. પુત્રના મુખ જોયા, ને પરમ ઉલ્લાસથી શ્રીજૈનેન્દ્ર શાસનની સેવા પણ કરી. હવે મને મરણને ભય છેજ નહિ. કારણકે શુરવીર થઈને મરવામાંજ ખરૂં ડહાપણ ગણાય. ૫ ૧. શાસ્ત્રોને અભ્યાસ, ૨, શ્રીજિનેશ્વર દેવની વંદના, પૂજા કરવાને શુભ અવસર. ૩. આર્ય પુરૂની સેબત. ૪. સદાચારિ મહાપુરૂષોના ગુણગાન કરવાને પ્રસંગ. ૫. નિંદાના પ્રસંગે મૌન. ૬. સર્વની આગળ પ્રિય હિતવચને બલવાને શુભ અવસર. ૭. આત્મતત્વની વિચારણા. આ સાત વાનાં મને ભભવ મળજે. આવી નિમલ ભાવનામાં ને ભાવનામાં શ્રી જૈનેન્દ્ર શાસનને પરમ પ્રભાવક મંત્રી વસ્તુપાલ સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં વિશિષ્ટ દેવતાઈ ઋદ્ધિને પામ્યા. ૧. મરણ અને જીવન શું ચીજ છે? ૨. કયું મરણ અને કયું જીવન ઉત્તમ ગણાય. ૩. મહાપુરૂષને મરણ પ્રસંગ કે અપૂર્વ બોધ આપે છે? વગેરે બીના સ્પષ્ટ સમજવા માટે ઉપરની બીના ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. શ્રી જૈનેન્દ્ર શાસનમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વગેરેમાંના ઘણુએ મહાપુરૂષે વિવિધ પ્રકારે જિનશાસનની સેવા કરીને, બીજાઓની પાસે કરાવીને તથા અનુદીને સ્વપર કલ્યાણ કરી ગયા. એ પ્રમાણે જેઓ હમણાં થોડા વખત પહેલાં હયાતી ધરાવતા હતા તે આચાર્ય મહારાજશ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૯૮ના પિષ વદિ ત્રીજે ઉદયપુર તાબાના એકલીંગજી ગામમાં કાળધર્મ પામ્યા. તે સાંભળીને હરકેઈ ગુણગ્રાહિ જિનશાસન રસિક ભવ્ય જીવ અપાર શક ગ્રસ્ત બને એ સ્વાભાવિક છે. તેઓશ્રીએ લગભગ ૪૯ વર્ષના દીક્ષા પર્યાયમાં પિતાનું કલ્યાણ સાધવા સાથે ઘણું ભવ્ય જીવેની ઉપર સર્વવિરતિ, દેશવિરતિ દાન, વરચ્ચારણ, ઉપધાન વહનદિ સેક્ષના સાધનોની સેવન કરાવીને, ડબાસંગ વગેરે પ્રદેશમાં
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy