________________
૧૧૫
=
=
=
=
=
કાલધર્મનું ખરૂ રહસ્ય. ધાર્મિક પાઠશાળાઓની સ્થાપના વગેરે પુષ્કળ ધાર્મિક કાર્યો કરાવીને અનહદ ઉપકાર કર્યા છે. તેમજ શ્રી રેવતાચલ, ચીડ વગેરે તીર્થોના જીર્ણોદ્ધાર પણ કરાવીને જિનશાસનની અજબ સેવા બજાવી છે. તેઓશ્રી સરલ સ્વભાવી, પરગજુ, મિલનસાર પ્રકૃતિવાળા હતા. માન, બડાઈ, ઈર્ષ્યાદિ દેથી અલગ હતા. તુચ્છવાદને તરછોડનારા હતા. તેમજ શાંત સ્વભાવને લઈને સામાને સમજાવીને સન્માર્ગમાં ટકાવતા. તેઓશ્રીના ઉપદેશથી ઘણાએ ભવ્ય જીએ શ્રીસિદ્ધાચલાદિ તીર્થોના સંઘ કાઢીને, ઉજમણું, અષ્ટાલિકાદિ મહોત્સ કરીને, શ્રીસંઘાદિ પવિત્ર ક્ષેત્રો પિષીને, ચપલ લક્ષ્મીને સદુપયોગ કર્યો છે. આપણે તેમના પગલે ચાલીને આત્મ કલ્યાણ કરીએ એજ ખરી ભક્તિ ગણાય, ને એજ તેમના પ્રત્યેનો ખરે ગુણાનુરાગ કહેવાય. વિશેષ બીના તેઓશ્રીના જીવન ચરિત્રમાં જણાવી છે.
ભવ્ય જીવ-આ સંપૂર્ણ લેખને સાર ગ્રહણ કરીને અને આવા મહા પુરૂષના ગુણોનું અનુકરણ કરીને તથા શ્રીજનેન્દ્ર શાસનની પરમ બહુમાનથી આરાધના કરીને આત્મહિત સાધે. એજ હાદિક ભાવના.
આચાર્યશ્રી વિજયનીતિસૂરિજીને અંજલિ.
( રાગ-મીઠા લાગ્યા છે મહને ). સંયમથી શોભા ચારિત્રશાળી, નીતિસૂરિ ગુણવાન રે, કરૂણાળુ જ્ઞાની સુરિજી. શાસ્ત્ર પ્રકાશવા કીધા પ્રયતને, તીર્થોદ્ધારે ધર્યું ધ્યાન રેકરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૨ મેવાડ મારવાડ ધર્મબોધ પામ્યાં, અપાવ્યાં જ્ઞાન કેરાં દાન --કરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૩ જૈન સંધ કરી ઉન્નતિ કરાવી, કરાવ્યું જૈનત્વ ભાન રે–કરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૫ ઉત્તમ સરલતા આપની સૂરિજી ! ત્યાગી દીધું અભિમાન રેકરૂણુળ જ્ઞાની સૂરિજી. તપગચ્છી સૂરિ સમભાવ ધારી, સર્વ ગચ્છ માન્યા સમાન રેકરૂણાળુ જ્ઞાની સૂરિજી. ૬ સ્વર્ગે સિધાવ્યા તે યે પામ્યા અમરતા, ગાયે ભાવિજન ગાન રે_કરા મેઘેરા પુષ્પ આ અંતરભાનાં અર્પે સૂરિ ભાગ્યવાન રે–કરૂણાળુ જ્ઞાની સુરિજી. ૮ અજિત પદવી પામવા સુભાગી, હેમેન્દ્ર ધારે ધર્મ–માન રે--કરૂણાળુ નાની મૂરિજી. ૯
રચયિતા મુનિ હેમેન્દ્ર
S