SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કાલધર્મનું ખરું રહસ્ય. આનું નામ જન્મવું અને આનું નામ મરવું. કોઈને પણ મરવાનો ટાઈમ જાણતાં છતાં પણ કોઈને પણ ન કહેવાય. કારણકે સાંભળનારને આઘાત થાય. વ્યાજબી જ છે કે કેઈને પણ મરણ હાલું હોયજ નહિ. પરંતુ અહીં અપવાદ તરીકે સમજવું જોઈએ કે જેમને મરણતિથિ સાંભળવાથી તલભાર પણ આઘાત થશે જ નહિ, એવી જે આપણને સંપૂર્ણ ખાત્રી હોય તો તેવા એને મરણતિથિ જણાવવામાં વાંધો નહિ. હે મંત્રી ! હું તમને તેવાજ માનું છું માટે જણાવું છું કેઆજે વિ.સં. ૧૨૮૭ ભાદરવા સુદિ દશમ છે, આજથી બરોબર અગીઆર વરસ પછી એટલે વિ. સં. ૧૨૯૮ ભાદરવા સુદિ ૧૦ દશમે તમે મરણ પામશો માટે તેટલા ટાઈમમાં જરૂરી ધાર્મિક કાર્યો જલદી કરી લેજે, ને માનવ જન્મ સફલ કરો. આટલી બીના ટૂંકમાં જણાવીને શ્રીગુરૂમહારાજ પરમ ઉલ્લાસથી અંતિમ સાધના કરીને શુભધ્યાને સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવસ્વરૂપ થયા. આ વખતે શ્રીગુરૂમહારાજ ઉપકારિ હેવાથી પ્રશસ્તરાગને લઈને શરૂઆતમાં મંત્રીની આંખે, જેકે આંસુથી ભી જાય છે, પણ શેડી વારમાં શેકના વિચારે પલટાવીને મંત્રી પિતાના આત્માને શિખામણ આપે છે કે હે જીવ!પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણની બીના સાંભળીને પ્રશસ્ત રાગને લઈને શરૂઆતમાં ગણધરદેવ શ્રીગૌતમ મહારાજે વિલાપ કર્યો, પણ પછીથી એ વસ્તુ સ્થિતિને પલટાવીને તે ગણધરદેવે પ્રભુદેવની વીતરાગતાનું ખરૂ રહસ્ય વિચાર્યું, ને પ્રભુદેવની પદ્ધતિએ ચાલવાનું પસંદ કર્યું. તે પ્રમાણે ચાલતાં કેવલી બનીને સિદ્ધ થયા. આ મુદ્દો ધ્યાનમાં રાખીને તારે પણ શ્રીગુરૂમહારાજે અંતિમ સમયાદિ પ્રસંગે જે જે શીખામણ આપી છે, તે પ્રમાણે ચાલીને આત્મ કલ્યાણ કરવું વ્યાજબી છે. આવા વિચારોને અમલમાં મૂકનાર મંત્રીના અગીઆર વરસો ધાર્મિક કાર્યો કરવામાં પસાર થયા. અનુક્રમે વિ. સં. ૧૨૯૮ ની ભા. સુ. દશમ નજીક આવવા લાગી. આ ટાઈમે મંત્રી બીમાર થયા. ગુરૂ મહારાજનું વચન યાદ આવતાં નિર્ણય કરી લીધો કે હવે મરણ સમય નજીક છે. ભાઈશ્રી તેજપાલ વગેરે કૌટુમ્બીજનેને આ બીના જણાવીને હદયની ઈચ્છા જાહેર કરે છે કે “મારૂં મરણ શ્રીસિદ્ધગિરિની છાયામાં થાય, એમ હું ચાહું છું.”ભાઈની ઇચ્છાને માન આપીને શ્રીસિદ્ધગિરિ તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે અંકેવાળીયા ગામ આવ્યું. ત્યાંથી શ્રીસિદ્ધગિરિ જે કે દૂર રહે છે તો પણ ઝાંખા ઝાંખા અસ્પષ્ટ દેખાય છે. અહીં માંદગી વધવા માંડે છે. કેટલાએક ચિત્રો ઉપરથી મંત્રીએ જાણી લીધું કે હું ઠેઠ શ્રીસિદ્ધગિરિ પહોંચી શકીશ નહિ. જીવનદેરી તુટવાની તૈયારી થઈ રહી છે. આ વખતે સાવચેત બનીને મહાનુભાવ મંત્રી પરભવને લાયક નિર્મલ ભાવના આ પ્રમાણે ભાવે છે. - ૧-તીર્થાધિરાજ શ્રીસિદ્ધગિરિની સન્મુખ બંને હાથ જોડીને, ચાર શરણાં અંગીકાર કરીને સુકૃતની અનુમોદના, ને દુષ્કૃતની ગહ કરીને, સર્વને ખમા
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy