________________
૧૧ર
જૈનધર્મ વિકાસ.
વિભાવ દશાથી ખસીને નિજગુણ રમણતાના ભવ્ય આનંદને ભેગવે છે. તથા ચાર શરણાં અંગીકાર કરે છે, દુષ્કૃતની ગહીં અને સુકૃતની અનુમોદના કરે, કલેશ ઝઘડાને ન ચાહે, સમતા ભાવમાં રહે, તે છ હસતા હસતા લાખરૂપિયાના બંગલા જેવા આ વિનેશ્વર દેહને તજીને દશ કરોડ રૂપિયાના બંગલા સમાન ઉત્તમ દેવપણાને અથવા જેની કીંમત આંકવાને આપણું જેવા જીવ અસમર્થ છે, તેવા મોક્ષના સુખને પામે છે. આત્મા અમર છે. તે પરલેક ગમનાદિ જૂદા જૂદા પર્યાયને ધારણ કરે છે, માટે તમારે અમારા મરણની બાબતમાં લગાર પણ શેક કરજ નહિ. અમારૂં જ મરણ થતું હોય, ને બીજાનું ન થતું હોય, તે શેક કરે વ્યાજબી ગણાય, પણ તેમ તે છેજ નહિ એવું કયું સ્થાન છે કે જ્યાં સંસારિજીએ બવાર જન્મ મરણ ન કર્યા હેય? પૂજ્ય ગુરૂમહારાજ વગેરે વડીલે જ્યારે કાળધર્મ પામે, ત્યારે પ્રશસ્ત મહાદિ કારણેને લઈને તે ટાઈમે તે શેક થવાનો સંભવ છે ખરે, કારણ કે આપણે સંપૂર્ણ રીતે નિર્મોહી બન્યા નથી. આ વખતે તેમણે કરેલા ઉપકારે પણ યાદ આવે છે, ને હવે આપણને તે લાભ કેણ પમાડશે? આવા પણ વિચારે આવે છે. પરંતુ પાછા તેજ ટાઈમે સમજણના ઘરમાં રહેલા ભવ્ય આ પ્રમાણે વિચારે છે કે આમ વધારે ટાઈમ દિલગીરી ધારણ કરવાથી શેકમેહનીય કર્મ બંધાય છે, તે કર્મ અમારેજ જરૂર ભેગવવું પડશે. એમ શેક કરવાથી મરનારા છ પાછા મળતા નથી. જે મળતા હોય તો તે શોક કરે ઉચિત ગણાય, પણ નિયમ એ છે કે મરનારા મળતા નથી ને મરવાનો નિયમ ટળતે નથી. ભલેને કેઈ નિર્ધન, દુર્બલ કે ભૂખ હોય, અથવા ધનિક, સબલ કે પંડિત હોય, પણ બધાને એકજ ધડે તાળાવવું પડે છે. એટલે આયુષ્ય પૂર્ણ થતાં સર્વે મરણ પામે છે. મરનારા જીવો પિતાની નજીકમાં બેઠેલા નેહિઓને અપૂર્વ શિખામણ એ આપે છે કે, “સાંસારિક પદાર્થોની અનિત્યતા હદયમાં ઠસાવીને જલ્દી શ્રીજિનધર્મની આરાધના કરી આત્મ કલ્યાણ કરી લેજે, કારણ કે, તમારે પણ અમારી માફક અહીં કાયમ પડી રહેવાનું છેજ નહિ આ વાતને લક્ષ્માં રાખીને તે પ્રમાણે વર્તવામાંજ શેક કરવાનું ખરું રહસ્ય સમાએલું છે. આગળ વધીને શ્રીગુરૂમહારાજે મંત્રીને એ પ્રમાણે જણાવ્યું કે, હે મંત્રી ! જ્યારે તમે જમ્યા, ત્યારે તમે તે ઘડીયાં પારણામાં રહેતા હતા, ને સગાંસંબંધિઓ જન્મની ખુશાલી ગણીને કંસાર ઉડાવતા હતા. તેજ જીવને જન્મ સફલ ગણાય કે જેઓ યથાશક્તિ પરમઉિલ્લાસથી અપ્રમત્ત ભાવે દાન, શીલ વગેરેની નિર્મલ સાધના કરીને મરણ પામે, આવા સમજુ ભવ્ય છે જ્યારે હસતા હસતા મરણ પામે છે ત્યારે તેના ઉપકાર નીચે દબાયેલા બીજા તે મરનાર છના ગુણે યાદ કરીને રૂદન કરે છે, તે આ પ્રમાણે અનુમોદના પણ કરે છે કે